ભારતમાં કોરોના વાયરસ: કુલ 52 અધિકૃત કેન્દ્રો છે જ્યાં તમે COVID-19 માટે જરૂરી એવા તમામ પરીક્ષણ કરાવી શકો છો

ભારતમાં કોરોનાવાઈરસ:- કુલ 52 અધિકૃત કેન્દ્રો છે જ્યાં તમે COVID-19 માટે જરૂરી એવા તમામ પરીક્ષણ કરાવી શકો છો.

image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કોરોના વાયરસને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કર્યો છે. તેમજ, દેશમાં કોરોના વાયરસના ચેપની સંખ્યા 77 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસ (COVID-19) નો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. આ વાયરસની ગંભીરતા અને પ્રાસંગિક અનિવાર્યતાને ધ્યાનમાં રાખીને આ વાયરસ વિશેની વિસ્તૃત માહિતી અમે આજે અહીં આપને જણાવીશું કે Covid-19ના પરીક્ષણમાં શું શું સામેલ હોય છે?

image source

આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા કુલ 52 અધિકૃત કોરોના વાયરસના તપાસ કેન્દ્રો ક્યાં ક્યાં છે તેની પણ વિગતે માહિતી આપીશું.

કોરોનાવાયરસના પરીક્ષણમાં શું શું સમાવિષ્ટ હોય છે?

1. સ્વેબ ટેસ્ટ: આ ટેસ્ટમાં તમારા ગળા અને નાકમાંથી નમૂના લઈ સુતરાઉ કાપડની મદદથી એકત્રિત કરવામાં આવે છે.

image source

2. નેસેલ એસ્પિરેટ: આ ટેસ્ટમાં લેબ ટેકનિશિયન તમારા નાકમાં ખારા સોલ્યુશન ઇન્જેક્શન આપશે અને પછી તેને સાચવીને હળવેથી ખેંચી લેશે.

3. ટ્રેશલ એસ્પિરેટ: આ ટેસ્ટમાં તમારા ફેફસાંમાં બ્રોન્કોસ્કોપ નામની પાતળી, હળવી નળી નાખવામાં આવે છે, અને ત્યાંથી આ પરીક્ષણ માટે નમૂના લેવામાં આવે છે.

4. સ્ટુટુમ ટેસ્ટ: આ ટેસ્ટમાં તમારા ગળફા કે નાકમાંથી સ્વેબથી અથવા દર્દીને જાતે ઉધરસ ખાવાનું કહીને એકત્ર થયેલી લાળનું સેમ્પલ લઇને આ પરીક્ષણ માટે નો નમૂનો લેવામાં આવે છે.

image source

5. બ્લડ ટેસ્ટ: આ ટેસ્ટમાં લોહીના નમૂનાનું સેમ્પલ લઇને લેબમાં વાયરસની તપાસ માટે પરીક્ષણ કરવા માટે આપવામાં આવે છે. તેમાં બ્લેન્કેટ ટેસ્ટ દ્વારા કોરોના વાયરસના તમામ પ્રકારો (નિયમિત ફ્લૂ સહિત)નું પરીક્ષણ કરવામાં આવે છે. વિશિષ્ટ જનીન-સિક્વેન્સિંગ પરીક્ષણ કરી નવા કોરોના વાયરસના નિશાન પણ શોધવામાં આવે છે.

ભારત દેશના વિવિધ રાજ્યોમાં શરૂ કરવામાં આવેલાં પરીક્ષણ કેન્દ્રોની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે:

1. આંધ્રપ્રદેશ: શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ, તિરૂપતિ. સંપર્ક નંબર – + 91-8772287777 આંધ્ર મેડિકલ કોલેજ, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ. સંપર્ક નંબર – + 91- 89127 12258 સરકારી મેડિકલ કોલેજ, અનંતપુર, એ.પી. સંપર્ક નંબર – +91 85542 49115

image source

2. આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ: પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર, બંદર બ્લેર, આંદામાન અને નિકોબાર. સંપર્ક નંબર – 031 92251158/59

3. આસામ: ગૌહાટી મેડિકલ કોલેજ, ગુવાહાટી. સંપર્ક નંબર – 036 12132751 પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર, દિબ્રુગઢ. સંપર્ક નંબર – 037 32381494

4. બિહાર: રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, પટના. સંપર્ક નંબર – 061 22636651

image source

5. ચંદીગઢ: પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ચંદીગઢ. સંપર્ક નંબર – 017 22747585

6. છત્તીસગઢ: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, રાયપુર. સંપર્ક નંબર – 077 12572240

7.દિલ્હી-એનસીઆર: ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, દિલ્હી. સંપર્ક નંબર – 011 26588500 રાષ્ટ્રીય રોગ નિયંત્રણ નિયંત્રણ કેન્દ્ર, દિલ્હી. સંપર્ક નંબર – 011 23913148

8. ગુજરાત: બી.જે.મેડિકલ કોલેજ, અમદાવાદ. સંપર્ક નંબર – 079 22680074 એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર. સંપર્ક નંબર – 028 82553515

image source

9. હરિયાણા: પં. બી.ડી. શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ, રોહતક, હરિયાણા. સંપર્ક નંબર – 012 62211307 બી.પી.એસ. સરકારી મેડિકલ કોલેજ, સોનીપત. સંપર્ક નંબર – 012 63283025

10. હિમાચલ પ્રદેશ: ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ, સિમલા, હિમાચલ પ્રદેશ. સંપર્ક નંબર – 017 72654713 ડો.રાજેન્દ્ર પ્રસાદ સરકાર મેડિકલ કોલેજ, કાંગરા, ટંડા, હિમાચલ પ્રદેશ. સંપર્ક નંબર – 018 92287187

11. જમ્મુ કાશ્મીર: શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, શ્રીનગર. સંપર્ક નંબર – 019 42401013 જમ્મુ સરકારી મેડિકલ કોલેજ, જમ્મુ. સંપર્ક નંબર – 019 12584247 એમજીએમ મેડિકલ કોલેજ, જમશેદપુર. સંપર્ક નંબર – 06572360859

image source

12. કર્ણાટક: બેંગ્લોર મેડિકલ કોલેજ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, બેંગ્લોર. સંપર્ક નંબર – 080 26700810 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજી ફીલ્ડ યુનિટ બેંગ્લોર. સંપર્ક નંબર – 080 26654084 મૈસુર મેડિકલ કોલેજ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, મૈસુર. સંપર્ક નંબર – 082 12520512 હસન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, હસન, કર્ણાટક. સંપર્ક નંબર – 081 72231699 શિમોગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, શિવમોગા, કર્ણાટક. સંપર્ક નંબર – 081 82229933

13. કેરળ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલોજી ફીલ્ડ યુનિટ, કેરળ. સંપર્ક નંબર – 047 72970004 સરકારી મેડિકલ કો લેજ, થિરુવંનંતપુરમ, કેરળ. સંપર્ક નંબર – 047 12528300 સરકારી મેડિકલ કોલેજ, કોઝીકોડ, કેરળ. સંપર્ક નંબર – 049 52350216

image source

14. મધ્યપ્રદેશ: ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ, ભોપાલ. સંપર્ક નંબર – 075 52672322 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ ઇન ટ્રાઇબલ હેલ્થ (એનઆઈઆરટીએચ), જબલપુર. સંપર્ક નંબર – 076 12370800

15. મેઘાલય: NEIGRIHMS ઑફ હેલ્થ ઍન્ડ મેડિકલ સાયન્સીસ, શિલોંગ, મેઘાલય. સંપર્ક નંબર – 036 42538013

16. મહારાષ્ટ્ર: ઇન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ, નાગપુર. સંપર્ક નંબર – 071 22725423 કસ્તુરબા હોસ્પિટલ ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝીસ, મુંબઇ. સંપર્ક નંબર – 022 300432333

image source

17. મણિપુર: જે. એન. ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ, ઇમ્ફાલ-પૂર્વ, મણિપુર. સંપર્ક નંબર – 038 52443144

18. ઓડિશા: રિજનલ મેડિકલ રિસર્સ સેન્ટર, ભુવનેશ્વર. સંપર્ક નંબર – 067 42301322

19. પોંડુચેરી: જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, પોંડુચેરી. સંપર્ક નંબર – 041 32271301

20. પંજાબ: સરકારી મેડિકલ કોલેજ, પટિયાલા, પંજાબ. સંપર્ક નંબર – 017 52212018 સરકારી મેડિકલ કોલેજ, અમૃતસર. સંપર્ક નંબર – 018 32426918

image source

21. રાજસ્થાન: સવાઈ માનસિંહ, જયપુર. સંપર્ક નંબર – 014 12744283 ડૉ. એસ.એન.મેડિકલ કોલેજ, જોધપુર. સંપર્ક નંબર – 029 12434374

ઝાલાવાડ મેડિકલ કોલેજ, ઝાલાવાડ, રાજસ્થાન. સંપર્ક નંબર- 074 32233388 એસપી મેડિકલ કોલેજ, બિકાનેર, રાજસ્થાન. સંપર્ક નંબર – 015 12220115

22. તામિલનાડુ: કિંગ્સ ઇન્સ્ટિટ્યુટ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિન એન્ડ રિસર્ચ, ચેન્નાઈ. સંપર્ક નંબર – 04422501520 સરકારી મેડિકલ કોલેજ, થેની. સંપર્ક નંબર – 045 46244502

image source

23. ત્રિપુરા: સરકારી મેડિકલ કોલેજ, અગરતલા. સંપર્ક નંબર – 038 12357130

24. તેલંગાણા: ગાંધી મેડિકલ કોલેજ, સિકંદરાબાદ. સંપર્ક નંબર – 040 27505566

25. ઉત્તરપ્રદેશ: કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનઉ. સંપર્ક નંબર- 052 22257540 ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી. સંપર્ક નંબર – 054 22367568 જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ, અલીગઢ. સંપર્ક નંબર – 057 12721165

image source

26. ઉત્તરાખંડ: સરકારી મેડિકલ કોલેજ, હલ્દવાની. સંપર્ક નંબર – 059 46282824

27.પશ્ચિમ બંગાળ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોલેરા અને એન્ટરિક ડિસીઝ, કોલકાતા. સંપર્ક નંબર – 033 23633373 આઈપીજીએમઇઆર, કોલકાતા. સંપર્ક નંબર – 033 22041101

image source

જો તમને, તમારા કુટુંબમાંથી કોઈને પણ અથવા આસપાસમાં થી કોઈપણ વ્યક્તિને કોરોના વાયરસના લક્ષણો દેખાતા હોય કે અનુભવાતા હોય અને પરીક્ષણ કરાવવાની જરૂર હોય તો, ઉપર જણાવેલ કેન્દ્રોમાંથી તમારા નજીકના એકની તાત્કાલિક મુલાકાત લો અને જરૂરી તમામ પરીક્ષણ કરાવો અને સાવચેત રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ