પત્નીએ પતિને જીદ કરાવીને લેવડાવી ગાય, જેમાંથી આજે કરે છે લાખોની કમાણી

બાઈક ને બદલે ગાય લીધી

image source

ગુજરાત રાજ્યમાં મહિલા દૂધ કો-ઓપરેટીવ મંડળની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં બહોળો વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૯-૨૦૧૦ સુધી ગુજરાત રાજ્યના ગામડાઓમાં ૧૮૭૧ ડેરી દૂધ મંડળીઓ હતી, આ ડેરીનું સંચાલન પૂરી રીતે મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં ૫૧૨૫ દૂધ મંડળીઓ ચાલી રહી છે આ બધી જ દૂધ મંડળીઓનું સંચાલન પણ મહિલાઓ જ કરી રહી છે.

image source

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને પશુપાલન પણ કૃષિ સાથે જોડાયેલ વ્યવસાય છે. ઉપરાંત ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં મહત્વનું યોગદાન ગણાતા એવા આણંદ થી લગભગ ૨૦ કિલોમીટર દુર સ્થિત ઓડ ગામની એક મહિલા જેના એક નિર્ણયના લીધે પરિવાર આજે જાહોજલાલી ભોગવી રહ્યું છે. આ વાત છે ઓડ ગામની પટેલ પરિવારની પુત્રવધુ મીના પટેલની વાત આજે અમે આપને કરવા જઈ રહ્યા છીએ.

મીના બેન વર્ષ ૧૯૯૬માં લગ્ન કરીને સાસરે ઓડ ગામમાં આવ્યા હતા. ત્યારે પટેલ પરિવાર પાસે એક ગાય અને ભેસ હતી. ઉપરાંત મીના પટેલના પતિ વસંત પટેલ પણ એક ખેડૂત છે. મીનાના પતિ વસંત ભાઈને થોડા નાણા ભેગા થતા એક બાઈક ખરીદવાની ઈચ્છા હતી, પરંતુ મીનાએ પતિ વસંત ભાઈને બાઈકને બદલે એક ગાય ખરીદવા કહ્યું.

image source

મીનાની ઈચ્છાને માન આપીને વસંત ભાઈએ એક ગાય ખરીદી લીધી. વર્તમાન સમયમાં પટેલ પરિવાર પાસે માત્ર બાઈક જ નહી કાર, બાઈક અને ટ્રેક્ટર પણ ધરાવે છે. ઉપરાંત હવે મીના બેન પટેલના ઘરે તબેલામાં ૭૫ ગાય અને ભેસ રાખવામાં આવે છે. આ મીના બેન પટેલનું ભણતર ફક્ત ધો.૧૧ જેટલું જ છે.

મીના બેન પટેલ દર મહીને ૪૦૦ લીટર દૂધ વેચીને ૧ લાખ રૂપિયા જેટલી આવક મેળવે છે. મીના બેન પટેલ મોટાભાગનું દૂધ ડેરી કો-ઓપરેટીવ સોસાયટી(DSC)માં મોકલવામાં આવે છે, આ ડેરી આણંદની અમુલ ડેરી સાથે રજીસ્ટર છે. મીના બેનની ઉમર હાલ ૪૪ વર્ષની છે અને તેમને બે બાળકો પણ છે.

image source

આગળ જણાવતા મીના બેન કહે છે કે, શરુઆતના સાત વર્ષ સુધી તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એક ગાય માંથી જયારે ૧૫ ગાય કરી લીધી ત્યાર પછી ક્યારેય પણ તેમણે પાછળ વળીને જોયું નથી. મીના બેને નાણા બચાવીને ઢોરમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

મીના બેન પટેલની જેમ જ ૫૬ વર્ષીય સુવર્ણા બેન પટેલ જેઓ આણંદથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલ શેખડી ગામમાં રહે છે. સુવર્ણા બેને પણ આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે કેટલીક તકલીફોનો સામનો કરવો પડ્યો. સુવર્ણા બેન આગળ જણાવતા કહ્યું છે કે તેમના પતિને લકવાનો એટેક આવ્યા પછી તેઓ છેલ્લા દસ વર્ષથી પથારીવશ જિંદગી જીવી રહ્યા છે.

image source

આ રીતે પતિના પથારીવશ થવાથી પરિવારની સંપૂર્ણ જવાબદારી હવે સુવર્ણા બેન પર આવી ગઈ. સુવર્ણા બેન ગામની દૂધ મંડળીમાં દૂધ ભરાવવા જતા અને દૂધ મંડળી માંથી મળતા બોનસનો ઉપયોગ સુવર્ણા બેને યોગ્ય ઉપયોગ કરતા ઢોરની સંખ્યામાં વધારો કર્યો. સુવર્ણા બેનના પરિવાર પાસે પણ પહેલા એક ગાય અને ભેસ જ હતા.

સુવર્ણા બેન પાસે જેમ જેમ ઢોરની સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ પછીથી સુવર્ણા બેને ઢોરને રાખવા માટે એક તબેલો પણ ભાડે રાખ્યો. વર્તમાન સમયમાં સુવર્ણા બેન પટેલ પાસે ૩૨ ઢોર ધરાવે છે. સુવર્ણા બેન પટેલનું ભણતર ફક્ત ધો.૯ સુધીનું જ છે. તેમ છતાં સુવર્ણા બેનની કોઠાસૂઝ, સમજદારી અને વેપાર કરવાની ધગશથી સુવર્ણા બેન આજે તબેલા માંથી જ ૩.૭૫ લાખ રૂપિયાની આવક મેળવે છે.

image source

સુવર્ણા બેન પટેલ આગળ જણાવતા કહે છે કે ઢોરોની દેખરેખ અને સારસંભાળ ઉપરાંત બધા ખર્ચ કાઢતા સુવર્ણા બેન પાસે ૭૫ હજાર રૂપિયા દર મહીને બચત સ્વરૂપે વધે છે. સુવર્ણા બેન પટેલના પરિવારમાં બે દીકરીઓ અને એક દીકરો છે. સુવર્ણા બેને બન્ને દીકરીઓને પરણાવી દીધી છે અને દીકરો અભિષેક પટેલ ઓસ્ટ્રેલીયામાં બ્રેસબીન શહેરમાં હોટલ મેનેજમેન્ટમાં MBAનો અભ્યાસ કરી રહ્યો છે. સુવર્ણા બેન હવે પોતાના દીકરા સાથે ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થવાની ઈચ્છા ધરાવે છે. સુવર્ણા બેનની એક દીકરી પહેલેથી જ લંડનમાં રહે છે.

image source

GCMMFના મેનેજીંગ ડાયરેક્ટર આર. એસ સોઢી જણાવે છે કે, પશુ પાલન ઉદ્યોગમાં મોટાભાગનું ૧૦૦% કામકાજ મહિલાઓ જ સંભાળે છે. ઘણા પરિવારોમાં પુરુષોના નામ પર મેમ્બરશિપ રજીસ્ટર થાય છે પણ ખરેખરમાં ઢોરની સંભાળ અને દૂધ દોવાનું કામ મહિલાઓ જ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ