80 કિ.મીનું અંતર કાપીને પતિ પત્નીને લાવે છે પરિક્ષા અપાવવા, અને પરિક્ષા કેન્દ્ર બહાર 5 મહિનાની દીકરીને ઝુલાવે છે પારણે

વડોદરા જીલ્લામાં આવેલ રણોલી ગામના પોસ્ટ માસ્તર હાર્દિક સોલંકીની પત્ની પાયલ સોલંકીએ બીએના પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા આપી છે પાયલ સોલંકી પરીક્ષા આપી શકે તે માટે આ સોલંકી દંપતી પોતાની સાથે પાંચ મહિનાની દીકરીને પણ સાથે લઈને લગભગ ૮૦ કિલોમીટર જેટલું અંતર કાપીને અમદાવાદની કોલેજમાં પત્ની પરીક્ષા આપે છે તે કોલેજના પ્રાંગણમાં પતિ દીકરીને સાચવે છે.

image source

હાર્દિક સોલંકી જણાવે છે કે, વર્ષ ૨૦૧૭માં તેમના અને પાયલના લગ્ન થયા ત્યાર પછી સપ્ટેમ્બર ૨૦૧૯માં દીકરીનો જન્મ થયો હતો. લગ્ન પછી પણ પાયલ સોલંકીએ ધગશ સાથે ભણીને લગ્ન પછીના બે વર્ષમાં ચાર સેમેસ્ટર ક્લીઅર કરી દીધા હતા. પાયલ સોલંકી અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએશનનું ભણી રહી છે. જયારે પાંચમા સેમેસ્ટરની પરીક્ષાને એક મહિનાની વાર હતી ત્યારે પાયલ સોલંકીએ પોતાની દીકરીને જન્મ આપ્યો હોવાથી પાયલ પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા આપી શકી નહી.

એક દીકરીના જન્મ પછી પાયલ સોલંકી હવે રીપીટર તરીકે પરીક્ષા આપી રહી છે. પાયલને પરીક્ષા અપાવવા માટે હાર્દિક સોલંકી પાયલને સુરત તેના પિયરથી ઘરે લઈ આવ્યા છે અને દરરોજ અમદાવાદની એચ.કે. કોલેજમાં પોતાની પત્ની પાયલને પરીક્ષા આપી શકે તે માટે લઈને આવે છે. હાર્દિક સોલંકી તેમજ સોલંકી પરિવારનું માનવું છે કે, ‘મહિલાનું શિક્ષણ એક એવી જ્યોત છે જે બે ઘરને ઉજાળે છે. જો માતા શિક્ષિત હશે તો જ તે આવનાર પેઢીને શિક્ષિત બનાવશે આવું અમારા પરિવારનું માનવું છે.

image source

હાલમાં વડોદરા જીલ્લાના રણોલી ગામમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવી રહેલ હાર્દિક સોલંકી મૂળ અમદાવાદના ગુદી ગામના મૂળવતની છે. જે લગભગ ૮૦ કિલોમીટર દુર આવેલ હોવાથી રોજ સવારે હાર્દિક સોલંકી અને પાયલ સોલંકી પરોઢિયે ૪:૩૦ના સુમારે ઉઠી જાય છે ત્યાર પછી નિત્યક્રમ પૂર્ણ કરીને ૬ વાગતા અમદાવાદ આવવા માટે રણોલી ગામથી નીકળે છે. ત્યાર પછી બે કલાકની મુસાફરી કર્યા પછી બન્ને આશ્રમ રોડ પહોચે છે.

image source

ત્યાર પછી કોલેજ પર પહોચીને પાયલ દીકરીને ખવડાવી દે છે. ત્યાર પછી ૮:૩૦ વાગતા પાયલ સોલંકી પરીક્ષા આપવા જાય છે. આ પરીક્ષા ૧૧ વાગ્યા સુધી ચાલતી હોવાથી પરીક્ષાના સમય દરમિયાન કોલેજના પ્રાંગણમાં હાર્દિક સોલંકી દીકરીનું પૂરું ધ્યાન રાખે છે અને તેના માટે ઘોડિયું પણ સાથે જ લઈને આવે છે. ઉપરાંત ૩ કલાક જેટલો સમયગાળો હોવાથી હાર્દિક સોલંકી દીકરીનું ગળું સુકાઈ ના જાય તેનું પણ ધ્યાન રાખે છે. એચ.કે. કોલેજના પ્રાગણમાં જ ગાડી પાર્ક કરીને ઘોડિયું બાંધીને દીકરીને સુવડાવવાની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખે છે.

એક વખતે તો એવું લાગ્યું કે મારાથી ગ્રેજ્યુએટ નહી થવાય.

image source

દીકરીની મમ્મી પાયલ સોલંકી જણાવે છે કે લગ્ન પહેલા સુરતમાં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકી નહી. પરંતુ લગ્ન પછી પરિવારના સભ્યોએ ઉત્સાહ વધારતા અને સાથ આપતા ફરીથી ગ્રેજ્યુએશનનું ભણતર શરુ કર્યું. પહેલા ચાર સેમેસ્ટર મેં સારા માર્ક્સ સાથે પાસ કર્યું. ત્યાર પછી દીકરીનો જન્મ થયો અને મને ચિતા થઈ કે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાનું સપનું પૂરું થશે નહી.

image source

પરંતુ જયારે હાર્દિક મને લેવા માટે સુરત આવ્યા અને ત્યાર પછીથી જ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયાથી હાર્દિક દીકરીને સાંભળી રહ્યા છે. જેથી મને વાંચવાનો પુરતો સમય મળી રહે. ઉપરાંત દીકરીને સંભાળતી વખતે હાર્દિકે કોઈ ફરિયાદ કર્યા વગર સાંભળી લીધી છે. જેથી મને વાંચવામાં કે પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની ખલેલ પહોચે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ