કરો આ હોળી ટિપ્સ ફોલો, અને મજામાં કરી દો ડબલ વધારો

હોળી પર આ વસ્તુઓનું રાખો ધ્યાન, જાણો બાળકો માટેની હોલી ટિપ્સ વિશે

image source

હોળી મોજ, મસ્તીનો તહેવાર છે. દેશભરમાં હોળીનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાય છે. લોકો રંગથી એટલું રમે છે કે વડીલોને કહેવું પડે છે કે બસ કરો હોળી રમવાનું….. વડીલોને ચિંતા એ વાતની હોય છે કે વધારે પડતા રંગથી રમવાથી બીમાર ન થઈ જવાય. પરંતુ બાળકો તો રંગથી રમવાનું છોડતા જ નથી.

image source

ધુળેટીનો પર્વ એવો ઉત્સવ છે જેમાં નાના મોટા સૌ કોઈ એકબીજાના રંગે રંગાઈ જાય છે. પરંતુ રંગોથી રમતા પહેલા દરેક વ્યક્તિએ કેટલીક વાતોનું ધ્યાન અચૂક રાખવું જોઈએ. આજે તમને આવી જ કેટલીક હોળી માટેની ટિપ્સ જણાવીશું જેને ફોલો કરશો તો તમારી હોળીનો રંગ ફિક્કો પડશે નહીં અને સ્વાસ્થ્યને કોઈ નુકસાન થશે નહીં.

હેલ્ધી હોળી માટેની ટિપ્સ

image source

– હોળી મિત્રો સાથે રમો કે પરીવાર સાથે હંમેશા હર્બલ રંગનો જ ઉપયોગ કરો.

– ઘાટા રંગ જેવા કે જાંબલી, કાળા, લીલા રંગોમાં કેમિકલનું પ્રમાણ વધારે હોય છે. તેથી હંમેશા હળવા રંગ ધુળેટી માટે પસંદ કરવા.

– હોળી જેની પણ સાથે રમો પ્રેમથી રમો, કોઈની સાથે બળજબરી કરશો તો રંગમાં ભંગ એટલે કે ઝઘડો થઈ શકે છે.

– ધુળેટી રમવામાં એટલા મશગુલ ન થઈ જાઓ કે એકબીજા પર તુટી પડો. આમ કરવાથી કોઈને ગંભીર ઘા થઈ શકે છે.

image source

– ધુળેટી રમવા માટે વડિલો, બીમાર કે ગર્ભવતી સ્ત્રીને ફોર્સ ન કરો.

– ધુળેટી રમતી વખતે પ્રાણીઓને નુકસાન ન કરવું. ઘણા લોકો કુતરા, ગાય, બિલાડી જેવા પશુઓને રંગી હેરાન કરતાં હોય છે. આમ ક્યારેય કરવું નહીં.

– હોળીના દિવસે બાળકોને બહાર એકલા ન રમવા મોકલો.

– હોળી રમતા પહેલા શરીર પર અને વાળમાં નાળિયેરનું તેલ લગાવી લો. તેનાથી રંગથી ત્વચા અને વાળને નુકસાન થશે નહીં.

image source

– હોળી રમ્યા પછી નખમાંથી રંગ નીકળતો નથી. તેવામાં નખ પર કોલ્ડ ક્રીમ લગાડી લેવી.

– જે લોકો લેન્સ પહેરતા હોય તેમણે આ દિવસે ચશ્મા જ પહેરવા. લેન્સ પહેરવાથી આંખને નુકસાન થઈ શકે છે.

– રંગથી રમો ત્યારે મોં પણ બંધ રાખવું જેથી મોંમાં રંગ જાય નહીં.

– કોઈના વાહન કે જાહેર મિલકતોને નુકસાન ન કરો.

image source

– રંગથી રમ્યા પછી ત્વચામાં બળતરા થાય તો ત્વચા સાફ કરી બરફથી મસાજ કરો.

– પાણીના ફુગ્ગા કોઈને મારવા નહીં.

– રંગથી રમવા જાઓ ત્યારે આખા કપડા જ પહેરો જેથી ત્વચા સીધા જ રંગના સંપર્કમાં ન આવે.

– રંગ શરીર પરથી કાઢવો હોય તો ત્વચાને વધારે પડતી ઘસો નહીં. સાબુથી ત્વચા સાફ કરી અને મોઈશ્ચુરાઈઝર લગાવો.

image source

– રંગેથી રમ્યા પછી ચહેરા પર રંગ રહી જાય તો ચણાના લોટમાં દૂધ, હળદર અને થોડું તેલ ઉમેરી અને ફેસપેક બનાવો. આ પેકને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તેનાથી રંગ છૂટી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ