આજે સંતરાની છાલના ઉપયોગ જાણીને હવે પછી સંતરા ની છાલ ક્યારેય ન ફેંકતા…

આ સીઝન માં સંતરા ખૂબ જ સરસ આવે છે. સંતરા એક એવું ફ્રુટ છે જે વિટામીન C થી ભરપૂર છે. હેલ્થ માટે તો ફાયદાકારક છે જ પરંતુ સ્કિન માટે પણ એટલું જ ઉપયોગી છે. તમને જાણી ને નવાઈ થશે કે સંતરા ની છાલ માં પણ તેના અનેક ફાયદાઓ રહેલા છે. હવે પછી સંતરા ની છાલ ક્યારેય ન ફેંકતા એનો ઉપયોગ ચોક્કસ થી કરશો.

સંતરા ની છાલ બે રીતે ઉપયોગ માં લઇ શકાય છે . એક તાજી છાલ નો ઉપયોગ અને બીજું એને સુકવી ને કરવામાં આવતો ઉપયોગ…

સૌ પ્રથમ આપણે તાજી છાલ નો ઉપયોગ જોઈએ…

* સંતરાની તાજી છાલ નું છીણ તમે કેક, બિસ્કિટ અથવા શરબત કે પછી જામ માં ઉમેરશો તો એની ફ્લેવર અને ટેસ્ટ માં વધારો થશે.

* સંતરા ની છાલ ને તમે લીલી ચા માં ઉમેરી શકો.. જેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે.

* ફોરેન માં તાજી છાલ માંથી માઉથ ફ્રેશનર અને કેન્ડી બનાવતા હોય છે . એ લોકો આ છાલ માથી મુરબ્બા જેવું પણ બનાવે છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે.

* સંતરા ની છાલ ફ્રેશ હોય તો એમાં કુદરતી રીતે એક ઓઈલ આવેલુ હોય છે જે ખૂબ જ સુંગધી અને સ્કિન માટે ફાયદાકારક હોય છે. નાહવામાં ગરમ પાણી માં જો ક્રશ કરી ને ઉમેરી દો જેનાથી અનેરી તાજગી લાગશે .

* એક તપેલા માં ફ્રેશ છાલ ને ઉકાળી ને આ પાણી ને ગાળી લો ત્યારબાદ તમારા નહાવાના પાણી માં ઉમેરી દો.. જેનું ઓઇલ તમારી સ્કિન મુલાયમ કરશે અને એની સુંગધ થી એક અનેરી તાજગી ની સાથે પરસેવા ની સ્મેલ થી છુટકારો પણ આપશે.

* સંતરા ની છાલ ને ઉકાળી ને ગાળી લો.. આ પાણી નો ઉપયોગ વાળ માટે કન્ડિશનર તરીકે પણ કરી શકો છો. અને આવું કરવાથી ખોડા નો પ્રોબ્લેમ પણ દૂર થશે અને વાળ ચમકીલા બનશે.

* આખી રાત ક્રશ કરેલી સંતરા ની છાલ ને પાણી માં પલાળી રાખી અને સવારે એ પાણી નાહવામાં કે વાળ ધોવામાં કરી શકો છો.

* સંતરા ની છાલ ને નખ પર ઘસવાથી એકદમ ચમકીલા નખ બની જશે .

* તાજી છાલ તમે રુમ ના એક ખૂણા માં મુકશો તો એર ફ્રેશનર નું કામ કરશે.

* તાજી છાલ વાડકી જેવા આકાર માં નીકાળી ને તેમાં થોડી તેલ નાખી ને દીવો કરશો તો આખા ઘર માં મઘમઘતી સુંગધ આવશે.

* સંતરા ની ચાલ ને હાથ પગ પર ઘસવાથી સ્કિન તો મુલાયમ થશે જ અને મચ્છર પણ નહીં કરડે.. નાના બાળકો ને ચોક્કસ થી કરવા જેવો આ ઉપાય છે.

*મોમાં થી દુર્ગંધ આવતી હોય તો સંતરાની તાજી છાલ થોડી લઇ ને ચાવી લો.. વાસ જતી રહશે…

* માથું દુઃખવાનો પ્રોબ્લેમ હોય તો સંતરાની તાજી છાલ સૂંઘી લો માથું દુખતું બંધ થઈ જશે.. આ એક એરોમાં થેરેપી છે. જેનાથી તમારી ચિંતા અને તાણ પણ દૂર થાય છે.

* સંતરા ની છાલ નો ઉપયોગ ખાવામાં ( ચા કે ડ્રિન્ક માં)કરવાથી વજન ઓછું કરવામાં મદદ રૂપ થાય છે.

બીજી રીતે સુકવી ને ઉપયોગ કરી શકો.

સંતરા ની છાલ ધોઈ, સાફ કરી ને સુકવી દો .. સુકવેલી છાલ ના ઉપયોગો-

* બહુ જ પ્રચલિત સંતરાની છાલ નો પાવડર જુદા જુદા ફેસપેક બનાવામાં ઉપયોગી છે.

* સૌ પ્રથમ સંતરા ની છાલ ને બહાર તડકા માં કે રૂમ માં સુકવી દો 3-5 દિવસ માં એ ડ્રાય થઈ જશે. હાથે થી એના કટકા કરી શકો એવી કડક થવી જોઈએ. મિક્સર બાઉલ માં લઈ ને એનો ઝીણો ભુકો કરી લો..(આ ભુકો જરા દાણાદાર જ લાગશે.)

* આ પાવડર માં તમે દહીં અને મધ મેળવી ને ફેસ પેક બનાવો .15-20 મિનિટ રાખી ને હુંફાળા પાણી થી ધોઈ લો. ચહેરા પર ના ડાઘ – ધબ્બા, ખીલ , કરચલી , તડકા માં પડેલી ઝાંયો વગેરે પ્રોબ્લેમ નો આ રામબાણ ઈલાજ છે.

(2 ચમચી સંતરા ની છાલ નો પાવડર ,1 ચમચી દહીં,1 ચમચી મધ બધું મિક્સ કરી ને ઉપયોગ કરો)

* આ પાવડર ને હળદર સાથે મિક્સ કરી ને લગાડવાથી સ્કિન પર અનેરો નિખાર આવે છે.

* ખીલ માટે પણ આ પાવડર ખૂબ અસરકારક છે.

* આ પાવડર તમે સ્ક્રબ ની જેમ પણ ઉપયોગ લઇ શકો છો.

* સંતરા ની છાલ નો પાવડર તમારા કોઇ પણ હેર પેક ઉમેરી દો એનાથી તમારા વાળ ચમકીલા અને મુલાયમ બનશે .

* સંતરાની છાલ નો પાવડર મહેંદી સાથે મિક્સ કરી ને વાળ માં લગાડી શકો છો.

*આ પાવડર દહીં સાથે મિક્સ કરી ને લગાડવાથી ખોડા નો પ્રોબ્લેમ દૂર થશે.

* સંતરા ની સુકવેલી છાલ નો પાવડર કોઈ પણ ફેસપેક એકે હેરપેક માં ઉમેરવાથી એના ફાયદા બમણા થઈ જશે..

હવે થી સંતરા ખાઈ ને એની છાલ ફેકતા નહીં અને બહુ ગુણી છાલ નો ઉપયોગ ચોક્કસ થી કરો.

નોંધ:-

સંતરા ને ફ્રીઝ માં ક્યારેય ન મુકવા.

સંતરા ની છાલ ને ધૂળ ના લાગે એનું ધ્યાન રાખવું.

સંતરા ની છાલ ને તાજી ધોઈ ને ઉપયોગ માં લેવી.

છાલ ને સુકવતા પહેલા ધોઈને સાફ કરી ને ચોખ્ખા સ્થાન પર સુકવો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ