દુબઇનો 70 વર્ષનો રાજા છે રંગીલો, જેને છે 6 પત્નીઓ અને 23 સંતાનો

6 પત્નીઓ અને 23 સંતાનો ધરાવતો દુબઈનો 70 વર્ષિય રંગીલો રાજા – જાણો તેના કૌટુંબિક ઝઘડા વિષે

image source

દુબઈનું શાશન હાલ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૌમના હાથમાં છે. તેઓ યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમિરાતના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર છે. તેમના મોટા ભાઈ શેખ મક્તૌમના મૃત્યુ બાદ 2006થી તેમના હાથમાં યુએઈનું સાશન આવ્યું છે અને ત્યાર બાદ યુએઈની સરકારમાં ઉત્તરોત્તતર બદલાવ આવી રહ્યો છે.

image source

હાલ વિશ્વમાં શેખ મોહમ્મદ… ના શાહિ ખાનદાનનો ઝઘડો ચર્ચાનો વિષય બન્યો છે. જો કે તેમના અત્યાર સુધીમાં યુએઈમાં છેલ્લા એક દાયકામાં જે આધુનિક પરિવર્તન આવ્યું છે તેના માટે વખાણ થતાં આવ્યા છે. પણ હાલ દુબઈના આ શાસક પોતાની દીકરીઓ તેમજ પત્ની પર અત્યાચારના કારણે બ્રિટનની કોર્ટમાં ગૂનેગાર ઠર્યા છે. તેમના પર તેમની દીકરીને ટોર્ચર કરવા તેમજ તેનું અપહરણ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે શેખ મક્તૌમે અત્યાર સુધીમાં છ લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન 1979માં થયા હતા. જે તેમની પ્રથમ પિતરાઈ બહેન શૈખ બિંત મક્તૌમ બિન જુમા અલ મક્તૌમ સાથે થયા હતા. તેમની પ્રથમ પત્ની તેમના કરતાં 13 વર્ષ નાની છે. અને આ પત્નીથી તેમને એક,બે, ત્રણ નહીં પણ પુરા 12 સંતાનો છે. 1982માં જન્મેલા હમદાન બિન મોહમ્મદ અલ મક્તૌમ હાલનો યુવરાજ છે, જે ભવિષ્યમાં શેક મોહમ્મદ બાદ દુબઈનું શાશન સંભાળશે.

image source

ઉપર જણાવ્યું તેમ શેખની કુલ છ પત્નીઓ છે જેમાં એક લેબનોન, બીજી અલ્જિરિયા અને ત્રીજી ગ્રીકની છે. મહમ્મદની છઠ્ઠી પત્ની રાજકુમા હયા બિન્ત હુસૈન જોર્ડનના રાજા હુસૈન ઓફ જોર્ડનની દીકરી છે.

તેમના લગ્ન 2004 થયા હતા અને તેમને બે બાળકો છે એકદીકરી, અલ જલીલા અને એક દીકરો ઝાયેદ. પોતાના દીકરા ઝાયેદના જન્મની જાહેરાત શેખે ટ્વીટર પર કરી હતી. એક અહેવાલ પ્રમાણે શેખના કુલ 23 સંતાનો છે.

image source

શેખ સાથે કોઈક બાબતને લઈને સૌથી નાની આ રાણીને સમસ્યા થઈ હોવાથી 2019માં રાજકુમારી હયા પોતાના બાળકોને લઈને લંડનમાં ભાગી ગઈ હતી અને ત્યાં જ ક્યાંક છૂપાઈ રહી હતી. તેણી પોતાની સાથે 31 મિલિયન ડોલર લઈ ગઈ હતી અને લંડન પહેલાં તેણી જર્મની ગઈ હતી. બ્રીટનના રાજ ઘરાના સાથે તેણી અંગત સંબંધો ધરાવે છે તેવી પણ માહિતી છે.

image source

તમને જણાવી દઈએ કે હયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે. તેણી ઘોડેસવારી પણ સારી કરી જાણે છે, તેણી આ પહેલાં ઇન્ટરનેશન સ્પોર્ટ્સ કમ્પીટીશનમાં પણ ભાગ લઈ ચુકી છે. તેણીએ 2000ના વર્ષમાં જોર્ડન તરફથી ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો.

રાજકુમારી હયાએ શેખ મોહમ્મદ પર બ્રીટેનની કોર્ટમાં કેસ પણ કર્યો છે અને તેનું પરિણામ પણ શેખની વિરુદ્ધમાં આવ્યું છે. હયાએ આરોપ મૂક્યો હતો કે તેણીના સંતાનો અને તેના પર શેખ તરફથી જીવનું જોખમ છે.

image source

આ મામલાને શેખ લોકોની નજરથી દૂર રાખવા માગતા હતા પણ છેવટે તેને જાહેર કરી દેવામાં આવ્યું હતું. જો કે શેખે જણાવ્યું હતું કે આ અમારો અંગત મામલે છે અને અમારા સંતાનોના ખાતર મિડિયાએ આ કેસથી દૂર રહેવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ