કોરોનાની સૌથી ખરાબ અસર થાય છે વૃદ્વોના આરોગ્ય પર, જાણો આ બે બાળકો વૃદ્ધ લોકોના નેગેટિવ વિચારોને દૂર કરવા કેવી કરી છે પહેલ

આજે દુનિયામાં કોરોના વાયરસે દરેક ઉમરના વ્યક્તિઓને ખુબ નુકસાન પહોચાડી રહ્યું છે ત્યારે સૌથી વધારે ખરાબ અસર વૃદ્ધોમાં જોવા મળી રહી છે.

image source

વૃદ્ધ વ્યક્તિઓમાં એક પ્રકારનો ભય પેસી ગયો છે અને તેના લીધે વૃદ્ધ વ્યક્તિઓ ભાવનાત્મક રીતે ખુબ જ નકારાત્મક થતા જઈ રહ્યા છે. યુરોપીયન દેશ સહિત અમેરિકા પણ કોરોના વાયરસથી સંક્રમિત વૃદ્ધ દર્દીઓમાં વધી રહેલ નકારાત્મકતાથી ખુબ મુંઝવણમાં છે. આ તકલીફને જોતા પેન્સિલ્વેનિયાના નિવાસી ભારતીય મૂળના ભાઈ બહેનએ ત્યાના વૃદ્ધ દર્દીઓ જે કોરોના વાયરસના દર્દીઓ છે તેમને ભાવનાત્મક રીતે મજબુત બનાવવા માટે એક પ્રયાસ શરુ કરવામાં આવ્યો.

image source

જેમાં કોરોના વાયરસના વૃદ્ધ દર્દીઓને નોટપેડ, આર્ટ, સ્કેચબુક, કલર પેન્સિલ અને સુડોકુ જેવી વસ્તુઓ આપવામાં આવી છે. આ બધી વસ્તુઓની મદદથી વૃધ્ધો પોતાના મનની વાત લખીને કે પછી ડ્રોઈંગ કરીને મનની ભાવનાઓ વ્યક્ત કરીને માનસિક રીતે હળવાશ અનુભવી શકે. જેથી મનનો ભાર જેમ જેમ હળવો થતો જાય તેમ તેમ મન મજબુત થતું જાય છે અને વ્યક્તિ ભાવનાત્મક રીતે મજબુત બને છે જેની સીધી અસર વ્યક્તિના શરીર પર જોવા મળી જાય છે. ખાસ વાત એ છે કે, આ કામ કરવા માટે બાળકો પોતે જ ફંડ એકઠું કરે છે.

સકારાત્મકતા ફેલાવવામાં મદદ કરે છે.:

image source

૧૫ વર્ષીય હિતા ગુપ્તા જે હાલમાં હાઈસ્કુલમાં ભણે છે અને તેનો નાનો ભાઈ દીવિત ગુપ્તા જે ૯ વર્ષીય છે દીવિત ચોથા ધોરણમાં ભણે છે. પરંતુ અત્યારે લોકડાઉન હોવાના કારણે સ્કુલ બંધ છે, એટલા માટે આ સમયનો સદુપયોગ કરતા બન્ને ભાઈ-બહેન વૃધ્ધો માટે કામ કરી રહ્યા છે. હિતા ગુપ્તા ભણવાની સાથે સાથે ‘બ્રાઈટન અ ડે’ નામની એક એનજીઓ પણ ચલાવે છે.

હિતા ગુપ્તાના આ અભિયાનમાં અંદાજીત ૨૭૦૦ જેટલા બાળકો જોડાઈ ગયા છે અને ૫૦ જેટલા નર્સિંગ હોમ સુધી તેઓની આ મદદ પહોચી રહી છે. અમેરિકામાં વધારે સંખ્યામાં વૃધ્ધો એકલા રહે છે અથવા તો નર્સિંગ હોમમાં રહે છે. કોરોના વાયરસના લીધે આ વૃધ્ધોના મનમાં ખુબ ઝડપથી નકારાત્મકતાના પ્રભાવમાં આવી જાય છે.

image source

કોરોના વાયરસથી ગ્રસિત વૃધ્ધોમાં ઘર કરી ગયેલ નકારાત્મકતાને દુર કરવા માટે અને તેમના માટે સારું હકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવા માટે નર્સિંગ હોમમાં રહેતા કેટલાક વૃધ્ધોને નોટપેડ, સ્કેચબુક અને કલર પેન્સિલ આપવામાં આવે છે.

image source

શરુઆતમાં આ પહેલ પણ કોઈ વ્યક્તિએ ધ્યાન આપ્યું નહી પણ ધીરે ધીરે વૃદ્ધ દર્દીઓ પોતાના મનની વાતને નોટપેડ કે સ્કેચબુક પર કલરની મદદથી વ્યક્ત કરવા લાગે છે અને જે વૃધ્ધોને આ રીતે નોટપેડ અને સ્કેચબુકની મદદથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે તેવા વૃદ્ધોમાં સકારાત્મકતાનો સંચાર જોવા મળે છે અને આ વૃધ્ધોમાં આવેલ આ બદલાવ જોઇને આ પહેલનો પ્રચાર પણ કરે છે.

હવે વૃધ્ધો સામેથી સંપર્ક કરીને બાળકો પાસેથી આ વસ્તુઓ મંગાવી રહ્યા છે.:

image source

બે મહિનાથી ચાલી રહેલ આ અભિયાનના પહેલા જ પ્રયત્નમાં ૫૦થી વધારે નર્સિંગ હોમના એક હજારથી વધારે વૃધ્ધો જોડાઈ ગયા છે. ઉપરાંત હવે આ વૃધ્ધો સામેથી સંપર્ક કરીને આ વસ્તુઓ મંગાવે છે. અમેરિકામાં વૃધ્ધો માટે અલગ પ્રકારના નર્સિંગ હોમ હોય છે. કોરોના વાયરસના કારણે હવે આ નર્સિંગ હોમને સ્થાનિક તંત્રએ આઇસોલેટે કરી દેવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ