ચારણ જાતીની આ 8 બહેનોનો એક છે અંગ્રેજ ભાઈ, રક્ષાબંધન પર બહેનો ભાઇને બાંધે છે રાખડી અને ભાઇ ભરે છે મામેરા પણ, વાંચો આ અદભુત વાત

ચારણ બહેનોનો અંગ્રેજ ભાઈ ભરે છે બહેનોના મામેરા – વાંચો ચારણ બહેનો અને અંગ્રેજ ભાઈની આ અદ્ભુત વાત

આ વાત છે રાજકોટની સીમમાં આવેલા માલધારી ચારણ પરિવારની બહેનોના એક અંગ્રેજ ભાઈની. આ અંગ્રેજ વ્યક્તિ ગુજરાતી તો બોલે જ છે પણ ચારણબોલી પણ બોલી જાણે છે. ચારણ જાતીની આ 8 બહેનોનો એક અંગ્રેજ ભાઈ છે. જે તેમની પાસે રાખડીઓ પણ બંધાવે છે અને ગુજરાતી પરંપરા મુજબ પોતાની બહેનોના મામેરા પણ ભરે છે. અને કોઈ પણ ભાઈની જેમ તે વારે તહેવારે બહેનોને ભેટ સોગાતો પણ આપે છે.

image source

8 બહેનોનો આ એક અંગ્રેજ ભાઈ લગ્નોમાં પણ હાજરી આપવાનું ચૂકતો નથી. આજે જ્યારે આપણા જ ભાઈ ભાંડરડા બે-ચાર વર્ષે પણ માંડ પોતાના દેશની મુલાકાત નથી લઈ શકતાં ત્યારે આ અંગ્રેજ વર્ષે એકવાર પોતાની બહેનોની માત્ર મુલાકાત જ નથી લેતો પણ તેમની સાથે રહે પણ છે. આ અંગ્રેજનું નામ છે રોઝન જે એક બ્રિટિશ નાગરિક છે પણ સૌરાષ્ટ્રના ચારણ પરિવાર સાથે તેમનું મન એટલું મળી ગયું છે કે તેઓ પોતાને આ કુટુંબના જ એક સભ્ય માને છે અને બહેનો માટે તેમના સગા ભાઈ કરતાં પણ સવાયી ફરજ નીભાવે છે. રોઝનને પોતાની આ માનેલી ચારણ બહેનો એટલી વાહલી છે કે તેણે પોતાની દીકરીઓના નામ પણ તેમના પરથી જ રાખ્યા છે. તેમની એક દીકરીનું નામ તેમણે રાજી પાડ્યું છે તો બીજીનું નામ બહેનોએ હેમી રાખ્યું છે.

image source

વીસ વર્ષથી રોઝનનો ચારણ બેહનો સાથે બંધાયેલો છે આ પવિત્ર સંબંધ. રોઝન વર્ષો પહેલાં ભારતને જાણવા માટે ભારત ભ્રમણ કરી રહ્યા હતા અને તે વખતે તેઓ રાજકોટ આવ્યા હતા, અને તે સમયે તેમને દૂધ આપવા આવતા ઘનાભાઈ માલાણીના કુટુંબ સાથે તેમનો પરિચય થયો. ઘનાભાઈ એક માલધારી હતા અને તેઓ રાજકોટના પાદરે કાચા ઝૂંપડામાં રહેતા હતા. માલધારી પરિવાર આપણે બધા જાણીએ છે તેમ પોતાના પશુઓની જરૂરિયાત પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળે ફરતો હોય છે ઘનાભાઈનું પણ તેમ જ હતું. પણ રોઝનની લાગણી ઘનાભાઈ સાથે જોડાઈ ગઈ હતી. અને ઘનાભાઈની દીકરીઓને તેમણે પોતાની બેહનો માની લીધી હતી.

ભારતમાં ભાઈ બહેનનો સંબંધ જેવો ગાઢ હોય છે તેવું પશ્ચિમિ સંસ્કૃતિમાં નથી હોતું પણ રોઝન ભારતમાં ફરી ફરીને પોતાને પણ ભારતના રંગે રંગી રહ્યા હતા અને તેમના પણ પોતાની આ ચારણ બહેનો સાથેના સંબંધ ગાઢ બની ગયા અને સગ્ગા ભાઈ કરતાં પણ સવાયા ભાઈ સાબિત થયા છે. ઘનાભાઈને એમ પણ કોઈ પુત્ર નહોતો અને તેની ખોટ રોઝને પૂરી કરી દીધી. રોઝન છેલ્લા વીસ વર્ષથી ઘનાભાઈના દીકરા અને તેમની દીકરીઓના ભાઈ તરીકેની બધી જ ફરજ નીભાવી રહ્યા છે.

કુટુંબની સૌથી મોટી પુત્રી લક્ષ્મીબેનની આંખો પોતાના લાડકા ભાઈ રોઝનનું નામ સાંભળતાં જ સ્નેહભરી બની જાય છે. લક્ષ્મીબેન પોતાના આ ભાઈ વિષે જણાવતા કહે છે કે તેમનો સગો ભાઈ હોત તો તે પણ રોઝન જેટલી જવાબદારીઓ ન નિભાવત. આજે રોઝન વિદેશમાં રહીને પણ ક્યારેય અમે મોકલેલી રાખડીઓ બાંધવાનું નથી ચૂકતા.

રોઝનની આ આંઠે ચારણ બહેનો એટલે લક્ષ્મીબેન, નાથીબેન, ધાકીબેન, દેવીબેન, પાલિબેન, રાજીબેન, આલિબેન, બુધીબેનના લગ્ન થયા ત્યારે રોઝને સમાજના રિવાજ પ્રમાણે ભાઈનો પૂર્ણ ધર્મ નિભાવ્યો હતો. તેણે કપડાંથી માંડીને વાસણ અને દાગીના પણ બહેનોને કરાવી આપ્યા હતા. અને રંગેચંગે બહેનોના લગ્નો કરાવ્યા હતા. માત્ર રોઝન જ નહીં પણ તેની પત્ની પણ ભાભીની ફરજ સરસ રીતે નીભાવી જાણે છે. બહેનોના લગ્નમાં આ વિદેશી ભાઈ-ભાભીએ ચારણ સમાજના રિવાજ પ્રમાણે દીકરીઓને પિત્તળની હેલી અને પરંપરાગત પહેરવેશ પણ ભેટ આપ્યા હતા.

image source

લક્ષ્મી બેન પોતાની વિદેશી ભાભીના વખાણ કરતાં જણાવે છે કે ભાઈની જેમ ભાભીને પણ બહેનો માટે ભારે સ્નેહ અને લાગણી છે. પોતાના ભાભી સાથે જોડાયેલા એક પ્રસંગને યાદ કરતાં લક્ષ્મીબેન જણાવે છે કે મારા લગ્ન બાદ 15-15 વર્ષસુધી મને સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું છેવટે 15 વર્ષે પુત્રનો જન્મ થયો પણ અધૂરા મહિને જન્મ થયો હોવાથી સંભાળની ભારે જરૂર હતી. તે સમયે છેક ઇંગ્લેન્ડથી આ ભાઈભાભી મારી સંભાળ લેવા માટે આવી પહોંચ્યા હતા. અને અમારા માટે ભાઈભાભીએ રાજકોટમાં મોટો ફ્લેટ ભાડે રાક્યો હતો અને છ મહિના સુધી મારા આ અંગ્રેજી ભાભીએ મારી કાળજીભરી સંભાળ લીધી હતી. રોઝન ભાઈ તો લક્ષ્મીબેનના દીકરાને અભ્યાસ માટે ઇંગ્લેન્ડ પણ લઈ જવા માગે છે.

એવું નથી કે આ માત્ર લાગણીના જ સંબંધો છે પણ વિદેશથી આવતા આ ભાઈ-ભાભી સંપૂર્ણ ચારણ સમાજના રંગમાં રંગાઈ જાય છે. તેમના પહેરવેશ પણ અપનાવી લે છે. અને તેમની ભાષા પણ સારી રીતે બોલી જાણે છે અને તેમનો ખોરાક પણ રસ લઈને ખાય છે. વર્ષે એકવાર જ્યારે આ બ્રીટીશ ભાઈ-ભાભી તેમના પરિવાર સાથે આવે ત્યારે પોતાની આંઠે બહેનોના ઘરે અચૂક જાય છે.

રોઝનભાઈ ગુજરાતી અને ચારણ ભાષા પણ સારી રીતે બોલી જાણે છે

image source

રોઝનને પોતાના ચારણ કુટુંબ સાથે બોલવામાં કોઈ જ મુશ્કેલી નથી થતી. કારણ કે તેઓ ખુબ જ સારી ચારણભાષા બોલી જાણે છે અને સાથે સાથે ગુજરાતી પણ બોલે છે. ચારણ બહેનો આ વિષે જણાવતા કહે છે કે શરૂઆતમાં જ્યારે રોઝન ભાઈ પરિવારની મુલાકાતે આવતા ત્યારે તેમને વાતો કરતાં એકીટસે જોઈ રહેતા અને તેમને પણ તેમની સાથે વાતો કરવાનું મન થઈ આવતું અને માટે તેમણે પહેલાં તો ગુજરાતી શીખ્યું અને ત્યાર બાદ ચારણ ભાષા પણ શીખી લીધી.

રોઝનભાઈ પત્ની સાથે મળીને આંઠે બહેનોના મામેરા ભર્યા

રોઝનભાઈનો પોતાની ચારણ બહેનો સાથેનો સંબંધ એટલો ઉંડો છે કે તેઓ પોતાની આંઠે બહેનોના બધા જ સામાજિક વ્યવહાર તેમના સાસરિયામા કરે છે. રોજન અને તેમના પત્ની મહત્ત્વના દરેક કૌટુંબિક પ્રસંગમાં હાજરી આપવાનું ચૂકતા નથી. પોતાની બહેનોના લગ્નમાં આ પતિ-પત્ની હાજર રહ્યા હતા અને કરિયાવરથી માંડીને મામેરા સુધીની બધી જ જવાબદારીઓ તેમણે ખુશી ખુશી નિભાવી હતી.

રોઝનની દીકરીઓના નામ તેમની આ ચારણ ફોઈએ પાડ્યા છે

ભારતમાં હંમેશથી પરંપરા રહી છે કે ભાઈના સંતાનોના નામ હંમેશા તેની બહેનો જ પાડે એટલે કે બાળકની ફઈઓ પાડે. અને અહીં પણ રોઝનભાઈની બન્ને દીરીઓના નામ ચારણ બહેનોએ જ પાડ્યા છે. રોઝનને બે દીકરીઓ છે જેમાંથી એકનું નામ રાજી છે અને બીજીનું નામ છે હેમી. જો કે રોઝનની જેમ તેમની દીકરીઓ ગુજરાતી બોલી સમજી નથી શકતી પણ તેણી પણ આપણા ગુજરાતીઓની જેમ પોતાના પિતાની બહેનને ફુઈ કહીને બોલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ