શનિ વક્રી 2020 અસરો : જાણો કઈ રાશિને થશે કેવી અસર અને તેનાથી બચવા માટે શું કરશો…

શનિ વક્રી 2020 અસરો: શનિ વક્રીની આ સાત રાશિ પર રહેશે આડી નજર, જાણો તેનાથી કેવી રીતે બચવું

જ્યોતિષ શાસ્ત્રમાં, શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, શનિ, જેને કોરોનાનો મુખ્ય કારક ગ્રહ કહેવામાં આવે છે, 11 મે 2020 થી 29 સપ્ટેમ્બર 2020 સુધી મકર રાશિમાં સંક્રમણ કરશે.

શનિ એક ક્રૂર ગ્રહ છે અને આ ક્રૂર ગ્રહ 11 મેથી પાછો વક્રી થયો છે, જે 29 સપ્ટેમ્બર 2020 સુધી આ જ સ્થિતિમાં રહેશે. જો કોઈ વ્યક્તિ પર તેની આડી નજર પડે છે, તો તે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓની લાઇન લાગી જાય છે. આની ગતિ ધીમી હોય છે, તેથી જાતકોના જીવન પર તેની અસર લાંબી હોય છે. શનિ વક્રીની ગતિની અસર સાત રાશિ પર નકારાત્મક અસર કરી શકે છે. ચાલો જાણીએ કે એ કઈ સાત રાશિ છે અને શનિ દોષને કેવી રીતે ટાળી શકાય.

મિથુન રાશિ:-

શનિ વક્રીને કારણે તમારા માર્ગમાં મુશ્કેલીઓ આવવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારે ખૂબ ગંભીર રહેવું પડશે. પડકારોનો સમયગાળો લાંબો રહેશે. તેથી તમે માનસિક રીતે પરિપકવ બનો. તમારા પ્રયત્નોને સતત ચાલુ જ રાખો.

ઉપાય: શનિવારે શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવો.

કર્ક રાશિ:-

શનિ વક્રીની તમારા આર્થિક પક્ષ પર નકારાત્મક અસર પડશે. આ સમયગાળા દરમિયાન, ખર્ચ વધારે હોઈ શકે છે અને આવકમાં સતત ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા નાણાંનું સંચાલન સારી રીતે કરવું પડશે અને ખર્ચ સંભાળીને કરવો પડશે.

ઉપાય: શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને કાળી અડદની દાળનું દાન કરો.

સિંહ રાશિ:-

સિંહ રાશિના જાતકો પર શનિની વક્રીની નકારાત્મક અસર પડશે. આ દરમિયાન, શનિદેવ તમારી પરીક્ષા લેશે. તમારા કાર્ય બનતા બનતા બગડશે. આ સિવાય સ્વાસ્થ્યને પણ નકારાત્મક અસર થશે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

ઉપાય: શનિવારના દિવસે કાળા રંગના વસ્ત્ર ધારણ કરો.

કન્યા રાશિ:-

શનિની વક્રી દરમ્યાન તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમ્યાન કોઈ પણ એવા કાર્ય કરશો નહીં જે તમારા વ્યક્તિત્વને ખરાબ કરે. ધ્યાનમાં રાખો કે, શનિ વક્રીને કારણે વ્યક્તિને કોઈ મોટી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે.

ઉપાય: શનિવારની સાંજે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો.

તુલા રાશિ:-

તુલા રાશિવાળાઓના જીવન પર પણ શનિ વક્રીની આડી નજર રહેશે. આને કારણે પહેલા કરતાં સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. બીમારીમાં વધુ ભાગદોડ અને ખર્ચ થઈ શકે છે. તેથી પડકારો માટે માનસિક રીતે તૈયાર રહો.

ઉપાય: શનિવારના દિવસે છાયા પાત્ર દાન કરો.

મકર રાશિ:-

શનિ વક્રી મકર રાશિ પર નકારાત્મક અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. વાહન કાળજીપૂર્વક ચલાવો નહીં તો તેનાથી ઇજાઓ થવાની સંભાવના છે.

ઉપાય: શનિના બીજ મંત્ર ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः નો 108 વખત જાપ કરો.

Source: Amarujala Hindi News

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ