હાથિણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખૂબ જ દર્દનાક ખુલાસો, જાણીને તમને પણ લાગશે નવાઇ

કેરળમાં ગર્ભવતી હાથણીના પોસ્ટમોર્ટમમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જાણો શું છે કારણ

પાછળના કેટલાક દિવસોથી કેરળના પલક્કડમાં થયેલ ઘટનાના કારણે દેશ ભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આવા સમયે વધુ એક તથ્ય સામે આવી રહ્યું છે. લગભગ બધા જ જાણે છે કે વિસ્ફોટકથી ભરેલું અનાનસ ખાધા બાદ હાથિણીના મોત પર આખા દેશમાં આક્રોશ કેટલી હદે ફેલાયો હતો. હાથિણી સાથે ઘટેલી આ અમાનવીયતા પર લોકોએ માત્ર સંવેદનાઓ વ્યકત નથી કરી પણ આરોપીઓ વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી માટે દબાણ પણ કર્યું છે.

image source

જો કે આ વખતે અનેક બોલીવુડ સેલેબ્રેટીએ પણ આ ઘટનાને સમર્થન કર્યું છે. દેશ ભરમાં અનેક લોકોએ હાથિણી સાથે આવી ક્રૂર હરકત કરનારાઓને ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. માનવ જાણે પ્રાણીઓના દુશ્મન બની ચુક્યા છે એવા આ કેસમાં વધુ એક ભયાનક વાત સામે આવી છે.

મોત પહેલા હાથિણીએ 14 દિવસ સુધી કાઈ જ નોહતું ખાધું

image source

આટલા વિરોધ સામે હવે હાથિણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક નવું જ તથ્ય જાણવા મળ્યું હતું. આ સત્ય ખૂબ જ ભયાનકની સાથે દર્દનાક પણ છે. હાથિણીના મોમાં વિસ્ફોટ મુકાયાના કારણે એના જડબા ક્ષતિગ્રસ્ત થયા હતા આ કારણે તે ખુબ જ તકલીફમાં હતી, આ સાથે જ પોતાના મોત પહેલાં તેણે 14 દિવસ સુધી કંઇ પણ ખાધું ન હતું. પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં આવ્યું છે કે આ ઘટના બાદ તે કંઇ પણ ખાઇ-પી શકવામાં સંપૂર્ણ અસમર્થ હતી.

image source

પાણીમાં જતા પહેલાં ભૂખ-તરસને કારણે તડપતા જીવે એણે ગામમાં ઘણા ચક્કર લગાવ્યા હતા. જો કે એક અધિકારીના કહ્યા પ્રમાણે આટલી દર્દનાક સ્થિતિમાં હોવા છતાં તેણે ગામમાં કોઈને નુકશાન પહોચાડયું નથી. કોઇ પણ ઘરને કે માણસને નુકશાન ન કરીને એણે એ વાતનો પુરાવો આપ્યો હતો કે તે સ્થિતિમાં પણ તે કેટલી દયાવાન રહી શકી હતી.

ફેફસાંમાં પાણી ભરાવાના કારણે થયું હતું મૃત્યુ

image source

હાથિણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ આ વાતની ખબર પડે છે કે તે ગર્ભવતી હતી. જો કે એના મોતનું કારણ ફેફસાંમાં પાણી ભરાવાનું છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આવ્યું છે કે હાથિણીનું મોત પાણીમાં શ્વાસ લેવાના પ્રયત્નોના કારણે ફેફસાંમાં પાણી ભરાઈ જવાથી થયું છે. જો કે મૂળમાં તો અનાનસ ખાવાથી થયેલા વિસ્ફોટમાં હાથિણીના જબડા તૂટી ગયા હતા અને તે કંઇ પણ ખાઈ શકવામાં સંપૂર્ણ અસમર્થ બની ચુકી હતી.

નિર્દોષ પ્રાણી (હાથણી)ના મોત પર રાજકારણ ગરમાયું

image source

આ દુખદ ઘટના વચ્ચે હાથિણીના મોતને લઇ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને આ ઘટના પર દુ:ખ વ્યકત કર્યું હતું. વધુમાં એમ પણ કહ્યું હતું કે હાથિણીનું મોત પલલક્કડના મન્નારકડમાં થયું છે, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રીઓ સહિતઅનેક નેતાઓનો દાવો છે કે આ ઘટના મલપ્પુરમમાં બની છે. અને ઉમેર્યું કે આ આખાય રાજ્યને બદનામ કરવાની કોશિષ છે. આ રાજ્યની કોવિડ-19ની રોકધામ માટે કરેલા ઉપાયો પર ચારે બાજુથી વખાણ થઇ રહ્યા છે.

કોંગ્રેસે અને ભાજપ વચ્ચે અરોપબાજી

image source

કેરળના સીએમએ મોતને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. એમણે કહ્યું હતું કે પોલીસ અને વન વિભાગ દ્વારા કેસની તપાસ શરું કરવામાં આવી છે. જો કે આ સાથે કોંગ્રેસે પણ કેસને સાંપ્રદાયિક રંગ આપવા બાબતે ભાજપને આડા હાથે લીધું હતું. એમણે આરોપ કરતા કહ્યું કે ભાજપના નેતા જાણી જોઇને આ કેસમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

image source

આ સંપૂર્ણ ઘટનામાં ઉલ્લેખનીય બાબત એ છે કે કેરળના સાઇલન્ટ વેલી જંગલમાં હાથિણીએ ફટાકડા ભરેલું અનાનસ ખાઇ લીધું હતું. આ અનાનસ તેના મોંમાં જ ફાટી ગયું હતું અને લગભગ એના એક સપ્તાહ બાદ 27મી મેના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ