મેક અપ વગર આ રીતે દેખાવો બધા કરતા સો સ્માર્ટ, લોકો જોતા રહી જશે તમારી સામે

કુદરતી રીતે જ મેકઅપ વગર સુંદર દેખાવા અપનાવો આ ટીપ્સ

શું તમે સુંદર દેખાવા માટે કલાકોના કલાકો અરિસા સામે વિતાવો છો. તમને જણાવી દઈએ કે મેકઅપ ચોક્કસ તમારા ફિચર્સને સુંદર ઉભાર આપે છે પણ તમારી સુંદરતા માટે તમારે સંપૂર્ણપણે મેકઅપ પર આધારિત રહેવું યોગ્ય નથી. પણ કુદરતી રીતે સુંદર રહીને પણ તમે તમારી જાતને વ્યક્ત કરી શકો છો. તમને એવું લાગતું હશે કે શું મેકઅપ વગર પણ તમે સુંદર લાગી શકો છો ખરા ? તો તમને જણાવી દઈએ હા. અને તે માટે જ અમે કેટલીક ટીપ્સ તમારા માટે લાવ્યા છે જે તમને કોઈ પણ જાતના મેકઅપ વગર સુંદર આકર્ષક દેખાડી શકે છે.

સુંદર ચમકતી ત્વચા માટે સ્વસ્થ આહાર લો

એક કહેવત છે તમે જે ખાઓ છો તે જ તમે બનો છો. તમારા સૌંદર્ય માટે તો આ કહેવત સો ટકા લાગુ પડે છે. એક પોષણ યુક્ત ખોરાક તમને ચોક્કસ સ્વસ્થ ત્વચા આપે છે. તમારે તમારા ખોરાકમાં ફળો તેમજ શાકભાજીઓનો રોજ સમાવેશ કરવો જોઈએ. ત્વચા માટે તમારે ઓમેગા – 3 ફેટી એસિડ યુક્ત ખોરાક લેવો જોઈએ જેવા કે અળશી, અખરોટ, વિટામીનથી ભરપૂર ખોરાક જેમ કે સંતરા, શક્કરીયા, કોળાનો સમાવેશ તો તમારે તમારા ખોરાકમાં કરવો જ જોઈએ.

image source

આ ઉપરાંત તમારે તમારા ખોરાકમાં પ્રોટીનથી ભરપૂર ખોરાક પણ ઉમેરવો જોઈએ જે તમને ઇંડા, ચીકન, રાજમા, વિવિધ દાળો, દેશી ચણા તેમજ કોટેજ ચીઝમાંથી મળી રહે છે. આમ સંપૂર્ણ પોષણથી ભરપૂર ખોરાક તમારા શરીરને તો સ્વસ્થ બનાવે જ છે પણ તમારી ત્વચાને પણ અંદરથી સુંદર બનાવે છે અને એક અનોખી ચમક આપે છે.

ક્વોલીટી સ્લીપ લો

તમે અંદરથી કેવું અનુભવો છો અને તમે કેવા લાગો છો આ બન્ને બાબતને એક ઉચ્ચ ગુણવત્તાની ઉંઘ અસર કરે છે. ઉંઘને ક્યારેય ટાળવી નહીં અને દીવસ દરમિયાનની સાત કલાકની રાત્રીની ઉંઘ તો તમારે કોઈ પણ સંજોગોમાં લેવી જ જોઈએ. તે તમને રીચાર્જ કરે છે. ઉંઘ પુરી કરવાથી તમારી ત્વચામાં ગ્લો આવશે, આંખની આસપાસ કાળા કુંડાળા પણ નહીં પડે તેમજ ઉંઘ દરમિયાન સ્કીન નવા કોલેજન પણ ઉત્પન્ન કરે છે. માટે હવે તમારી ઉંઘ અને તમારી વચ્ચે બીજા કોઈને પણ ન આવવા દો અને ઘસઘસાટ ઉંઘો.

સ્વસ્થ ત્વચા માટે નિયમિત વ્યાયમ કરવાનુ રાખો

શારીરિક પ્રવૃત્તિ તમારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમે કોઈ કામમાં વ્યસ્ત રહેતા હોવ પણ રોજ નિયમિત વ્યાયમ કરવો જ જોઈએ, પછી તમે જીમ જાઓ કે દોડો કે પછી યોગા કરો. એ સાબિત થઈ ચૂક્યું છે કે નિયમિત વ્યાયમ તમારી ત્વચા તેમજ તમારા મૂડને સુધારે છે. દર અઠવાડિયે તમારે ઓછામાં ઓછી ત્રણ કલાક તો શારીરિક પ્રવૃત્તિઓ કરવી જ જોઈએ.

પુષ્કળ પાણી પીવો

image source

તમે જ્યાં ક્યાંય પણ જાઓ તમારી સાથે એક પાણીની બોટલ તો ચોક્કસ રાખો જ. દીવસ દરમિયાન ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ, તેનાથી શરીરનું ઝેર બહાર નીકળી જશે અને તમારી ત્વચા વધારે જીવંત બનશે અને કરચલીઓ પણ તમારી ત્વચાથી દૂર રહેશે. પાણી ઉપરાંત તમે કાકડી, લીંબુ, ઝુકીની, ફુદીના અને અન્ય રંગીન શાકભાજી લઈ તેમાંથી પણ એક ડીટોક્સ ડ્રીંક બનાવીને તમે પી શકો છો.

ત્વચાની સંભાળ લેવામાં ક્યારેય આળસ ન કરો

image source

ત્વચાની સંભાળ માટે તમારા માટે તમારી ત્વચાનો પ્રકાર જાણવો જરૂરી છે જેથી કરીને તમારી ત્વચા માટે કેવા પ્રકારનું રુટીન મદદ કરી શકે તે વિષે તમે જાણી શકો. સ્વસ્થ ત્વચા માટે ટોનીંગ તેમજ મોઇશ્ચરાઇઝીંગ અત્યંત જરૂરી છે. તમારે સવારે તેમજ રાત્રે સુતી વખતે એક ચોક્કસ સ્કીન કેર રુટીનને ફોલો કરવું જોઈએ. અને જો તમે તેમ કરશો તો ગેરેન્ટીથી તમારી ત્વચા સુંદર બનશે જ. કોઈ પણ સંજોગોમાં રાત્રે સુતા પહેલાં તમારે તમારી ત્વચા સાફ કરીને જ સુવું. તેમ નહીં કરવાથી તમને વિવિધ ત્વચાની સમસ્યાઓ નડશે.

તમે જે વસ્તુઓ વાપરો છો તેમાં શેનો ઉપોયગ થયો છે તે વિષે સજાગ બનો

જેમ તમારા પેટમાં જે વસ્તુઓ જાય છે તેની અસર તમારા સ્વાસ્થ્યને થાય છે તેવી જ રીતે તમે તમારી સ્કીન પર જે કોઈ પણ કોસ્મેટીક વાપરો તેમાં વપરાતા ઇનગ્રેડીયન્ટ બાબતે જાગૃત રહો. તમે તમારી ત્વચા પર જે કંઈ પણ લગાવો છો તેમાંનું 60 ટકા તમારી ત્વચા શોશી લે છે માટે તમારા માટે તે બાબતે જાગૃત રહેવું જરૂરી છે. તમારે તેવા ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ જેમાં પેરાબેન્સ, પેટ્રોકેમિકલ્સ અને સલ્ફેટ્સનો ઉપયોગ થતો હોય, કુદરતી સામગ્રીઓમાંથી બનેલી જ પ્રોડક્ટનો ઉપયોગ કરો.

માનસિક તાણને તમારા પર હાવી ન થવા દો

image source

આજે લગભગ દરેક વ્યક્તિ વ્યસ્ત જીવનશૈલી જીવી રહી છે અને તેવામાં માનસિક તાણ રહે તે સ્વાભાવીક છે પણ તે તમારા કંટ્રોલ બહાર જતી રહે તેવું ન થવું જોઈએ. તેનાથી તમારા આંતરિક સ્વાસ્થ્યને તો નુકસાન થાય જ છે પણ સાથે સાથે તમારા દેખાવ એટલે કે તમારી ત્વચા તેમજ તમારા વાળ પર પણ તેની અસર થાય છે. માટે તમારે માનસિક તાણથી દૂર રહેવા વિવિધ રસ્તા અપનાવવા જોઈએ. જેમ કે તમે કોઈ મનગમતું મ્યુઝિક સાંભળી શકો છો અથવા તો ગ્રીન ટી લઈ શકો છો અથવા તો પંદરેક મીનીટ મેડીટેટ કરી શકો છો.

સનસ્ક્રીન ફરજીયાત વાપરવાનું રાખો

સનસ્ક્રીન એ કોઈ વિકલ્પ નથી પણ એ જરૂરિયાત છે. તમારી ત્વચા જે ઉંમર પહેલાં જ વૃદ્ધ થવા લાગે છે તે તેની પાછળ સુર્યના પારજાંબલી કીરણો જવાબદાર છે. જો તમે નિમયિત સનસ્ક્રીન લગાવીને જ બહાર જશો તો તમને ચોક્કસ લાભ થશે. ત્વચાને સૂર્યના કીરણોથી બચાવવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં તમારે ઓછામાં ઓછું SPF 30 વાળુ સનસ્ક્રીન લગાવું જ જોઈએ.

ગ્રીન ટી

image source

ગ્રીન ટી ઘણા બધા હેલ્થ કોન્શિયલ લોકો લેતા હોય છે જેની પાછળ એક કારણ છે અને તે એ છે કે તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષકતત્ત્વો અને એન્ટીઓક્સીડન્ટ્સ રહેલા છે જે તમારા શરીરને પુષ્કળ લાભ પહોંચાડે છે. તેમાં રહેલા કેટેચીન્સ તત્ત્વથી તમારા શરીરના સેલને નુકશાન થતું અટકે છે. તે તમારા શરીરમાં લોહીના ભ્રમણને સુધારે છે તેમજ કોલેસ્ટેરોલ સ્તર તેમજ બ્લડ પ્રેશરને નીચું લાવે છે. માટે ગ્રીન ટીની ટેવ પાડો.

ત્વચાને નિયમિત એક્સફોલિયેટ કરો

તમારે તમારી ત્વચા સંભાળના રુટીનમાં એક્સફોલિએશનનો સમાવેશ ચોક્કસ કરવો જ જોઈએ. તે જ તમારી ત્વચાને રેડીયન્ટ બનાવે છે. તમારી ત્વચા અવારનવાર મૃત કોષો છુટ્ટા પાડે છે જે નવા કોષોને જન્મ આપે છે અને તમારી ત્વચાને પણ હેલ્ધી બનાવે છે. તો આ કુદરતી પ્રક્રિયાને મદદ કરવા તમારે અઠવાડિયે એકથી બે વાર તો એક્સફોલિએશન કરી જ લેવું. જે તમારા બ્લેકહેડ્સ, ખીલ વિગેરેની સમસ્યા પણ દૂર કરશે. તમે ઘરે ચણાનો લોટ અથવા મધ કે પછી કોફી સ્ક્રબ બનાવીને પણ જાતે જ ત્વચાને એક્સફોલીએટ કરી શકો છો.

યોગ્ય વસ્ત્રો પહેરો

image source

તમે જે પહેરો છો તે દર્શાવે છે કે તમે તમારી જાતને કેવી રીતે રજૂ કરો છો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે તમારા શરીરને યોગ્ય રીતે ફીટ થાય તેવા વસ્ત્રો પહેરો. વધારે પડતાં ચુસ્ત કે વધારે પડતા ખુલ્લા વસ્ત્રો પહેરવાનું ટાળો. તે તમારા શેપને ખરાબ કરશે.

ડાયેટરી સપ્લીમેન્ટ પર ધ્યાન આપો

એક સ્વસ્થ ખોરાક તમારી ત્વચા તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આપણે સ્વસ્થ ખોરાક ખાવા છતાં પોષણમાં કંઈકને કંઈખ ખૂટતુ રહે છે. તો તેવા સંજોગોમાં ડોક્ટરની સલાહ લઈને તમે વીટામીન્સના સપ્લીમેન્ટ્સ લઈને પણ તે ખોટ દૂર કરી શકો છો. જો કે તમારે કાયમી ધોરણે આ ઉપાય ન અજમાવવો જોઈએ.

અવસર મળ્યે ચહેરા પર મસાજ કરવાનું ન ભૂલો

image source

એક નહીં અને બીજા દીવસે ચહેરા પર મસાજ કરવાથી તમારા ચહેરા પર ઉપસી આવતી પાતળી રેખાઓ તેમજ કરચલીઓ દૂર થઈ જશે અને તમારી ત્વચા ચુસ્ત બનશે. તેના માટે તમે કોઈ લોશન કે પછી કોપરેલ તેલનો ઉપોયગ કરી શકો છો.

જંક ફૂડને સદંતર ઓછું કરી દો

જંક ફૂડમાં, અસ્વસ્થ ખોરાક જેમ કે બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇ, સોડા, તળેલો ખોરાક, ખાંડથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જો તમને મદ્યપાન અને ધૂમ્રપાનની ટેવ હોય તો તેને પણ બંધ કરી દેવી જોઈએ. આ વસ્તુઓ માત્ર તમારી ત્વચાને જ નથી નુકસાન કરતી પણ શરીરના આંતરિક અંગોને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.

તમારા પોશ્ચર પર સતત ધ્યાન આપો

એક યોગ્ય પોશ્ચર તમને માત્ર તમારું કામ કાર્યક્ષમ રીતે કરવામાં જ મદદ નહી કરે પણ તમારી એક ખાસ પ્રકારની છાપ પણ તમારી આજુબાજુના લોકો પર પાડશે. ખુંધ કાઢીને ચાલવું કે બેસવું તે તમારા શરીરને પણ નુકસાન કરશે અને તમારી છાપને પણ. માટે હંમેશા ટટ્ટાર બેસો, ચાલો અને ઉભા રહો તમારા પોશ્ચર પ્રત્યે સતત સજાગ રહો.

તમારી જાતને પંપાળો

image source

તમારે તમારી જાતને માથાથી પગ સુધી અપટુ ડેટ રાખવાની છે. તે તમને એક અનોખી ફિલિંગ આપશે. તમારી જાતને પંપાળો, મેનીક્યોર પેડીક્યોર માટે સલૂનમાં જાઓ. તેમજ નિયમિત રીતે તમારી આઇબ્રોને ટ્રીમ કરાવવાનું રાખો તે તમારા ચહેરાને ડીફાઈન કરે છે. નિયમિત રીતે વેક્સિંગ પણ કરાવો. નિયમિત નાહવાનું રાખો, તમારા વાળની સંભાળ રાખો.

નાઇટ ક્રીમને તમારા રૂટીનમાં શામેલ કરો

નાઇટ ક્રીમ વાપરવાથી તમે સવારે ઉઠશો ત્યારે તમારી ત્વચા તાજી લાગશે. તમારા ચહેરાની ત્વચાને સુંદર દેખાડવા માટે તમારે નાઇટ ક્રીમનો ઉપયોગ કરવો જ જોઈએ. દીવસ દરમાયન આપણે બધા પ્રદૂષણ, ધૂમાડા તેમજ સૂર્ય માટે ખુલ્લા હોઈએ છે તેમજ હવામાં ફરતા ફ્રી રેડીકલ્સ તમારી ત્વચાને અત્યંત નુકસાન પહોંચાડે છે. અને માટે જ તમારે રાત્રી દરમિયાનના સમયને તમારી ત્વચાની સંભાળ માટે ફાળવવો જોઈએ જેથી કરીને તમારી ત્વચાને પુરતું પોષણ તેમજે મોઇશ્ચર મળી રહે. તેના માટે તમારે ઉચ્ચ ગુણવત્તાવાળી નાઇટ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

વાળને પણ ટ્રીમ કરાવતા રહો

વાળને નિયમિત ટ્રીમ કરાવવાથી તેનો દેખાવ તો સારો રહે જ છે પણ તેનાથી તમારા વાળને ઘણા ફાયદા પણ થાય છે. તેનાથી તમારા બે મોઢાવાળા વાળ દૂર થાય છે, વાળના બ્રેકેજ ઓછા થાય છે, વાળ થોડા ઘેરા અને શાઈની લાગે છે. જો તમે તમારા વાળ લાંબા કરવા માગતા હોવ તો તો તમારે તમારા વાળને ખાસ ટ્રીમ કરાવવા જોઈએ.

તમને ખૂશ રાખતી પ્રવૃત્તિઓમાં ભાગ લો

image source

બીજા બધા કરતાં વિશેષ મહત્ત્વનું એ છે કે તમે ખરેખર ખુશ રહો. રોજીંદો મેન્ટલ સ્ટ્રેસ અને એકધારું જીવન તમારામાં રહેલા ઉત્સાહને ઓછો કરી દે છે અને તેના કારણે તમે ઉદાસ પણ રહેવા લાગો છો. માટે જ તમારે તમારા માટે થોડો સમય કાઢવો જોઈએ અને તમારી જાતને કોઈ એવી પ્રવૃત્તિઓમાં રોકવી જોઈએ જેમાંથી તમને ખુશી મળે પછી તે પેઇન્ટીંગ પણ હોઈ શકે, સાઇકલીંગ, મ્યુઝિક સાંભળવું, કુકીંગ, ડાન્સિંગ કંઈ પણ હોઈ શકે. હમેશા તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લો જે તમારા મનને ખુશ રાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ