બટાકા વડા સેન્ડવીચ અને પૂડલા સેન્ડવીચ – ટેસ્ટી અને ચટપટી સેન્ડવિચ, બાળકો જોઇને જ ખાવા લલચાઈ જશે…

હેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું સેન્ડવિચની એક નવી વેરાઈટી જેનું નામ છે બટાકા વડા સેન્ડવીચ અને પૂડલા સેન્ડવીચ આ બંને પ્રકારની સેન્ડવીચ તમે એક જ સામગ્રીમાંથી બનાવી શકશો તમે વેજીટેબલ સેન્ડવીચ ટોસ્ટ સેન્ડવીચ ચીઝ સેન્ડવીચ એવી દરેક પ્રકારની સેન્ડવીચ બનાવીને ખાધી હશે અને હવે આ મુંબઈની ફેમસ બટાટા વડા સેન્ડવીચ અને પૂરા સેન્ડવીચ જરૂર ટ્રાય કરજો મુંબઈની ફેમસ વાનગીઓ માં વડાપાવ નું નામ સૌથી મોખરે આવે છે અને બીજા નંબરે સેન્ડવીચ નું આવે છે એટલે બટાટા વડા અને સેન્ડવીચ નું કોમ્બિનેશન કરીને બટાટા વડા સેન્ડવીચ પણ બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જો કંઈ નવું બનાવો હોય તો આ બટાટાવાળા સેન્ડવીચ અને પૂડલા સેન્ડવીચ જરૂર બનાવજો તે સ્વાદમાં ખુબ સરસ લાગે છે તો ચાલો આ ટુ ઇન વન એટલે કે વડા અને પૂડલા સેન્ડવીચ કેવી રીતે બને અને તેના માટે શું સામગ્રી જશે તે નોંધી લઈએ

*સામગ્રી –

*વડા બનાવવાની સામગ્રી

*બાફેલા બટેટાનો માવો ૭૫૦ગ્રામ

*બારીક સમારેલા તીખા લીલા મરચાં 3 થી 4 ટેબલસ્પૂન

* 2 થી 3 ટેબલસ્પૂન બારીક સમારેલો લીમડો

*1 ટેબલ સ્પૂન રાઈ વખાણ કરવા માટે

*૩ થી ૪ ટેબલસ્પૂન તેલ

*ચપટી હિંગ

*1/4 ટીસ્પૂન હળદર

*સ્વાદ અનુસાર

*બારીક સમારેલી કોથમીર

* ચણાના લોટનું ખીરું બનાવવા માટેની સામગ્રી —

*2 કપ જેટલો ચણાનો લોટ

*સ્વાદ અનુસાર મીઠું

*ચપટી હીંગ

*પાણી

*સેન્ડવીચ બનાવવા માટે એક પેકેટ ઘઉંના લોટનો બ્રેડ અથવા વ્હાઈટ બ્રેડ

*કાકડી ટમેટા અને કાંદા ની સ્લાઈસ ચાટ મસાલો અને *વડાપાવ ની સુકી ચટણી

*વડા બનાવવાની રીત

1-સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો તેમાં બારીક સમારેલા લીલા મરચાં લીમડો અને ચપટી હીંગ ઉમેરીને મિક્સ કરો

2-ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરો તેને બરાબર મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કોથમીર ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળી અને ગેસ પરથી નીચે ઉતારી લો અને થોડું ઠંડુ થવા દો

3-ત્યારબાદ વડાનું પૂરણ ઠંડું થઈ જાય એટલે તેમાંથી એક સરખા ચટપટા વડા વાળી તૈયાર કરી લો વડા ને ચપટા જ બનાવવા જેથી તમને સેન્ડવીચ બનાવવા માટે સરળતા રહે

4-ત્યારબાદ એક કડાઈમાં વડા તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો ગેસ ધીમો રાખવો તેલ ગરમ થાય તે સમય દરમિયાન વડા નું ખીરું તૈયાર કરીએ.

એક બાલ માં ચણાનો લોટ લે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હીંગ નાખી જરૂર પૂરતું પાણી ઉમેરી મીડીયમ ઘટ્ટ ખીરું તૈયાર કરી લો

5-ખીરુ તૈયાર થઈ જાય એટલે તેમાં બે ચમચી ગરમ તેલ ઉમેરો અને તેને ખૂબ જ ફીણી લો આમ કરવાથી વડા સરસ ફુલ સે અને સોફ્ટ બનશે

6-ત્યારબાદ વડાને એક એક કરીને ચણાના લોટમાં બોડી તેને ગરમ તેલમાં બંને બાજુએથી ગોલ્ડન કલર ના તળી લો બંને બાજુ ગોલ્ડન થઈ જાય એટલે તેને ટીશ્યુ પેપર કાઢી લો જેથી તેનું એક્સ્ટ્રા તેલ નીકળી જાય

*સેન્ડવીચ બનાવવાની રીત

બ્રેડની કિનાર કાપી લો તેના ઉપર બટર લગાવી દો ત્યારબાદ બે સ્લાઇડ્સ પર લીલી ચટણી અને બીજી સ્લાઈસ પર લાલ લસણની ચટણી લગાવી દો તેના ઉપર તળેલું ગરમાગરમ વડુ મૂકો ઉપર વડાપાવ ની ચટણી ભભરાવો તેના ઉપર ચટણી લગાવેલી સ્લાઇઝ મૂકો અને તેને કટ કરીને ઉપર લીલી ચટણી અને લાલ ચટણી લગાવી ઝીણી નાયલોન સેવ ભભરાવી અને ગરમા ગરમ પીરસો તૈયાર છે તમારી બટાકા વડા સેન્ડવીચ

* પુડલા બનાવવા માટે ની રીત

સૌપ્રથમ બટાકા વડા ના ખીરામાં પીસેલા આદુ મરચાં અને બારીક સમારેલી કોથમીર અને ચપટી હળદર નાખી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો

*ત્યારબાદ એક નોનસ્ટિક તવા ઉપર ચમચા વડે મીડિયમ સાઇઝના પુડલો પાથરો તેની બંને બાજુ તે લગાવી તેને શેકી લો પુડલો તૈયાર છે

*પુડલા સેન્ડવીચ બનાવવાની રીત


સૌપ્રથમ બ્રેડની સ્લાઈસ ની કિનાર કાપી તેના પર બટર લગાવો અને લાલ લીલી ચટણી લગાવો તેના પર કાકડી ટમાટર અને કાંદા ની સ્લાઈસ મુકો અને ઉપર ચાટ મસાલો ભભરાવો *ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલા પુડલાને વાળીને મુકો તેની ઉપર બીજી સ્લાઈસ મૂકી સેન્ડવીચ ને કટ કરીને લાલ લીલી ચટણી અને સોસ સાથે પીરસો તૈયાર છે તમારી ગરમાગરમ પુડલા સેન્ડવીચ.

ફ્રેન્ડ્સ આશા છે તમને મારી આ બટાટા વડા સેન્ડવીચ અને પૂડલા સેન્ડવિચ ની રેસીપી ગમી હશે તો ચાલો હવે મહેમાન આવે ત્યારે બનાવવા ટુ ઇન વન સેન્ડવીચ અને હું કરું બીજી રેસીપી ની તૈયારી મારી આ ટુ ઇન વન સેન્ડવીચ ની રેસીપી જોવા માટે મારી youtube ચેનલ Mumma’s kitchen ની મુલાકાત જરૂર લેજો આવી નવી નવી રેસીપી શીખવા અને માણવા માટે મારી ચેનલ ને જરુર સબ્સ્ક્રાઇબ કરજો અને હા તમારો ફિડબેક જરૂર આપજો ત્યાં સુધી હેપ્પી કુકિંગ

વાનગીની સંપૂર્ણ રેસિપી જુઓ વિડીઓમાં

from Mumma’s kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.