એક કામવાળા બેનથી સફળ મોડલ બનવા વાળી આ મહિલાની સફર સમાજ માટે ઉદાહરણરૂપ છે…

ફેશનની દુનિયાની જાહોજલાલી કોને આકર્ષિત નથી કરતી? અમીર અને નામના આપવાવાળી આ દુનિયામાં ખુદને ટકાવી રાખવું ખરેખર સંઘર્ષભર્યું હોય છે. સામાન્ય લોકોમાં એક એવી ધારણા બની ગઈ છે કે અહીંયા કલા જ નહીં પરંતુ સુંદર ચેહરાની સાથે સાથે કોન્ટેક્ટ્સની પણ જરૂર પડે છે. પરંતુ આજે જે વાત જણાવવાના છીએ તે એ વાત સાબિત કરે છે કે કલાથી મોટું કઈ જ નથી હોતું. કલાકાર વ્યક્તિ ભીડને ચીરીને પણ પોતાનો રસ્તો બનાવી લે છે. એક કામવાળા બેનથી સફળ મોડેલ બનવા સુધીની સફર કરનારી મહિલાની વાત આજે જણાવવા જઈ રહ્યા છીએ. જે આજની વાર્તાની મુખ્ય નાયિકા છે.

શેડ્સ ઓફ ઇન્ડિયા નામની એક જાણીતી ફેશન બ્રાન્ડના ડાયરેકટર મનદીપ નેગીએ આજથી થોડાક વર્ષ પહેલાં એક અનોખો એક્સપરિમેન્ટ કર્યો હતો. ખરેખર મનદીપને પોતાના નવા કલેક્શન માટે એક મોડેલની તલાશ કરી રહ્યા હતા. દેશ અને દુનિયાની તમામ પ્રસિદ્ધ મોડેલોના સંપર્કમાં હોવા છતા મનદીપને પડોશમાં કામ કરવાવાળી એક બેનને પોતાના નવા કલેક્શન માટે મોડેલ તરીકે પસંદ કરી. જ્યારે મનદીપે કમલાને જોઈ તો તેને ભરોસો થઈ ગયો કે આ જ તેમની આગલી મોડેલ હશે.

જ્યારે મનદીપે કમલા સામે આ પ્રસ્તાવ મૂક્યો તો તેણે મજાક ગણી અને વાતને મજાકમાં ઉડાવી દીધી. પરંતુ મનદીપ તેને પોતાની મોડેલ માની ચૂકી હતી તેમણે કમલાને ફરીથી આ પ્રસ્તાવ વિશે વાત કરી.  કમલા ૨ બાળકોની માતા હતી અને દિલ્લીમાં લોકોના ઘરે કામકાજ કરીને પોતાનું જીવન જીવતી હતી. કમલા માટે મોડેલ બનવાનું સપનું તો દૂર પણ આ ઓફર સ્વીકારવાનું પણ સહેલું ના હતું. કમલાએ થોડાક દિવસ વિચાર્યા પછી મનદીપનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો.

કમલાના હા પાડ્યા પછી એક દિવસ મનદીપે પોતાના ડિઝાઈન કરેલા પરિધાનો પહેરવા માટે કહ્યું. મેકઅપ અને ઉપરથી આવા પરિધાનોમાં કમલા ખુદને અરીસામાં જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ. આ બદલાયેલા સ્વરૂપને જોઈને કમલામાં મજબૂત આત્મબળ મળ્યું. તે સમયે મનદીપ જાણતી ના હતી કે આ એક ફોટોશૂટ કમલાની જિંદગી બદલી દેશે. તે બસ તેને એક નવો અને અનોખો અનુભવ આપવા ઇચ્છતી હતી.

આત્મવિશ્વાસથી ભરેલી કમલા જ્યારે રેમ્પ પર વોક કરવા ઉતરી તો કેમેરાની સામે પણ તેમનું પર્ફોમન્સ કમાલનું હતું.

ફોટોશૂટ માટે સામે આવેલા લોકોએ પણ મનદીપ અને કમલાના ખૂબ વખાણ કર્યા. આજે કમલા એક સફળ મોડેલ છે અને ઘણી પ્રસિધ્ધ બ્રાન્ડસ્ માટે ફોટોશૂટ પણ કરી ચૂકી છે.

કમલાની સફળતા એ વાત સાબિત કરે છે કે દરેક વ્યક્તિમાં કાબીલીયત છે, બસ એને યોગ્ય સમયે પારખવાની જરૂર છે. આ દુનિયામાં મજબૂત આત્મબળ અને સખત પરિશ્રમથી કંઈપણ મેળવી શકાય છે.