બતકે ભૂખી માછલીઓને તેની ચાંચમાં દાણા દબાવીને ખવડાવ્યા, શું તમે જોયો આ વાયરલ વિડીયો?

બતકે ભૂખી માછલીને તેની ચાંચમાં દાણા દબાવીને ખવડાવ્યા, મિત્રતાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

હાલના આ મહામારીના સમયમાં જે લોકો અનાજનું કાળાબજારી કરે છે તેને આ વિડીયોમાથી જોઈને કઈક શીખવું જોઈએ. જે લોકો કોરોનાના આ સંકટમાં અનાજના ભાવ કરતા વધારે લૂંટે છે તેને એટલું સમજવું જોઈએ કે આપણી કરતા આ બતક ખુબજ સારું છે. તે લોકો માટેજ આ વીડિયો છે જે બીજાના ભાગનું પણ પોતે ખાય જાય છે. વીડિયો તો ઘણા ટાઈમ જૂનો છે પણ હાલમાં આ વિડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

image source

થોડા સમય પહેલા એક વન અધિકારી (ફોરેસ્ટ ઓફિસરે) ટ્વીટર પર એક વિડિઓ શેર કર્યો હતો. જે બધા લોકોનર ખુબજ પસંદ આવી રહ્યો છે. ભારતીય વન સેવાના અધિકારી પ્રવીણ કાસવાને આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે.

આ દિવસોમાં, સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બતક તળાવની માછલીઓને ખવડાવી રહ્યો છે, ભારતીય વન સેવાના અધિકારી પ્રવીણ કસવાને 32-સેકન્ડનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તળાવના કાંઠે અનાજથી ભરેલી ટ્રે મૂકવામાં આવી છે. આ પછી, બતક તેની ચાંચમાં અનાજ મૂકીને ટ્રેની નજીક આવતી માછલીઓને ખવડાવી રહ્યો છે.

વીડિયો શેર કરતાં પ્રવીણ કાસવાને લખ્યું, “તેઓએ મને સમજાવ્યું કે મિત્રતા કોને કહે છે. આ માછલીઓને એક સારો મિત્ર મળ્યો છે.” તમને જણાવી દઈએ કે આ વિડિઓ 22 હજારથી વધુ વખત જોવાઈ ચુક્યો છે. 4 હજારથી વધુ લોકોએ વીડિયો પણ પસંદ કર્યો છે.

આ વીડિયો ખૂબ જ શેર થઈ રહ્યો છે. વીડિયોમાં એક ભાવ દર્શવવામાં આવી રહ્યો છે કોઈની મદદ કરો. તમને એક સારો મિત્ર મળશે. ઘણા લોકોએ આ ટ્વીટને રિટ્વીટ કરી રહ્યા છે. અને લખી રહ્યા છે કે માણસને આ બતક જેવું થવાની જરૂર છે.

વિડિઓ પર ટિપ્પણી કરતા એક વપરાશકર્તાએ લખ્યું, “તે કેટલું સુંદર છે.” બીજાએ લખ્યું, “માછલીઓ અને બતક વચ્ચેની મિત્રતા કેટલી શુદ્ધ છે.” ઘણા લોકોએ લખ્યું હતું કે માણસોએ માછલીઓ અને બતકની મિત્રતામાંથી પણ શીખવું જોઈએ.

બતક અને માછલીની મિત્રતા પર લોકો ખુબજ ખુશી સાથે આ વીડિયો શેર કરી રહ્યા છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈને પણ એમ કહી શકાય કે માણસે અત્યારે આ મહામારીને ધ્યાનમાં રાખીને બતકમાંથી કઈક શીખવું જોઈએ. લોકોએ ભૂખ્યા લોકોને ભોજન કરાવવું જોઈએ. અને આ બતકની જેમ પોતાના સારા ગુણ બતાવવા જોઈએ. જેથી સમાજમાં એક સારી શરૂઆત થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ