જ્યાં સુખની છોળો ઉડી રહી હતી ત્યાં અચાનક જ શોકના વાદળો છવાઈ ગયા, આ કરુણ ઘટના વાંચીને તમે પણ નહિં રોકી શકો તમારા આસું

દીકરીની ડોલી અને દીકરાની અર્થી.

image source

એક તરફ મોટી બહેનના લગ્નમાં ફેરા ચાલી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ નાનો ભાઈ જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો હતો.

આપણા દેશમાં રોજ બરોજ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તેમાંથી કેટલીક ઘટનાઓ બધાને હસાવી જાય છે, તો ત્યાંજ કેટલીક ઘટનાઓ એટલી હ્રદય દ્રાવક હોય છે કે સાંભળનાર વ્યક્તિ પોતાની આંખમાં આંસુ આવવાથી રોકી નથી શકતા. ઉપરાંત ઘણી ઘટનાઓ એવી સાંભળવા મળે છે કે તેના વિષે સાંભળ્યા પછી આપણે પણ તે વ્યક્તિની તકલીફ અનુભવી શકીએ છીએ. આજે અમે આપને આવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને સાંભળીને આપ પણ આપના આસું રોકી નહી શકો.

image source

એક બાજુ ઘરમાં બહેનની વિદાઈની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યાં જ બીજી બાજુ ભાઈની અર્થીની તૈયારીઓ શરુ કરવી પડી. જ્યાં સુખની છોળો ઉડી રહી હતી ત્યાં અચાનક જ શોકના વાદળો છવાઈ ગયા હતા. આ ઘટના ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના ફારુકાબાદની આ ઘટના છે. ચાલો આગળ જાણીએ ખરેખરમાં થયું શું હતું.

image source

ફારુકાબાદ જીલ્લાના થાણા મઉદરવાજા વિસ્તારના એક ગામના રહેવાસી કુઇઆબુટના રહેવાસી રાકેશ બાબુ. રાકેશ બાબુ એક ઓટો મિસ્ત્રી છે. રાકેશ બાબુની પુત્રી રાધા જેના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાનનો ઉતારાની વ્યવસ્થા નવભારત સભા ખાતે કરવામાં આવેલ હતી. લગ્ન ચાલુ હતા તે સમયે લગભગ લગ્નની બધી પૂર્ણ થઈ ચુકી હતી અને કન્યાદાનની વિધિ ચાલી રહી હતી.

image source

આ દરમિયાન દુલ્હન બનેલ રાધાના નાના ભાઈને પરોઢિયે પાંચ વાગ્યાની સુમારે કોઈ તાત્કાલિક કામ આવી પડ્યું હોવાથી ઘરની બહાર જવાનું થયું. તેવા સમયે અચાનક આ ગંભીર ઘટના બની ગઈ. દુલ્હન બનેલ રાધાનો નાનો ભાઈ કામ હોવાથી બહાર ગયો પરંતુ ત્યાં જ અચાનક એક બટાકા ભરેલ ટ્રક નીચે આવી જતા ખુબ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો.

image source

આ સમાચાર જેવા ઘરના લોકોને મળ્યા કે તરત જ રાકેશ બાબુ પોતાના પરિવાર સાથે નાના ભાઈને રાખવામાં આવેલ લોહિયા હોસ્પીટલમાં પહોચી ગયા હતા. રાધાના નાના ભાઈ શની વિષે આવા સમાચાર મળતા જ લગ્નની ખુશીનો વાતાવરણ અચાનક જ શોક મગ્ન થઈ ગયું. દુલ્હન બનેલ રાધા પણ દુલ્હનના જ કપડામાં હોસ્પિટલ પહોચી ગઈ હતી. રાધા ખુબ જ રડી રહી હતી ઉપરાંત પોતાના નાના ભાઈ શનિને આમ જોતા રાધા તરત બેભાન થઈ ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ