તમે પણ આ ડાયટ પ્લાન ફોલો કરીને બાહુબલી ફેમ રાણા દગુબટ્ટીની જેમ ઉતારી દો 30 કિલો વજન

ટોક વિથ રાણા દગુબટ્ટી

ફિલ્મ બાહુબલીના રાણા દગુબટ્ટીએ પોતાના સ્ટ્રોંગ અને પાવરફુલ કેરેકટર થી બધાના દિલ જીતી લીધા હતા. હવે રાણા દગુબટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘હાથી મેરે સાથે’માં નવા રૂપમાં જોવા મળશે. આ ફિલ્મ માટે તેમણે ૩૦ કિલોગ્રામ વજન ઓછું કર્યું છે.

image source

મિડ ડે સાથે વાતચીત દરમિયાન જણાવે છે કે કેવીરીતે તેમણે ૩૦ કિલો વજન ઓછું કર્યું. રાણા દગુબટ્ટી કહ્યું કે ‘પ્રભુ સર ઇચ્છતા હતા કે ફિલ્મ રિયલ દેખાય. વજન ઓછું કરવાનું ઘણું મુશ્કેલ હતું. મારી ફિઝીક હમેશાં થી મોટી રહી છે. પાતળા દેખાવા માટે મેં ફિઝીકલી ટ્રેનિંગ લીધી. સાથે જ પોતાની ડાયટ પણ બદલી દીધી’.

image source

‘મારી કસરત પુરી રીતે બદલાઈ ગઈ હતી. ટ્રેનિંગ પર મેં પૂરું ઘ્યાન આપ્યું હતું. મેં પોતાની વેટ ટ્રેનિંગ ચાલુ રાખવાને બદલે, લાંબા સમય સુધી ચાલવવાળી cardiovascular સેશન લીધા. જો કે એમાં સૌપ્રથમ ડાયટ ચેન્જ પર ધ્યાન આપવામાં આવે છે.’

image source

આગળ રાણા કહે છે કે, ‘મેં પ્રોટીનયુક્ત ખાવાનું છોડી દીધું અને મીઠું પણ ઓછું કરી દીધું. સામાન્ય ભાષામાં કહીએ તો મેં ઓછું ખાવાનું શરૂ કરી દીધું. મેં આ જ ડાયટ ફિલ્મની શૂટિંગ દરમિયાન બે વર્ષ સુધી લીધી.’

image source

આપને જણાવીએ કે રાણા દગુબટ્ટી ફિલ્મમાં ગ્રે હેર અને લાંબી દાઢીમાં જોવા મળશે. ફિલ્મ ૨ એપ્રિલ,૨૦૨૦ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાંથી તેમનો લુક રિવીલ થઈ ચૂક્યો છે.

image source

આ મુવી હિન્દી, કન્નડ, તમિલ અને તેલુગુ એમ ચાર ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં જોયા હુસૈન અને શ્રેયા પિલગાવકર પણ જોવા મળશે.

image source

આ ફિલ્મની વાર્તા કાજીરંગા નેશનલ પાર્કમાં હાથિયો પર થતા અત્યાચારો પર આધારિત છે.

ફિલ્મની શૂટિંગ બે અલગ દેશોમાં થઈ છે. ભારતમાં ફિલ્મની શૂટિંગ કેરળ, મહાબળેશ્વર અને મુંબઈમાં થઈ છે ત્યાંજ ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ થાઈલેન્ડમાં પણ થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ