આ ફેમસ અભિનેત્રીને 60 વર્ષે થઇ છે શાહરુખ અને ઋત્વિક સાથે રોમાન્સ કરવાની ઇચ્છા..

નીના ગુપ્તા 60 વર્ષની ઉંમરે ઋત્વિક રોશન અને શાહરૂખ ખાન સાથે રોમાંસ કરવા માંગે છે.

નીના ગુપ્તાએ કહ્યું કે અભિનેતાઓને પોતાના કરતા 20-25 વર્ષ નાની અભિનેત્રીઓ સાથે રોમાંસ કરતા જોયાં છે. તો હવે તે સમય પણ આવવો જોઇએ કે, જ્યાં તેમને પણ યુવા કલાકારો સાથે કામ કરવાની તક મળે.

image source

બોલિવૂડમાં ઉંમરને હરાવીને અભિનેત્રી નીના ગુપ્તા ફરી પાછા ફર્યા છે. તેમના તેજસ્વી વ્યક્તિત્વ અને દોષરહિત અંદાજ તેમજ તેના અભિનય માટે તેઓ જાણીતા છે. ફિલ્મ ગમે તે જ કેમ ન હોય, નીના ગુપ્તાનો અભિનય જબરદસ્ત હોય છે. ફિલ્મમાં ભલે તે માતાની ભૂમિકા ભજવી રહ્યા હોય, પરંતુ લાઇમલાઇટ હીરોઇનની જેમ સંપૂર્ણ તેમના પર જ રહે છે.

image source

60 વર્ષની આ પ્રતિભાશાળી અભિનેત્રી એક પછી એક ઘણી ફિલ્મો કરી રહી છે અને તે પોતાના અભિનયથી લોકોના દિલો પર રાજ કરી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ્સ ‘બધાઈ હો’, ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ અને ‘પંગા’ પછી હવે આ અભિનેત્રી અભિનેતાઓ સાથેની ફિલ્મોમાં રોમાંસ કરવા માંગે છે.

image source

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક, નીના ગુપ્તા લાંબા સમયથી પ્રેક્ષકોની પસંદ રહી છે. બધાઈ હો, શુભ મંગલ જ્યાદા સાવધાન અને પંગા જેવી સારી ફિલ્મોનો એક ભાગ જ નથી રહ્યા, નીના પોતાના મનનું બોલવા માટે પણ જાણીતી છે. આ ફિલ્મમાં તેમણે બધાઈ હો ફિલ્મના સહ કલાકારો આયુષ્માન ખુરાના અને ગજરાજ રાવ સાથે કામ કર્યું હતું. આ સિવાય ફિલ્મમાં ટીવીએફ સ્ટાર જીતેન્દ્ર, માનવી ગાગરુ અને પંખુડી અવસ્થી છે. નીના ગુપ્તાએ પોતાના નવા ઇન્ટરવ્યુમાં બોલિવૂડના તાજેતરના ટ્રેન્ડ વિશે પણ વાત કરી છે.

image source

તાજેતરમાં જ તેના એક વીડિયોથી હેડલાઇન્સમાં આવેલી નીના ગુપ્તાએ તાજેતરમાં પિંકવિલાને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે તેમની કારકિર્દી વિશે ખુલ્લા મને વાત કરી હતી. વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હું ખરેખર ઈચ્છું છું કે બોલિવૂડમાં એક સમય એવો આવે કે જ્યાં હું શાહરૂખ ખાન અને રિતિક રોશન સાથે રોમાંસ કરી શકું. તેમણે કહ્યું હતું કે અભિનેતાઓ તેમના કરતા 20-25 વર્ષ નાની અભિનેત્રીઓ સાથે રોમાંસ કરતા જોવા મળી છે. તો હવે તેવો સમય પણ આવવો જોઇએ કે, જ્યાં તેમને પણ યુવા કલાકારો સાથે કામ કરવાની તક મળે.

image source

જોકે તેણે સ્વીકાર્યું કે તે થવામાં લાંબો સમય લાગી શકે છે અથવા તે સમય ન આવે તેવું પણ બની શકે છે, પરંતુ મારી ખૂબ ઈચ્છા છે કે હું રિતિક રોશન અને શાહરૂખ ખાનની સાથે કામ કરી શકું. રણબીર સાથેના રોમાંસના સવાલ પર તેમણે હસતાં હસતાં કહ્યું કે, હા હું રણબીર સાથે પણ રોમાંસ કરી શકું છું, પરંતુ આપણા દેશમાં આવું બનતા હજી ઘણો સમય લાગશે.

image source

ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ ના ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ તેની પુત્રી મસાબા ગુપ્તાના તલાક અને સિંગલ પેરેંટિંગ વિશે પણ વાત કરી હતી. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા પછી તે હેડલાઇન્સમાં આવી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, ક્યારેય પણ પરિણીત પુરુષ સાથે પ્રેમના ચક્કરમાં ન પડશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ