માતાએ દાગીના વેચીને તેના સપનાને આપી ઉડાન, આજે તે ગોલ્ડ મેડલિસ્ટ બનીને કરી રહી છે દેશનું નામ રોશન…

જિંદગીની અસલી ઉડાન બાકી છે, જિંદગીની ઘણી પરીક્ષા બાકી છે.
હજી તો માપી છે મુઠ્ઠીભર જમીન અમે, હજી તો આખું આકાશ બાકી છે.

આજે એવી જ એક દેશની દીકરી વિશે વાત કરવાના છીએ જેને તમામ મુસીબતોનો સામનો કરીને પોતાની પ્રતિભાને નિખારી છે અને ઇન્ટરનેશનલ સ્ટેવ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

તેમનું નામ છે ટ્રેસી ડાલોર્ગ. ટ્રેસી એક કિક બોક્સિંગ અને મય થાઈની ખેલાડી છે. કિક બોક્સિંગ વિશે બધા જાણે છે પરંતુ મય થાઈ પણ કિક બોક્સિંગનો એક પ્રકાર છે. આ થાઈલેન્ડનું એક અઘરું માર્શલ આર્ટ છે જેમાં અલગ પ્રકારની તકનિકોનો પ્રયોગ કરીને પ્રહાર કરાય છે. ટ્રેસી રમતોમાં હોશિયાર છે અને પોતાના પ્રતિસ્પર્ધીને ચિત્ત કરવામાં થોડીક પણ વાર લગાડતી નથી.

ખૂબ નાની ઉંમરમાં ટ્રેસી ડાલોર્ગ અલગ અલગ ૫ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ટ્રેસીએ હમણાં જ ઇન્ડો-લંકા ઈન્ટરનેશનલ સ્ટેવ ચેમ્પિયનશિપમાં ૫૫ કિલોની શ્રેણીમાં ગોલ્ડ જીત્યો છે. ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં ટ્રેસી એક ઉમદા ખેલાડી છે અને દેશનું નામ રોશન કરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. પણ તેમની આ સફર સરળ ન હતી.

ખરેખર ટ્રેસી ડાર્લોગ ત્રિપુરાની રાજધાની અગરતલાથી લગભગ ૧૪૦ કિલોમીટર દૂર ઢલાઈ જિલ્લાના કંચનહેરાના એક ગામની રહેવાસી છે. ગયા વર્ષે તેમના પિતાની મૃત્યુ થઈ ગઈ હતી ત્યારપછી તેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. તેમની માતા બેકાવેલ્લી એક આશા વર્કર છે જે ખૂબ મુશ્કેલીથી કઈક હજાર રૂપિયા જેવું કમાઈ શકે છે. એવા મા – દીકરીનું ભણતર અને તેના રમતને સપોર્ટ કરવાનું તેમના માટે ખૂબ મુશ્કેલ હતું. પછી સંજોગો એવા થયા કે પોતાની દીકરીને ચેમ્પિયનશીપમાં ભાગ લેવડાવવા માટે પોતાના દાગીના પણ વેચી દેવા પડ્યા હતા. પણ તેમનો આ ત્યાગ ત્યારે સફળ થયો જયારે તેમની દીકરીએ ગોલ્ડ મેડલ જીતીને તેમનું જ નહીં પણ દેશનું નામ પણ રોશન કર્યું.

ટ્રેસી નાનપણથી જ દરેક પ્રકારની રમત રમવાનો શોખ ધરાવે છે. જ્યારે તે ૯મા ધોરણમાં હતા, તો તેમની શાળાના કિક બોક્સિંગના કોચ તરીકે પીનાકી ચક્રવર્તીને જોઈન કર્યા અને તેમણે ટ્રેસીની કાબેલિયતને ઓળખી. તેમણે અસ રમત માટે ટ્રેસીને પ્રોત્સાહિત કરી. ત્યારપછીથી આજ સુધી બંને વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ છે. ટ્રેસીના કોચ અને મેંટર પીનાકી ચક્રવર્તીએ આ પહેલા નિશા ચક્રવર્તીને પણ પ્રશિક્ષિત કરી છે, જેણે આ વર્ષે રુસમાં આયોજિત એશિયાઈ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું.

પોતાના કોચનું સફળ નિર્દેશન અને પોતાની સખત મહેનતના કારણે ટ્રેસી અત્યાર સુધી ૫ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તેમણે ‘ડબ્લ્યુ.એ.કે.ઓ. ઇન્ડિયા જુનિયર નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ’, ‘નેશનલ મય થાઈ ચેમ્પિયનશિપ(૨૦૧૬)’, અને હાલમાં જ તેમણે ‘ઇન્ટરનેશનલ સ્ટેવ ચેમ્પિયનશિપ(૨૦૧૮)’ માં ગોલ્ડ મેડલ જીતી છે.

તેમની પ્રતિભા જોઈને હવે ત્રિપુરાની સરકારે પણ મદદ કરવાની તૈયારી બતાવી છે. ખરેખર સરકારની આ પહેલ પછી આ ખિલાડીના સપનાઓને પાંખો લાગી ગઈ છે અને ઊંચે સુધી ઉડશે. ટ્રેસીની સફળતાનો શ્રેય તેમની માતાને ફાળે જાય છે, જેમણે દીકરીની સફળતા માટે દરેક મુશ્કેલ સમયમાં ત્યાગ અને બલિદાન આપ્યું છે. ટ્રેસીએ પોતાની હિંમતથી આ મિસાલ કાયમ કરી છે. જો આપણામાં પણ કઈ કરવાની ઈચ્છા હોય તો બધી મુશ્કેલીઓને હરાવી શકાય છે.