આઈસોલેશનમાં રહેલ માતાની ખોટ સારતી નર્સ, જુઓ વિડીયોમાં 3 મહિનાની બાળકીને કેવી રીતે સાચવે છે

કોરોના પીડીત મહિલાની ત્રણ મહિનાની બાળકીની આ વિડિયો તમારી આંખમાં પાણી લાવી દેશે – જુઓ લાગણીથી તરબતર વિડિયો, માતાની ગેરહાજરીમાં કોરોના પીડિત મહિલાની ત્રણ માસની દીકરી પર નર્સે વરસાવ્યું વહાલ

image source

કોરોના વાયરસની મહામારી હાલ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ ફેલાઈ ચૂકી છે. અને દીવસેને દીવસે આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વાયરસ નાનાથી લઈને વૃદ્ધ લોકોને થઈ રહ્યો છે. છત્તીસ ગઢ રાજ્યના રાયપુરમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

image source

જેની હાલ સારવાર ચાલી રહી છે. પણ કરુણાની વાત એ છે કે આ મહિલાને એક ત્રણ મહિનાનું બાળકી પણ છે. અને માતાને સારવાર માટે આઇસોલેશનમાં રાખેલ હોવાથી બાળકીની સ્થિતિ ઘણી દયનીય બની ગઈ છે. કારણ કે તેણીએ આટલી કૂમળી ઉંમરે માતાથી દૂર થવું પડી રહ્યું છે.

image source

જો કે રાહતની વાત એ છે કે ખરા સમયે ભગવાન કોઈને કોઈમાં વસી જ જાય છે અને આ બાળકી પર હોસ્પિટલનો સ્ટાફ માતાનો સ્નેહ વરસાવી રહ્યો છે. બાળકીની સંપૂર્ણ સંભાળ હોસ્પિટલના સ્ટાફ દ્વારા લેવામાં આવી રહી છે. જો કે શરૂઆતમાં જ્યારે માતાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બાળકીની સંભાળ તેના નાની લઈ રહ્યા હતા.

પણ બાદમાં નાનીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો આ સંજોગોમાં હવે બાળકીનું ધ્યાન હોસ્પિટલના સ્ટાફે જ રાખવું પડે તેમ હતું. અને અહીંની નર્સ તે બાળકી પર અપાર પ્રેમ વર્સાવી રહી છે અને તેની ખૂબ જ કાળજી લઈ રહી છે. જુઓ આ લાગણીથી તરબતર વિડિયોને.

વિડિયોમાં તમે જોઈ શકો છો કે બન્ને નર્સે પીપીઈ સૂટ પહેર્યો છે અને એક નર્સે બાળકીને પોતાના ખોળામાં લીધી છે જ્યારે બીજી નર્સ તેને દૂધની બોટલમાંથી દૂધ પીવડાવી રહી છે. અને કોઈ માતાની જેમ જ તેને લાડ કરી રહી છે. બાળકીને ઇનફેક્શન ન લાગે તે માટે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ