લિજજત પાપડ – મહિલા શક્તિની એક એવી કહાની, જે તમે નહી ક્યારેય સાંભળી હોય !!!

આજે એક એવા સ્ટાર્ટ અપ ની વાત કરવી છે જેને માત્ર નફા કારક ઉન્નતી જ નથી કરી એને પોતાની સંસ્થા ની ઉન્નતી સાથે સાથે નારી સમાજ ની પણ ઉન્નતી કરી છે. હા, હું વાત કરવા જઈ રહ્યોં છું “શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ” જેને લોક લાડીલા નામ “લિજ્જત” થી વધુ ઓળખે છે.આ મહિલા સ્ટાર્ટ અપ ૧૯૫૯ માં માત્ર ૮૦ રૂપિયા ના મૂડી રોકાણ સાથે કરવામાં આવ્યું હતું, જે બોમ્બે (હાલ મુંબઈ) ની સાત ગુજરાતી મહિલા ઓ દ્વારા છગનલાલ કરમસી પારેખ પાસે થી ૮૦ રૂપિયા ની લોન લઇ લિજ્જત ની શરૂઆત કરી હતી. આ સાત મહિલા દ્વારા પોતાની રસોઈ કળા ના ઉપયોગ વડે મુંબઈ જેવા મહાનગર માં પોતાના જીવન નિર્વા ચલાવન ઉપદેશ થી લિજ્જત ની શરૂઆત કરી. તેમને એક નુકસાન કરતી પાપડ બનાવતી ફર્મ ખરીદી અને જરૂરીયા મુજબ પાપડ બનવા માટે ના અસ્સેટ ખરીદયા. ૧૫ માર્ચ ૧૯૫૯ માં તેમણે એક મકાન ના ધાબા ઉપર ચાર પેકેટ પાપડ બનાવાયા અને ધુલેશ્વર ના વેપારી ને વેચવાના ચાલુ કાર્ય. શરૂઆત થોડી કપરી હતી ત્યાંજ આ મહિલાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ભલે નુકસાન જાય પણ કોઈ નું દાન કે દયા ના ખાવી. ત્યાં તેમની મદદ એ અવાય છગનલાલ પારેખ, આ મહિલા બે પ્રકાર ના પાપડ બનાવતી અને વેચતી એ પણ ખુબજ વ્યાજબી ભાવ માં, છગનલાલ એ તેમને સલાહ આપી કે સસ્તા નહી ઉત્તમ પાપડ નું ઉત્પાદન કરો અને ગુણવત્તા જાળવો. આ સાથે સાથે મહિલા ને સોના જેવી શિખામણ આપથ ગયા કે કોઈ પણ સંસ્થા ને સફળ થવા માટે તેનું એકાઉન્ટ ખુબ સારી રીતે જાળવવું જરૂરી છે. બસ પછી છગન કાકા ની શિખામણ તેમને સિરે ચઢાવી અને લાગી પડ્યા, તમે વિશ્વાસ નઈ કરો પણ આ મહિલા ઉદ્યોગ એ ત્રણ જ મહિના માં પોતાન ની સાથે બીજી ૨૫ મહિલા ને જોડી દીધી અને પાપડ બનવાના બીજા સાધન, સામગ્રી, ચુલા, કઢાઈ ખરીદી લીધા. એક વર્ષ ના અંતે આ સંસ્થા નો વાર્ષિક નફો રૂ.૬૧૯૬ હતો.પાપડ નો સ્વાદ લોકો ના મોઢે ચડવા માંડ્યો અને સંસ્થા ની ઉન્નતી દિવસે ને દિવસે વધતી ગઈ, બીજા વર્ષ ના અંતે તેમની સાથે બીજી ૧૫૦ મહિલા જોડાઈ જયારે આ આકડો ત્રીજા વર્ષ ના અંતે ૩૦૦ ને પર થી ગયો હતો. ત્રણ વર્ષ ની અંદર આ સંસ્થા નો વાર્ષિક નફો ૧૮૨૦૦ ના પર પહોચી ગયો. ૧૯૬૨ માં મલાડ માં તેમણે એક નવી શાખા સારું કરી જેનું નામ રાખ્યું “લિજ્જત” જે ધીરજબેન રૂપરેલ એક ઇનામી યોજના દ્વારા સૂચવ્યું હતું અને તેમને આના બદલ રૂ.૫ નું ઇનામ પણ મળ્યું હતું.આજે આ સંસ્થા ની ૭૯ બ્રાંચ, ૨૭ વિભાગ, અને ઓફિસર લેવેલ નો સ્ટાફ લગભગ ૪૩૦૦૦ જેટલો છે. તેમનું કુલ ટર્ન ઓવર ૮૨૯ કરોડ છે જેમાં ૩૬ કરોડ નું એક્ષ્પોર્ટ છે.

તો મિત્રો જયારે પણ લિજ્જત પાપડ ખાવાના થય ત્યારે ત્યારે આ નારી શક્તિ ને એક વાર જરૂર સલામ કરજો. “નારી તું નારાયણી”