દૂધી- સાબુદાણા ની ખીચડી – ઉપવાસ ના હોય તો પણ આ ટેસ્ટી ખીચડી એકવાર તો બનાવીને ખાઈ જ લેજો…

સાબુદાણા બટેટા ની ખીચડી બધા બનાવતા જ હશે. આજે હું દુધી સાબુદાણા ની ખીચડી ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબ સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક પણ. દૂધી ના ભાવતી હોય એને ખબર જ નહીં પડે કે આ ખીચડી માં દૂધી છે. એટલે ચોક્કસ થી ટ્રાય કરો આ દૂધી-સાબુદાણા ખીચડી.

સામગ્રી:-

3/4 કપ સાબુદાણા

1 કપ છીણેલી દૂધી

1/2 શેકેલા સિંગદાણા નો ભુકો

2 નંગ લીલાં મરચાં

6-8 સમારેલા મીઠાં લીમડા પાન

1/2 આદુ- મરચાં ની પેસ્ટ

1/2 ચમચી અધકચરો મરી નો ભુકો

2 ચમચી ખાંડ

1 લીંબુ નો રસ

1/2 જીરું

2 ચમચા તેલ

ચપટી હિંગ( ઉપવાસ માં ના ખાતા હોય તો ના ઉમેરવી

મીઠું સ્વાદાનુસાર

સાબુદાણા પલાળવા માટે પાણી

ગાર્નિશ કરવા માટે કોથમીર અને દાડમ ના દાણા

રીત:-


સૌ પ્રથમ સાબુદાણા માં પાણી ઉમેરી ને 5-7 કલાક સુધી પલાળવા દો. (સાબુદાણા ડૂબે એટલું જ પાણી લેવું) હવે એક કડાઈ માં તેલ મુકો . ગરમ થાય એટલે જીરું , હિંગ. લીલાં મરચાં, લીમડાંના પાન ઉમેરો .જરા સાંતળી ને આદુમરચાં ની પેસ્ટ ઉમેરો.. ત્યાર બાદ છીણેલી દૂધી ઉમેરી ને 1 મિનિટ માટે તેજ આંચ પાર સાંતળો. હવે પલાળી ને તૈયાર કરેલા સાબુદાણા અને સિંગદાણા નો ભુકો ઉમેરો. મીઠું ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો અને ઢાંકણ પર પાણી મૂકી ને વરાળથી 2-3 મિનિટ ધીમી આંચ પર થવા દો. હવે જાડી લોઢી ગેસ પર મૂકી ને તેના પર સાબુદાણા વાળી કડાઈ મૂકી દો. અને 3-5 મિનીટ થવા દો.એવું કરવાથી સાબુદાણા કડાઈ માં ચોંટશે નહિ.. હવે સાબુદાણા પારદર્શક થાય અને થઈ જાય એટલે લીંબુ અને ખાંડ ઉમેરો.. ફરી થી એક મિનીટ જેટલું થવા દો.કોથમીર ઉમેરી ને મિક્સ કરી લો. તૈયાર છે દૂધી-સાબુદાણા ખીચડી. ગરમાગરમ આ ખીચડી દાડમ ના દાણા અને કોથમીર થી ગાર્નિશ કરી ને સર્વ કરો..
નોંધ:-

સાબુદાણા પલાળવામાં વધુ પાણી ના ઉમેરો નહીં તો બનવવા માં બધા તૂટી જશે . બનાવતી વખતે દૂધી નું પાણી છૂટશે એટલે અંદર પાણી બિલકુલ ના ઉમેરો . તમે ઇચ્છો તો બટેટા જોડે પણ દૂધી છીણી ને ઉમેરી શકો. ખૂબ જ હેલ્ધી બની જશે. ઉપવાસ ના હોય તો હળદર ,લાલ મરચું પણ ઉમેરી ને બનાવી શકાય…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી