4 કરોડનું દહેજ ઠુકરાવીને ફક્ત 1 રૂપિયો લઈને વરરાજાએ જે કહ્યું એ જાણીને તમને પણ થશે ગર્વ !!

દોસ્તો,આ દિવસોમાં લગ્નનો માહોલ ખૂબ જોર-શોરમાં ચાલી રહ્યો છે.ફક્ત સામાન્ય માણસ જ નહિ પણ બોલીવુડ ઈંડસ્ટ્રીઝમાં પણ લગ્ન ખૂબ ધૂમધામથી થઈ રહ્યા છે.પ્રખ્યાત હસ્તીઓનાં મોંઘા લગ્ન ખૂબ ચર્ચામાં રહે છે અને અવારનવાર તેમના પર સવાલો પણ ઉઠે છે.આ વચ્ચે હરિયાણામાં એક એવા લગ્ન થયા છે જેના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.ખાસ કરીને વરરાજએ લગ્ન પહેલા જે માંગણી રાખી,તેના સબંધમાં કહેવાય રહ્યુ છે કે હવે સમાજને આવા મુદ્દા પર ગંભીરતાથી વિચારવું જોઈએ.વાત કંઈક એમ છે કે ,આ લગ્ન ફક્ત ૧ રૂપિયામાં પુરા થઈ ગયા.તેના માટે લગ્નમાં કોઈ વાજાની ધૂમ નહોતી કે ન કોઈ પ્રકારનો ફાલતું ખર્ચો.વરરાજા પોતાના અમૂક સગા વ્હાલા સાથે જાન લઈને આવ્યા અને તેને વગર કોઈ દહેજ કે રોકડાએ લગ્ન કર્યા.લગ્નનાં અમુકફોટા દિવસોમાં સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે,જેના બાદ આ દંપતિને દેશ-વિદેશથી શુભકામનાઓ મળી રહી છે.
હરિયાણાના સિરસા સ્થિત આદમપુર વિસ્તારમાં આ લગ્ન સમાજ માટે એક સંદેશ આપી ગયા.વરરાજા બનેલા બલેન્દ્રએ લગ્ન પહેલા આ ૪ શરતો રાખી દીધી હતી.પહેલી શરત હતી બેંડ-વાજા નહિં વાગે,બીજી પંડિત નહિ બોલાવવામાં આવે,ત્રીજું દહેજ નહિ લેવામાં આવે અને ચોથી કન્યાદાનની વિધી ફક્ત એક રૂપિયો અને નાળિયેર આપી પૂરી કરવામાં આવે.ટલુ જ નહિ,વરરાજાએ તો ત્યાં સુધી કહયું કે “તમને પોતાની દિકરી આપી દીધી એ જ ઘણુ છે”.આ વાત પર દુલ્હન કાંતા અને તેમના પરિવારજનો સહમત થઈ ગયા.આ પહેલા દિકરીનાં પરિવારજનો વરરાજાને ૪ કરોડ રૂપિયા દહેજનાં રૂપમાં આપવાના હતા પણ,જ્યારે બલેન્દ્ર પોતાના ગણેલા-ચૂણેલા સગા સાથે જાન લઈને આવ્યા તો તેમને ભેટ તરીકે એ ક રૂપિયો અને નાળિયેર સ્વિકાર કર્યુ.જાનમાં ન તો કોઈ બેંડ વાજા હતા અને કોઈ ભારે ભરખમ સજાવટ કરવામાં આવી હતી.આ લગ્ન પર સ્થાનિય લોકોએ કહ્યું કે જો સમાજમાં દરેક પરિવાર આવી પહેલ કરે તો ન ફક્ત હાલાત સારા થશે પણ,દિકરીઓ ની શિક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવી શકશે.જણાવવામાં આવી રહ્યું છે કે વરરાજા બલેન્દ્ર “ચૂલી ખૂર્દ”ગામનાં રહેવાસી છે.તેમના પિતાનું નામ છોટૂરામ ખોખર અને માતાનું નામ સંતોષ છે.ત્યાં જ,ભજનલાલની પુત્રી કાંતા ખૈરમપુરથી છે.દુલ્હા દુલ્હન ઉચ્ચ શિક્ષત છે.કાંતા જીએ નએ મનો કોર્ષ કરી ચૂકી છે.બલેન્દ્રનાં આ નિર્ણયથી બન્ને પરિવાર ખૂબ ખુશ છે.બલેન્દ્રએ પોતાના ગામમાં પણ લગ્નને લઇને કોઈ દેખાડો નથી કર્યો.સાથે જ સગા સંબંધીઓ થી કોઈ પ્રકારનાં ઉપહાર કે નેગ પણ સ્વિકાર નથી કરવામાં આવી.ફક્ત એક રૂપિયો અને નાળિયેર સાથે આ લગ્ન સંપન્ન થયા.