“કોરોના વાયરસની ‘સુપર સ્પ્રેડર’ બની યુ.એસ સ્થિત આ દવાની કંપની “

યુ.એસ સ્થિત દવાની કંપની બની કોરોના વાયરસની ‘સુપર સ્પ્રેડર’

image source

Biogen નામની યુ.એસની દવા કંપની અજાણતા જ બની ગઈ છે કોરોના વાયરસ ફેલાવનાર. આ કંપની અલ્ઝાઇમર્સની દવાનું પણ ઉત્પાદન કરે છે અને ઘણા સમય બાદ આ દવાના પરિણામો સારા આવી રહ્યા હતા જેના કારણે કંપનીની આવકમાં વધારો થયો હતો. દવાનું વેચાણ ખૂબ વધી ગયું હતું.

બોસ્ટન ખાતે થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંપનીના સીઈઓ માઇકલલ વોનેટોસે આ દવા વિષે ઘણી બધી વાતો કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે હાલ ચીનમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. શું તમારી દવાઓના સપ્લાઈમાં તેના કારણે કોઈ મુશ્કેલીઓ સર્જાશે. ત્યારે તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે હાલ બધું જ ઠીક ચાલી રહ્યું છે.

image source

આ કોન્ફરન્સ બાદ કંપનીના બધા જ અધિકારીઓ જે તે સમયે સ્વસ્થ લાગી રહ્યા હતા, તેમણે અલગ અલગ પ્લેન દ્વારા પોતાના ઘર તરફ મુસાફરી કરીને પરત ફર્યા હતા. પણ આ મિટિંગમાં કોઈ વ્યક્તિ કોેરોનાથી સંક્રમિત હતી. ત્યાર બાદ પોત પોતાના ઘરે પાછા ફરેલા કંપનીના કર્મચારીઓ દેશના છ રાજ્યોમાં કોરોનાના સંવાહક બની ગયા હતા. કંપનીની આ મીટિંગને અમેરિકામાં તે શરૂઆતના કારકોમાં ગણવામાં આવી રહી છે જેના કારણે કોેરોનાની મહામારી ઝડપથી ફેલાઈ હતી. અહીં દુઃખની વાત એ છે કે આ વાયરસ એવા લોકો દ્વારા ફેલાયો હતો જે મૂળે તો બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે.

image source

અમેરિકામાં બાયોટેક ઇન્ડસ્ટ્રીને કવર કરનારા પત્રકાર જોન કેરોલનું કહેવું છે કે તે મિટિંગમાં ડ્રગ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો બેઠા હતા. પણ તેમને કદાચ આ ભયંકર આપદા વિષે જરા પણ અંદેશો નહીં હોય કે જેના કારણે અમેરિકામાં આટલી બધી મહામારી ફેલાવાની હતી.

image source

તમને જણાવી દઈએ કે માત્ર આ એક મિટિંગના કારણે મેસાચ્યુસેટ રાજ્યમાં 99 કોરોના પોઝિેટિવ કેસ નોંધાયા હતા. અને સમગ્ર દેશની વાત કરીએ તો તે આંકડો ઘણો મોટો છે. હાલના સમયની વાત કરીએ તો અમેરિકામાં હાલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6,44,188 છે જ્યારે મૃત્યુઆંક 28,579 સુધી પહોંચી ગયો છે જે એક ખૂબ જ દુઃખદ વાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ