કોરોના વાયરસને કારણે વાંદરાઓ વચ્ચે થઇ જોરદાર મારામારી, વિડીયો જોઇને બોલી ઉઠશો OMG!

કોરોના વાઇરસના કારણે વાંદરાઓમાં થયું મહાભારત, જેનો વિડીયો વાઇરલ થવાનું કારણ જાણીને તમારી આંખો ફાટી રહી જશે.

ચીનનો આ જીવલેણ કોરોના વાયરસ હવે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં, મૃત્યુના આ કોરોના વાયરસે ચીન સિવાય ભારત સહિત અન્ય 80 દેશોને જોત જોતામાં પોતાની ઝપટમાં લઇ લીધા છે. અત્યાર સુધીમાં, વિશ્વભરમાં 3202 લોકો મૃત્યુ પામ્યા છે અને 93160 લોકોને ચેપ લાગ્યો છે. આમાં સૌથી વધુ 2981 મૃત્યુ ચીનમાં થયા છે, ત્યારબાદ ફક્ત ઇટાલીમાં 79 અને ઇરાનમાં 77 લોકોનું મૃત્યુ થયું છે. WHO એ તેને COVID-19 આપ્યું છે. હજી સુધી કોરોના વાયરસની કોઈ રસી અથવા સારવાર મળી નથી, હજી વૈજ્ઞાનિકો તેના માટે કોઈ ઈલાજ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

image source

કોરોના વાયરસનો ભય હવે ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. કોરોના વાયરસના ભયથી ચીને તેના ઘણા ખરા શહેરોને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. તેથી, અહીં રહેતા લોકોનું જનજીવન પણ સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું છે. પરંતુ ચીનના હુબેઇ પ્રાંતની હાલત અંત્યત કફોડી જણાઈ રહી છે.

હવે કોરોના વાયરસ આખા વિશ્વ માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ દરમિયાન એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં હજારો વાંદરાઓની એકબીજા સાથે લડાઈ થઈ રહી છે. આ લડત ખોરાક માટે થઈ રહી છે અને તે પણ માત્ર એક ફળ કેળા માટે આ થઈ રહ્યું છે. આ વીડિયોને લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવ્યો હતો.

image source

એક અહેવાલના જણાવ્યા મુજબ, આ ઘટના થાઇલેન્ડના લોપ બુરી જિલ્લાની છે. જે ટૂરિસ્ટ હબ તરીકે ઓળખાય છે. પરંતુ હાલમાં કોરોના વાયરસને કારણે છેલ્લા ઘણા દિવસોથી કોઈ અહીં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં ત્યાંના વાંદરાઓને ખાવા માટે કંઈ જ મળી રહેતું નોહતું. આ જ આ વાંદરાઓની લડાઈનું પરિણામ છે. એક કેળું એક વાંદરાના હાથમાં અથડાયું અને બધા જ વાંદરા તેને લેવા તેની પાછળ દોડી ગયા.

image source

વાંદરાઓના આ આતંકને ધમાલ-મસ્તીને જોઇને અહીંના સ્થાનિક લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયો છે. એક સ્થાનિક નાગરિકે એ પણ જણાવ્યું હતું કે, આ વાંદરાઓ છેલ્લા ઘણાં વર્ષોથી અહીં આ જ જગ્યાએ રહે છે, પરંતુ આજદિન સુધી તેઓ ક્યારેય આ રીતે એક કેળા માટે એકબીજા વાંદરાઓ સાથે આટલી ઉગ્ર રીતે લડતા જોવા મળ્યા નથી.

હકીકતમાં, જ્યાં વાંદરાઓ લડતા હોય છે ત્યાં એક મંદિર છે. તેથી, અહીં દર્શનાર્થે આવતા લોકો વાંદરાઓને કંઈક ને કઈંક ખાવા માટે આપે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લોકો કોરોના વાયરસના ભયના લીધે આવતા ન હોવાથી, આવી સ્થિતિમાં વાંદરાઓના જીવનને પણ આ ભયની આ સ્થિતિની ભારે અસર થઈ છે. ચાલો તમને એ પણ જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર પણ પ્રભાવિત અસર થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ