જ્યોતિષય ગણના પ્રમાણે આ સમયે ભારતને કોરોનાથી મળશે મુક્તિ, મોડુ કર્યા વગર જલદી જાણી લો તમે પણ

કોરોના વાયરસથી ભારત આ સમયે મળશે મુક્તિ, જાણો જ્યોતિષીય ગણના

કોરોના વાયરસએ વિશ્વભરના દેશો સાથે ભારતને પણ બેહાલ કરી દીધું છે. વાયરસનો વ્યાપ વધતો અટકે અને લોકોના જીવ બચે તે માટે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે નાના, મોટા બજારથી લઈ શેર માર્કેટ, ઉદ્યોગ જગત ઠપ્પ છે. તેવામાં દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે આ કોરોનાનો અંત ક્યારે આવશે….

આજે આ કોરોના વાયરસથી ભારતને મુક્તિ ક્યારે મળશે તે અંગે જ્યોતિષી શાસ્ત્ર શું કહે છે ચાલો જાણીએ.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાયરસ સંબંધિત બીમારીઓ રાહુ આપે છે. જ્યારે રાહુ ખરાબ હોય છે ત્યારે વાયરસ સંબંધીત બીમારીઓ થાય છે. ગ્રહોના ગોચરની સ્થિતિ પણ આ બીમારીઓને વધારે અને ઘટાડે છે. તેમાં મહત્વની ભૂમિકા રાહુ ગ્રહની હોય છે. આ ઉપરાંત કેતુનો સ્વભાવ છે કે તે જે પણ આપે છે અચાનક આપે છે. એટલે કે જો અચાનક કંઈ સારું થાય કે કંઈ ખરાબ થાય તો તે કેતુના કારણે હોય છે. આ બીમારી પણ અચાનક સામે આવી છે.

આ ગ્રહોના કારણે વકરી સ્થિતિ

image source

ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો હાલ શનિ તેની સ્વરાશિ મકરમાં બિરાજમાન છે. શનિ જ્યારે કંઈ કરે છે તો તે ધડાકો જ હોય છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર મકર રાશિમાં શનિનું ગોચર 24 જાન્યુઆરી 2020થી થયું હતું. ત્યારબાદ જ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાયું છે. શનિને આ મહામારી સાથે જોડીને જોવામાં આવે છે.

ચંદ્ર પણ આ બીમારીને વધારવામાં ભાગ ભજવી રહ્યો છે. ચંદ્રનો સંબંધ સમુદ્ર સાથે છે જ્યાંથી આ બીમારી શરુ થઈ છે તે જગ્યા સમુદ્ર પાસે આવેલી છે. આ સમય ધન રાશિમાં ગુરુ સાથે મંગળ અને કેતુ બિરાજમાન છે. આ ગ્રહોનું એક સાથે હોવું અશુભ ઘટનાઓનું કારણ બને છે.

image source

મંગળનું રાશિ પરિવર્તન

મંગળનો સંબંધ શલ્ય ચિકિત્સા અને રક્ત સાથે પણ છે. 22 માર્ચ 2020થી મંગળનું રાશિ પરિવર્તન થયું છે. આ દિવસ મંગળ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરી ચુક્યો છે. તેવામાં આશા છે કે આ તારીખ બાદ દેશમાં બીમારી પર કાબૂ આવશે અને દવાની શોધ પણ થઈ શકે છે.

ગુરુનું રાશિ પરિવર્તન

image source

મંગળ પછી ગુરુનું રાશિ પરિવર્તન 29 માર્ચે થયું છે. ગુરુ મકર રાશિમાં કરી ચુક્યો છે જ્યાં પહેલાથી જ શનિ અને મંગળ બિરાજમાન છે. ગુરુ સાથે મંગળ અને શનિનો યોગ પણ શુભ નથી. તેવામાં મંગળના ગોચરથી પરિસ્થિતિ સુધરે નહીં તો વધુ ખરાબ પણ થઈ શકે છે.

આ વાતોને રાખો ધ્યાનમાં

  • – ઘરનું વાતાવરણ શુદ્ધ રાખો.
  • – દૂષિત વસ્તુનો પ્રવેશ ન થવા દો.
  • – મંગળ અને શનિની શાંતિ માટે હનુમાન ચાલીસા કે સુંદરકાંડ કરો.
  • – સકારાત્મક વિચારો.
  • – ઘરમાં ગંગાજળ છાંટો અને ધૂપ કરો,
  • – માંસ, મદિરાનું સેવન ન કરો.
  • – ભગવાનની ભક્તિ શ્રદ્ધાથી કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ