પ્રેગનન્સીમાં થતી મોર્નિંગ સમસ્યાને દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ

આમ તો પ્રેગ્નેસીના શરૂઆતના ત્રણ મહિનામાં મોર્નિંગ સિકનેસ કે મચલનની સમસ્યા થવી ખૂબ સામાન્ય વાત છે પરંતુ કેટલીક મહિલાઓને આ સમસ્યાનો સામનો પૂરી પ્રેગ્નેનસી દરમિયાન કરવો પડે છે. આપ કેટલાક ઉપાયો અપનાવીને મચલનથી રાહત મેળવી શકો છો.

પ્રેગ્નેનસીમાં મચલન થવી એ સામાન્ય વાત છે અને તેનાથી થનાર બાળકને કોઈ ખતરો નથી હોતો. દરેક મહિલાઓને પ્રેગ્નેનસીના લક્ષણ એક જેવા નથી હોતા. જ્યાં કેટલીક મહિલાઓમાં ફક્ત મચલન અને ઉબકાઓ મહેસુસ થાય છે, ત્યાંજ કેટલીક મહિલાઓની સાથે સતત ઊલટીઓ થયા કરે છે.

આમ તો પ્રેગ્નેનસીના શરૂઆતના ત્રણ મહિના સુધી મોર્નિંગ સિકનેસ કે મચલનની સમસ્યા થવી ખૂબ સામાન્ય વાત છે પરંતુ કેટલીક મહિલાઓને આ સમસ્યા પ્રેગ્નનેસીના નવ મહિનાઓ સુધી બની રહે છે.

image source

હવે અમે આપને આ મચલન કે મોર્નિંગ સિકનેસથી રાહત મેળવવામાં કેટલાક ઉપાયો જણાવીશું જે અપનાવીને આપ પણ આપની મોર્નિંગ સિકનેસની સમસ્યામાં રાહત મેળવી શકો છો.

પથારી માંથી ધીરે ધીરે ઊઠવું:

image source

પથારી પરથી આરામથી અને ધીરે ધીરે ઊઠવું. પીઠને ટેકો આપતા ધીરે ધીરે બેઠા થાવ અને એક મિનિટ રાહ જોયા પછી જ ઊભા થવું. પથારી માંથી ઝડપથી કે અચાનક ઊભા થવાથી મચલન ઘણી વધી શકે છે.

ખાલી પેટ રહેવું નહિ.:

image source

ખાલી પેટ ગર્ભવતી મહિલાને મોર્નિંગ સિકનેસ વધી શકે છે. આ કારણે ગર્ભવતી મહિલાને સવારના સમયે મચલન કે ઊબકા જેવું મહેસુસ કરે છે. સવારે ખાલી પેટ પથારી થી ઊઠવું નહિ. પથારીમાં સૂતા સૂતા જ સૂકા ટોસ્ટ કે બિસ્કિટ જેવું કઈક ખાઈ લેવું જોઈએ. આ નાસ્તો આપે ધીરે ધીરે કરવો, ત્યાર પછી જ પથારીમાંથી ઊભા થવું.

થોડું થોડું કરીને ખાવ:

image source

એકસાથે પેટ ભરીને ખાવાને બદલે થોડું થોડું ખાતા રહેવું સારું રહેશે. એનાથી આપને બેચેની કે ઊલટી જેવું મહેસુસ નહિ થાય. પોતાની પાસે હમેશા હળવો નાસ્તો રાખો, જેથી દિવસભર આપ તે થોડો થોડો કરીને ખાઈ શકો.

પ્રોટીનથી ભરપૂર આહાર લો.:

image source

એવા ફૂડ આઇટમ્સ ખાવ જે સરળતાથી પચી જાય અને તે પ્રોટીન અને વિટામિન બી થી ભરપૂર હોય. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે થોડું થોડું ડ્રાઈફ્રૂટ્સ ખાટા રહો.

ખૂબ પાણી પીવો.:

image source

પ્રેગ્નેનસી દરમિયાન ખૂબ પાણી પીવું. જો કે ક્યારેક ક્યારેક પેટમાં ભારેપણાંનો એહસાસ થાય છે અને પાણી પીવામાં પણ તકલીફ મેહસુસ થાય છે, જેનાથી મચલન થવા લાગે છે. ખાવાની વચ્ચમાં પણ થોડું પાણી પી શકો છો. આખા દિવસમાં ઓછામાં ઓછા ૮ થી ૧૨ ગ્લાસ પાણી પીવું.

લીંબુ સૂંઘવું.:

image source

કાપેલા લીંબુની સુગંધ મચલનથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. ઊલટી જેવું મહેસુસ થવા પર આપ લીંબુ પાણી પણ પી શકો છો. લીંબુ પાણી પીવાથી આપને તાજગીનો એહસાસ પણ થશે.

પર્યાપ્ત આરામ કરો.:

image source

પ્રેગ્નેનસીમાં થાક અને તણાવ થી મચલનની સમસ્યા વધારે વધે છે. જ્યારે પણ આપને એવું મહેસુસ થાય છે તો આરામ કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ