દયાભાભીની દીકરી કરે છે આ બાબતની બહુ જીદ, પણ લોકોડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને દયા અડગ છે આ બાબતે

દયા ભાભી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કોમેડી શોમાં દયા ભાભીનું પાત્ર ભજવીને પ્રસિદ્ધ મેળવનાર દિશા વાકાણી છેલ્લા ઘણા લાંબા સમયથી ટીવી સ્ક્રીન પર નજર નથી આવી રહી. તેમ છતાં પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દયા ભાભીના નામથી નિશ્ચિતપણે ચર્ચા કરવામાં આવે છે.

જયારે આખા ભારતમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે તો આવી પરિસ્થિતિમાં દિશા વાકાણી અને તેનો પરિવાર કેવી રીતે એક જ ઘરમાં રહીને દિવસો પસાર કરી રહ્યા છે તે વિષે અમે આપને જણાવીશું. જોવા જેવી બાબત છે કે, દિશા વાકાણી ઘણા લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી દુર થઈ ગઈ છે અને દિશા વાકાણી ઘરે રહીને પોતાની દીકરીની દેખભાળ કરી રહી છે અને માતૃત્વનો પણ લાભ ઉઠાવી રહી છે.

image source

સ્પોટ બોય સાથે વાતચીત દરમિયાન દિશા વાકાણી જણાવે છે કે, હું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ બધી જ સુચના અને સલાહનું પાલન કરી રહી છું. ઉપરાંત દિશા અને તેનો પરિવાર પીવાના પાણીને ગરમ કરીને પછી જ પીવાના ઉપયોગમાં લઈ રહ્યા છે. ઉપરાંત સંપૂર્ણ રીતે રાંધવામાં આવેલ ભોજનનું જ સેવન કરી રહ્યા છે અને તેઓ સોશિયલ ડીસ્ટન્સનું પણ ધ્યાન રાખી રહ્યા છે.

તાજેતરમાં દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિ હોવાના કારણે ઘરમાં કોઇપણ કામવાળા બેન નથી આવી રહ્યા. જેથી કરીને ઘરના સભ્યો હવે એકસાથે મળીને ઘરના બધા જ કામની જવાબદારી વહેચી લેવાઈ છે. વધારે જણાવતા દિશા કહે છે કે, મને ખ્યાલ છે કે લોકો ઘરમાં રહીને ખુબ કંટાળી જવાની ફરિયાદ કરે છે, પરંતુ દિશાને એવું લાગે છે કે, આવું થવું જોઈએ નહી.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

વધારે જણાવતા દિશા વાકાણી કહે છે કે, હાલમાં જ ચૈત્ર નવરાત્રી પૂર્ણ થયા છે, તો ચૈત્ર નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા-પાઠ કરવામાં ઘણા વધારે સમય પસાર કરી શકતા હતા. તેમ છતાં ચૈત્ર મહિનાની નવરાત્રીમાં પૂજા વિધિ અને મંત્ર-જાપ કરવાનું પસન કરે છે. જેના કારણે શરીરમાં અને ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આથી આપણને સ્ટ્રોગ એનર્જી પણ મળે છે.

દિશા વાકાણી પોતાની દીકરી વિષે જણાવતા કહે છે કે, તે હજી ઘણી નાની છે અને ઘરની બહાર રમવા જવાની જીદ પણ કરે છે. તેમ છતાં દિશા વાકાણી અને તેના પતિ એક જવાબદાર માતા-પિતા બનીને દીકરીનું ધ્યાન અન્ય જગ્યાએ કે બીજી કોઈ રમતમાં દીકરીનું મન વાળી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Vakani (@disha.vakani) on

દિશા વાકાણી જણાવે છે કે, આપણે બધાએ માતાજી પર સંપૂર્ણ શ્રધ્ધા રાખવી જોઈએ. લોકડાઉન જેવી પરિસ્થિતિ બતાવવા પાછળ પણ માતાજીનો કોઈ સારો ઉદ્દેશ જ છુપાયેલો હશે. એટલા માટે આપણે સારું વિચારવું જોઈએ, અને આગળ પણ જે થશે એ આપણા બધાના સારા માટે જ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ