શિવલિંગ લંબાઈ પાતાળ સુધી – જાણો ક્યાં આવેલ છે આ મંદિર…

દેશભરમાં ઘણા ચમત્કારી શિવાલય છે જેના પોતાના અલગ પુરાતાત્વિક અને પૌરાણિક મહત્વ છે.હિંદુ ધર્મમાં અને પુરાણોમાં બાર જ્યોર્તિલિંગ સિવાય પણ ઘણા શિબધામોનો ઉલ્લેખ મળે છે.એ બધા શિવાલયોથી જોડાયેલી કથાઅો પ્રચલિત છે ત્યાં જ તેનું મહત્વ ગ્રંથોમાં પણ મળે છે.એ વામાં એ ક અદભૂત શિવધામ ઉત્તરપ્રદેશનાં દેવરિયા જિલ્લાનાં રૂદ્રપુરમાં સ્થિત છે.


૧૧મી સદીનાં અષ્ટકોણમાં બનેલુ પ્રસિદ્ધ દુગ્ધેશ્વરનાથ મંદિર પોતાની અનોખી વિશેષતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. માનવામાં આવે છે કે આ શિવધામમાં સ્થિત શિવલિંગની લંબાઈ પાતાળલોક સુધી છે. અહી બિરાજમાન શિવલિંગ ધરતીમાંથી પ્રગટ થયુ છે, આ કોઈ મનુષ્ય દ્વારા નથી બનાવવામાં આવ્યુ. આજ કારણ છે કે દુગ્ધેશ્વરનાથ મહાદેવ મંદિરમાં આવનાર પ્રત્યેક વ્યકિતની મનોકામનાઓ પૂરી થાય છે. ભારતનું આ અદભૂત મંદિર ઉત્તરપ્રદેશનાં દેવરિયા જિલ્લામાં રૂદ્રપુર પાસે સ્થિત છે.

શિવલિંગ સ્પર્શ કરવા માટે ૧૪ પગથિયાં ઉતરે છે ભક્ત


મંદિરમાં ભક્તોને શિવલિંગને સ્પર્શ કરવા માટે ૧૪ પગથિયાં નીચે ઉતરીને જવુ પડે છૈ.અહી શિવલિંગ સદા ભક્તોનાં દૂધ અને પાણીનાં ચડાવાથી ડૂબેલુ રહે છે.કહેવાય છે કે દુગ્ધેશ્વરનાથ મહાદેવ મંદિરમાં પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યેન સાંગે ભારત દોરા દરમિયાન દર્શન કર્યા હતા.દુગ્ધેશ્વરનાંથ મહાદેવે સમયે મંદિરની વિશાળતા અને ધાર્મિક મહત્વને જોતા એ મને ચીની ભાષામાં મંદિર પરિષરમાં જ એક સ્થાન પર દિવાલ પર કાંઈક ચીની ભાષામાં ટિપ્પણી કરી હતી,જે આજપણ મંદિરની દિવાક પર સ્પષ્ટરૂપે નજરે પડે છે.

રુદ્રપુર નરેશે નિર્માણ કરાવ્યુ હતુ મંદિરનું


માન્યતાઅોને અનુસાર કહેવાય છે કે ઘણા વર્ષો પૂર્વ આ સ્થાન જંગલોથી ઘેરાયેલુ હતુ અને જ્યાં અમુક માલધારી પોતાની ગાયોને ચરાવવા માટે આવતા હતા.લોકોને અનુસાર જંગલમાં એ ક ટીલા પાસે એ ક ગાય ઉભી રહી જતી હતી અને તેના આંચળમાંથી આપમેલકે દૂધની ધારા વહેવા લાગતી હતી.ધીરે ધીરે આ વાત આગની જેમ ફેલાય ગઈ.આ વાતની જાણકારી તે સમયનાં રાજા હરી સિંહને થઈ.તેમને આ સંબંધનાં કાશીનાં પંડિતો સાથે ચર્ચા કરી,અને તે સ્થાન પર ખોદાણ કરાવવા લાગ્યા.


ખોદાણ બાદ એ ક શિવલિંગ દેખાય પડ્યુ પણ જ્યાં જ્યાં શિવલિંગને કાઢવા ખોદકામ થતુ ગયુ,એ શિવલિંગ અંદરની તરફ ધસતુ ગયુ.બાદનાં એ સમયનાં રાજા હરિસિંહએ ૧૧ મી સદીમાં કાશીનાં પડિતોને બોલાવીને ત્યાં એ ક મંદિર બનાવડાવ્યુ.ત્યાં જ મંદિરનાં પુજારીઓનું કહેવુ છે કે પ્રાચિન મંદિરનું વર્ણન શિવપુરાણમાં મળી આવે છે.કહેવાય છે કે દુગ્ધેશ્વરનાથ મહાદેવ મંદિરને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ,ઉજ્જેનની જેમ મહતા પ્રદાન કરવામાં આવી છે.

આ વિડીઓમાં તમે દર્શન કરી શકો છો એ શિવલિંગના અને જાણી શકો છો વિશેષ વાતો.