આ મહિલા પર થશે તમને ગર્વ, કે જેનો નથી ઉતર્યો મહેંદીનો રંગ, અને આ મહિલા ઇન્સ્પેક્ટર લાગી ગઈ ડ્યૂટી પર,PICS

મહેંદીનો રંગ પણ ન ઉતર્યોને આ મહિલા ઇન્સ્પેક્ટર લાગી ગઈ ડ્યૂટી પર, આ ઓફિસર દુલ્હન પર થશે તમને ગર્વ

image source

દુનિયામાં ઘણા બધા એવા કામ છે જે બે ચાર અરે મહિના દિવસ સુધી અટકી જાય તો પણ ફરક ન પડે પણ કેટલાક એવા કામ અથવા કહો કે સેવાઓ કે જે 24×7 ચાલુ જ રાખવી પડે છે જેમ કે મેડિકલ સેવાઓ, ફાયર બ્રીગેડ તેમજ પોલીસની સેવાઓ અને આર્મીની સેવાઓ . અહીં તમારું કોઈ જ બહાનુ ચાલતું નથી. તમારે ડ્યૂટી બોલાવે ત્યારે હાજર થઈ જ જવું પડે છે.

image source

થોડા દિવસથી સોશિયલ મિડિયા પર એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે, અને લોકો તેને બીરદાવી પણ રહ્યા છે. આપણે બધા જાણીએ છે કે ભારતીય લશ્કરના સૈનિકોનું જીવન કેટલું મુશ્કેલ હોય છે. એકવાર તમે લશ્કર સાથે જોડાયા કે તમારી પ્રાથમીકતા તમારુ કુટંબ નહીં પણ તમારો દેશ બની જાય છે. અને લોકોને તેમના જીવનમાંથી પ્રેરણા મળે તેમજ તેમની મુશ્કેલીઓ જાણવા મળે તે હેતુસર ઇન્ડિયન ડિફેન્સ ટાઇમ્સ વેબસાઇટ પર તેમની સાથે જોડાયેલી વાતો તેમજ તસ્વીરો શેર કરવામા આવે છે.

image source

આ જ વેબસાઇટ પર ઇન્ડિયન મિલેટ્રીની નર્સિંગ સેવાઓમાં જોડાયેલી એક મહિલા અધિકારીની તસ્વીરો શેર કરવામા આવી હતી. અને લોકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તમે પણ આ તસ્વીર પાછળની વાત જાણશો તો તમને પણ આ મહિલા અધિકારીને સલામ કરવાનું મન થઈ જશે.

image source

આ તસ્વીરમાં ભારતીય સૈન્યના યુનિફોર્મમાં એક મહિલા છે જેના હાથમાં મહેંદી મુકેલી છે. આ મહેંદી કોઈ ગમે તે મહેંદી નહોતી પણ તેણીના લગ્નની મહેંદી હતી. જેનો રંગ પણ હજુ આછો નહોતો થયો અને તેણીએ ડ્યૂટી જોઈન કરી લીધી હતી. આ ગર્વિષ્ઠ મહિલા અધિકારીનું નામ છે યુમી. જો તમને પણ તેણીની ફરજ નિષ્ઠા પ્રત્યે ગર્વ હોય તો કમેન્ટ કરી તેણીને સલામ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ