ગર્ભાવસ્થાના પ્રથમ મહિના દરમિયાન કેવા ભોજનથી કે ખોરાકથી દૂર રહેવું જોઈએ વાંચો અને બચાવો માતા અને બાળકના જીવને…

ગર્ભાવસ્થા દરમિયાન સ્વસ્થ ભોજન લેવું એ બહુ મહત્વપૂર્ણ બાબત છે. જે ફક્ત સાચું ડાયટફોલો કરવાથી અને યોગ્ય માત્રામાં યોગ્ય સમયે લઈને જ તમારું સ્વાસ્થ્ય સારું થઈ શકશે. અયોગ્ય ભોજનથી નુકશાન થઈ શકે છે અને એ માતા અને સંતાન બંને માટે અનેક બીમારીઓનું કારણ બની શકે છે.

લીલા શાકભાજીથી ભરપૂર ભોજન ગર્ભાવસ્થા દરમિયાન થવાવાળા ડાયાબિટીસ અને પોષણમાં જે ઊણપ આવે છે અને તેનાથી જે રોગ થવાની શક્યતા છે તેને નહીવત કરી દે છે. શાકભાજીમાં ભરપૂર માત્રામાં બીટા કૈરોટીન, વિટામીન સી અને ફોલિક એસીડ હોય છે જે એનીમિયા થવાની શક્યતાને બહુ ઓછી કરી દે છે. રક્તચાપને પણ આ શાકભાજી કંટ્રોલમાં રાખે છે. દરેક પ્રકારના શાકમાં પ્રોટીન, આર્યન, ફોલિકએસીડ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને જરૂરી પ્રમાણમાં ચરબી પણ હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રાખે છે.
શાકભાજીમાં વધારે માત્રામાં ફાયબર મળે છે. જે કબજિયાત અને બવાસીરને થતા રોકે છે. જો તમે ગર્ભવતી છો તો તમારા શરીરની પ્રોટીન અને કેલ્સિયમની જરૂરિયાતને પુરા કરશે આની માટે તમારે ડેરીના પદાર્થ ખાવા જોઈએ. આમાં સાથે સાથે તમે ફળ, શક્કરીયા, ઈંડા, કેપ્સીકમ, ટામેટા, અજમો, લીલા વટાણા, બ્રોકોલી, પત્તા વાળા શાક, ઓછી ચરબીવાળું માંસ અને માછલી પણ લઈ શકો છો.

ગર્ભાવસ્થા દરમિયાન અમુક એવા પદાર્થ ખાવામાં લેવા જોઈએ નહિ અને પીણાપીવા જોઈએ નહિ જેનાથી માતા અને બાળક બંનેના જીવનું જોખમ થાય. અહિયાં અમે થોડી માહિતી તમને જણાવી રહ્યા છે જેનો ઉપયોગ તમારે ગર્ભાવસ્થા દરમિયાન કરવાનો નથી.
૧. જે મિત્રો નોનવેજ ખાતા હોય છે તેમના માટે આ ખાસ વાત છે તેમણે કોઈપણ પ્રકારનું માંસ ખાવાનું નથી. દરેક પ્રકારના માંસને વ્યવસ્થિત ચઢાવીને ખાવું જોઈએ. કાચું અને અડધું પાકેલ માંસ બાળકના શરીરને નુકશાન પહોંચાડે છે.

૨. પાચન ન થઈ શકે તેવા ડેરી પદાર્થ : તમારે હંમેશા જે પદાર્થથી શરીરના ભોજનનું પાચન થાય એવા જ પદાર્થ ખાવા જોઈએ. દૂધને ઉપયોગમાં લેતાં પહેલાં તેને બરાબર ઉકાળવું જોઈએ. આનાથી ટોક્સોપ્લાજ્મોસીસ અને લીસ્ટીરીયોસિસ જેવી બીમારીનું જોખન ઘટી જાય છે.

૩. અમુક પ્રકારના પનીરને પણ ગર્ભાવસ્થા દરમિયાન ખાવા જોઈએ નહિ તેનાથી લીસ્ટીરીયાનું જોખમ વધી જાય છે આ રોગનો સીધો સંબંધ એ ડેરી દ્વારા ઉત્પાદન થતા પદાર્થ સાથે છે, આનો સીધો અને મુખ્ય સંબંધ મુલાયમ પનીર સાથે હોય છે.

૪. મેયોનીઝનો ઉપયોગ ન કરવો જોઈએ, આનાથી સાલ્મોનેલાના રોગનું જોખમ વધે છે. જેનાથી વિશાક્તતાનું એક સામાન્ય કારણ છે, જે બાળકને નુકશાન પહોંચાડી શકે છે.
૫. કેફીન : કેફિનયુક્ત પીણાનો વધારે માત્રામાં ઉપયોગ કરવાથી ગર્ભપાત અને જન્મ સમયે બાળકનું ઓછું વજન હોવું એ તેનું કારણ બની શકે છે. એટલા માટે કેફીન પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ નહિ. તમે દરરોજ ૨૦૦ મી.લી. કેફીનનો ઉપયોગ કરી શકો છો પણ તેનાથી વધારે નહિ.

૬. દરરોજ ઉપયોગમાં આવતી આ વસ્તુઓમાંથી કેટલું કેફીન મળે છે એ જાણો.

કોલા કે થમ્સઅપના એક કેનમાં ૮૦ મિલી કેફીન હોય છે. એક કપ ચામાં ૭૬ મિલી કેફીન હોય છે. એક કપ ઈન્સ્ટન્ટ કોફીમાં ૧૦૦ મિલી કેફીન હોય છે.

બસ તો આટલી માહિતી પરથી તમારે અંદાઝ લગાવવાનો છે કે ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ. જે પણ મિત્રને આ માહિતી ફાયદો થાય એમ હોય તેમની સાથે આ માહિતી અચૂક શેર કરો.