અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનને શા માટે ” વ્હાઇટ હાઉસ ” જ કહેવાય છે? જાણો 118 વર્ષ જૂનો ઇતિહાસ

દુનિયાના લગભગ દરેક દેશના રાષ્ટ્રપતિ માટે પોતાનું એક આધિકારિક અને સરકારી નિવાસસ્થાન હોય છે.

image source

અને આ આર્ટિકલ વાંચનાર લગભગ વાંચકો જાણતા જ હશે કે ભારતમાં પણ રાષ્ટ્રપતિનું સરકારી નિવાસ્થાન દિલ્હી ખાતે આવેલું છે જેને આપણે ” રાષ્ટ્રપતિ ભવન ” ના નામથી ઓળખીએ છીએ. આ જ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન પણ છે જેને ” વ્હાઇટ હાઉસ ” કહેવામાં આવે છે.

પરંતુ અમુક જિજ્ઞાસુ વાંચકોને થશે કે આનું નામ વ્હાઇટ હાઉસ શા માટે રાખવામાં આવ્યું છે તો તેનો જવાબ અમે આ આર્ટિકલમાં આપી રહ્યા છીએ. તો ચાલો જરા વિસ્તારથી જાણીએ..

image source

અમરિકન રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન એટલે કે વ્હાઇટ હાઉસનું નામ પહેલાથી જ વ્હાઇટ હાઉસ નહોતું પરંતુ શરૂઆતમાં તેને ” પ્રેસિડેન્ટ પેલેસ ” તથા ” પ્રેસિડેન્ટ મેંશન ” થી ઓળખવામાં આવતું. પરંતુ હવે તે વ્હાઇટ હાઉસ કહેવાય છે. અને તેનું નામ વ્હાઇટ હાઉસ રાખવા પાછળ 118 વર્ષ જૂનો ઇતિહાસ છે.

image source

ઇતિહાસ મુજબ વર્ષ 1814 માં જયારે બ્રિટિશ આર્મીએ વોશિંગટન ડીસીમાં ઠેર ઠેર આગ લગાવી દીધી ત્યારે હાલનું વ્હાઇટ હાઉસ પણ તેની હડફેટે ચડી ગયું હતું અને આગને કારણે ઇમારતની બહારની દીવાલો પણ કદરૂપી બની ગઈ હતી. આથી તે દીવાલોને ફરીથી સુંદર બનાવવા તેને સફેદ રંગે રંગવામાં આવી હતી. ત્યારબાદથી આ ઇમારત વ્હાઇટ હાઉસ બની ગઈ અને વર્ષ 1901 માં અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રુઝવેલ્ટે સત્તાવાર રીતે તેનું નામ વ્હાઇટ હાઉસ રાખ્યું હતું.

image source

વ્હાઇટ હાઉસ એવડું મોટું છે કે તેની દીવાલોને પેઇન્ટ કરવા માટે અંદાજે 570 ગેલન કલરની જરૂર પડે છે. કહેવાય છે કે વર્ષ 1994 માં જયારે વ્હાઇટ હાઉસને રંગરોગાન કરવામાં આવ્યું હતું ત્યારે તેનો ખર્ચ 2 લાખ 83 હજાર અમેરિકન ડોલર એટલે કે લગભગ એક કરોડ 72 લાખ રૂપિયા જેવો થયો હતો.

image source

આ તો થઇ વ્હાઇટ હાઉસના નામ વિશેની વાત. હવે જોઈએ આ ઇમારત વિષે થોડી વધુ રોચક માહિતી. વ્હાઇટ હાઉસમાં લગભગ તે તમામ સુવિધા ઉપલબ્ધ છે જે કોઈ શક્તિશાળી દેશ પાસે હોવી જરૂરી છે. વધુ પડતા લોકો નથી જાણતા કે ક્યારેક ઇમરજન્સી જેવી હાલતમાં અમેરિકન રાષ્ટ્રપતિ અને તેનો પરિવાર સલામત રીતે વ્હાઇટ હાઉસ છોડી શકે તે માટે વ્હાઇટ હાઉસ અંદર એક બંકર પણ આવેલું છે.

image source

વ્હાઇટ હાઉસનું નિર્માણ કાર્ય 1792 માં શરુ કરવામાં આવ્યું હતું અને 1800 માં પૂરું થયું હતું એટલે કે આઠ વર્ષ ચાલ્યું હતું. તેની ડિઝાઇન આયર્લેન્ડના જેમ્સ હોબન નામના વ્યક્તિએ તૈયાર કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જે જગ્યાએ વ્હાઇટ હાઉસ ઉભું છે ત્યાં એક સમયે જંગલ અને પહાડ હતા.

image source

વ્હાઇટ હાઉસની ઇમારતમાં 132 ઓરડાઓ આવેલા છે. એ ઉપરાંત 35 બાથરૂમ, 412 દરવાજાઓ, 147 બારીઓ, 28 ફાયરપ્લેસ, 8 પગથિયાની સીડીઓ અને 3 લિફ્ટ પણ છે. વધુમાં 2 બેઝમેન્ટ, 2 પબ્લિક ફ્લોર અને બાકીના ફ્લોર અમરિકાના રાષ્ટ્રપતિ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસના રસોડાની વાત કરીએ તો અહીં 5 ફૂલ ટાઈમ શેફ કામ કરે છે અને ત્યાં 140 જેટલા મહેમાનો માટે ડિનરની વ્યવસ્થા પણ થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ