નાયક મુવીના જેવો કિસ્સો બન્યો છે બિહારની એક યુવતી સાથે, એકદિવસ માટે બની કેનેડાની હાઈ કમિશ્નર…

તમે નાયક મૂવી તો જોયું જ હશે એમાં કેવીરીતે અનિલ કપૂરને પહેલા એક દિવસ માટે સીએમ બનાવવામાં આવે છે. આતો થઇ એક મૂવીની વાત પણ શું તમે એવું સાંભળ્યું છે કે આવું હકીકતમાં એટલે કે અસલીમાં આવું થયું હોય. એટલું જ નહિ આ હકીકત બની છે આપણા દેશની એક નાનકડી છોકરી સાથે આ હકીકત થયું છે. આવો આજે તમને જણાવીએ કે આવું કોની સાથે બન્યું છે અને કોણ છે આ છોકરી.

બિહારની રહેવાસી બેબીને ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડેના દિવસે એક દિવસ માટે કેનેડાની હાઈ કમિશનર બનાવવામાં આવી હતી. તેણે ક્યારેય વિચાર્યું પણ નહતું કે તેની સાથે આવું થશે. આવો તમને જણાવીએ કે કોણ છે આ યુવતી અને કેવા વિચાર ધરાવે છે આ બેબી કુમારી.

બિહારની રહેવાસી આ યુવતીનું નામ બેબી કુમારી છે તેની ઉમર ૨૧ વર્ષ છે. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આ મારા માટે એક બહુ સારો અનુભવ રહ્યો. હું શીખી છું કે કેવીરીતે બીજા લોકોની સામે કેવીરીતે પોતાની વાત મુકવી અને વાતચીતના માધ્યમથી બધાની વચ્ચે કેવીરીતે સમસ્યાનું સમાધાન કરવું.

તમને જણાવી દઈએ કે બેબી એ બહુ મજબુત મનોબળવાળી છે. તેણે પોતાના ગામની આસપાસના એરિયાની બાળકીઓનું શિક્ષણ, આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણું કામ કર્યું છે. આની સાથે બેબીએ ગુજરાતમાં રહેવાવાળા બિહાર અને યુપીના લોકો પર થયેલ હુમલા વિષે વાત કરતા જણાવ્યું હતું કે આ બહુ દુખદ વાત છે. તે વધુમાં જણાવે છે કે જો આપણા રાજ્યમાં જ બધી સુવિધાઓ હશે તો આપણે કોઈએ બહાર બીજા સ્થળ પર કામ કરવા માટે નહિ જવું પડે.

કેનેડાના હાઈ કમિશનર બન્યા પછી તેણે જણાવ્યું હતું કે તે ક્યારેય કેનેડા ગઈ નથી તેણે ફક્ત વિડીઓમાં જ જોયું હતું. આ એક સુંદર દેશ છે. તમને જણાવી દઈએ કે બેબીની ફક્ત ૧૭ વર્ષની ઉમરે લગ્ન કરાવી દેવામાં આવવાના હતા પણ તેણે એકલા હાથે પોતાના આ લગ્નને રોકી દીધા હતા. તે પોતે બાળ વિવાહની વિરુદ્ધમાં છે.

બેબીએ બહુ ગરીબ ઘરેથી આવે છે. તેના પિતા એક ખેડૂત છે. વર્ષ ૨૦૦૩માં જ્યારે બેબી એ ૯માં ધોરણમાં ભણતી હતી ત્યારે તેના પિતા એ તેના લગ્ન કરાવવા માંગતા હતા. પણ એ સમયે તેણે લગ્ન કરવાથી ન કહી દીધી હતી. એ એવા વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માંગતી જેને ક્યારેય જોયો હોય નહિ. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬માં બેબી કુમારીને ભાગળપુર ગામના સમુદાયના નેતા માટે પસંદ કરવામાં આવી હતી.