x-ray મશીનમાંની બાળકની આ તસવીર સોશિયલ મીડિયામાં મચાવે છે ધૂમ, ક્લિક કરીને જોઇ લો તમે પણ

x-ray મશીનમાંની બાળકની તસ્વીર થઈ રહી છે વાયરલ – તમે જોશો તો તમે પણ ચકીત થઈ ઉઠશો, વાહલુકડાં નાનુકડાં બાળકો હંમેશા ચંચળ હોય છે તેમને એક જગ્યાએ બેસાડી રાખવા ઘણા અઘરા હોય છે એમ કહો કે અશક્ય જ હોય છે. અને તેમના આ સ્વભાવના કારણે જ્યારે તેમના સ્વાસ્થ્યને લગતા કોઈ કારણસર તેમનું x-ray કરાવવામાં આવે ત્યારે તેમને સ્થીર ઉભા રાખવા એક અત્યંત અઘરુ કામ થઈ પડે છે. અને તે જ કારણસર ડોક્ટરો તેમનો એક્સરે પડાવવા માટે એક વિચિત્ર દેખાતા મશીનનો ઉપયોગ કરે છે જેને પીગ-ઓ-સ્ટેટ (Pigg-O-Stat) કહે છે, જેથી કરીને તે નાનકડા બાળકને પ્રક્રીયા દરમિયાન સ્થીર રાખી શકાય.

image source

તાજેતરમાં સોશિયલ મિડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં એક નાનકડા બાળકને એક્સપ્રે કરાવવા માટેના આ મશીનમાં ફીટ કરવામાં આવ્યો છે. જાણે તેને કોઈ પારદર્શક ટ્યુબમાં રાખવામાં આવ્યો હોય તેવું લાગે છે. આ તસ્વીરને કેનેડાના એક યુઝરે ટ્વીટ કરી હતી.

આ તસ્વીર ટ્વીટ કરતાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. કેટલાક લોકોને આ તસ્વીર રમૂજ ઉપજાવનારી લાગી હતી અને તેમને તે જોતાં કેવું હસવું આવ્યું હતું તે પણ કેટલાક યુઝર્સે કમેન્ટ્સ કરીને વ્યક્ત કર્યું હતું, એક યુઝરે કહ્યું, ‘હવે મને ખબર પડી કે નાનકડા બાળકોનો એક્સ-રે તેઓ કેવી રીતે લે છે, અને આ જોઈને હું મારું હસવાનું નથી રોકી શકતી,’ જો કે કેટલાક લોકોને આ તસ્વીરથી આંચકો લાગ્યો.

image source

તો વળી કેટલાક આ મશીનના ફની નામ બાબતે પણ કમેન્ટ કરી હતી. તેઓએ લખ્યું હતું, ‘પીગો સ્ટેટ ? જેણે પણ આ મશીન બનાવ્યું છે અને તેનું નામ રાખ્યું છે તે આવતા દસ વર્ષ સુધી હસતો જ રહેશે.’

કેટલાક એવા ટ્વીટર યુઝર્સે પણ કમેન્ટ કરી હતી જેમણે આ એક્સ-રે મશીનનો ઉપયોગ કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે આ ડીવાઇઝ બાળકોને જરા પણ નુકસાન નથી પહોંચાડતું અને જે ઉદ્દેશથી તેને બનાવવામાં આવ્યું છે તે પૂરો થાય છે. ઘણા લોકોના જણાવ્યા પ્રમાણે આ મશીન અને બાળકની તેમાંની સ્થિતિ આંચકો લાગે તેવી દેખાય છે પણ તે બાળકોને કોઈ જ નુકસાન નથી પહોંચાડતી, તેમને એક્સ-રેની પ્રક્રિયા દરમિયાન સ્થિર રાખે છે અને બાળકના શરીરના બીજા ભાગોને બીનજરૂરી રેડિએશનથી બચાવે છે.

image source

પીગો-સ્ટેટ વેબસાઇટ મુજબ, આ ડીવાઈઝ 12 મહિનાથી ત્રણ વર્ષના બાળકો માટે છે. તે બાળકોને સ્થીર રાખવામાં મદદ કરે છે, અને તેના કારણે બાળકોના એક્સ-રેની આ પ્રક્રિયા થોડાંક જ સમયમાં પૂર્ણ થઈ જાય છે અને બાળકને રેડિએશનનું ઓછામાં ઓછું એક્સપોઝર મળે છે.

આ મશીનની યુ.એસની એક કંપનીએ પેટન્ટ નોંધાવી છે. ભારતમાં તેનો ઉપયોગ થાય છે કે નહીં તે વિષે કોઈ જ માહીતી નથી. જો તમને આવા મશીનનો કોઈ અનુભવ હોય તો ચોક્કસ શેર કરો. જેથી કરીને બીજા માતાપિતાને પણ તેની જાણકારી મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ