કેન્સરનું જોખમ વધારે છે આપણી આસપાસ રહેલી આ ૮ હાનિકારક વસ્તુઓ, રહો સાવધાન…

કેન્સર એ ક ગંભીર બિમારી છે.શરૂઆતમાં કેન્સરનાં લક્ષણ સામાન્યરીતે દેખાતા નથી,પણ આસપાસ રહેલી ઘણી હાનિકારક ચીજો અજાણતા આપના શરીરમાં કેન્સર પેદા કરી શકે છે.પાછલા એ ક દશકમાં લોકોની જીવનશૈલી અને ખાનપાનમાં ખૂબ બદલાવ આવ્યા છે.આ કારણ છે કે દુનિયાભરમાં કરોડો લોકો દર વર્ષે કેન્સરથી મોતનો શિકાર બની જાય છે.હવે શોધકર્તાઓ એ ૨૦૦ થી પણ વધારે પ્રકારનાં કેન્સર શોધી કાઢ્યા છે,જે વ્યકિતની આસપાસની ચીજોથી જ પેદા થઈ રહ્યુ છે.આવો આપને જણાવીએ કે આપની આસપાસ કેન્સરનું જોખમને વધારો દેવાવાળી કઈ ચીજો રહેલી છે.

ડીઝલનો ધુમાડો :

ડીઝલનો ધુમાડો પણ કેન્સરનું કારણ બની શકે છે.આ કારણ છે કે વ્યસ્ત રોડની આસપાસનાં ઘરમાં રહેનાર લોકો અને રસ્તા પર ડીઝલનો ધુમાડો સહન કરવાવાળા લોકોમાં પણ કેન્સરની શક્યતા ખૂબ વધારે હોય છે.વાત એ મ છે કે ડીઝલ બળવાથી કાસિર્નોજેન્સ પેદા થાય છે.ડીઝલનિુ ફેક્ટરી અને ડીઝલની ગાડીઓ થી નિકળવાવાળો ધુમાડો ફેંફસાનાં કેન્સરનું જોખમ વધારે છે.આ ધુમાડો ટ્રકોમાંથી,ટ્રેનનાં એ ન્જીનમાંથી,ગાડીમાંથી,બસમાંથી,જનરેટર વગેરામાંથી નિકળે છે.તેના કારણે સામાન્ય વસ્તીઓ પણ પ્રભાવિત થાય છે.જે રસ્તા પર ટ્રાફિક વધારે હોય છે તે જગ્યાઓ પર તેનું જોખમ પણ વધારે રહે છે.

સૂર્ય પ્રકાશ :

આપને જાણીને અચરજ થશે કે સૂરજનો પ્રકાશ એ ટલે કે તડકો પણ કેન્સરનું કારણ બની શકે છે.વાત એ મ છે કર ઓ જોન પરતમાં છેદ હોવાનાં કારણે સૂરજની કિરણો સાથે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ ધરતી પર આવે છે.એ ટલા માટે જો આપ તડકામાં ખૂબ વધારે સમય વિતાવો છો,તો આપને ચામડીનું કેન્સર થવાનું જોખમ થઈ શકે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનનાં રિપોર્ટ અનુસાર પરાબેંગની કિરણોનાં વધારે એ કસપોઝરથી ચામડી પર બે પ્રકારનાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે.તે છે મેલિગ્નેંટ મેલાનોમા અને સ્કિન કાર્સિનોમા.

શહેરોમાં પ્રદુષણ અને ફેક્ટરીઓ નો ધુમાડો :

શહેરોમાં પ્રદુષણનું સ્તર દિવસેને દિવસે વધતું જઈ રહ્યુ છે.વાતાવરણમાં ઝેરી ગેસ,ફેક્ટરીઓ માંથી નિકળતો ધુમાડો અને ઝેરી ધાતુ કેન્સરનું જોખમ વધારે છે.જોવામાં આવ્યુ છે કે જે લોકો પ્રદુષિત શહેરોમાં રહે છે કે ફેક્ટરીઓ ની આસપાસ રહે છે,તેમનાંમાં સિલિકોન અને અભ્રક જેવા હાનિકારક તત્વોને કારણે કેન્સરની સંભાવના વધારે હોય છે.એવા લોકોને ફેંફસાનું કેન્સર,બ્લડ કેન્સર,ગખા અને મોઢાનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના વધારે હોય છે .આ બધું ઝેરી ધાતુઓ ને કારણે થાય છે જે હવા કે પાણીનાં માધ્યમથી શરીરમાં પ્રવેશ કરે છે.

મેકઅપનો સામાન અને બ્યુટી પ્રોડક્ટસ :

મેકઅપનો સામાન,ટુથપેસ્ટ,ડિઓ ,પરફ્યૂમ,વાળની જેલ,ક્રિમ,લોશન વગેરા ઘણી ચીજો છે જેનો આપ રોજ ઉપયોગ કરો છો.આ ચીજો પણ આપના શરીરમાં કેન્સર પેદા કરી શકે છે.વાત કંઈક એ મ છે રોજબરોજની જે પ્રોડક્ટસમાં સોડિયમ લોરેલ સલ્ફેટ હોય છે,તેનાથી કેન્સરનું જોખમ હોય છે.આ વાસ્તવમાં ફીણ બનાવવા કારક છે,જે શેવીંગ ક્રિમ,શેમ્પૂ,કંડીશનર,મંજન વગેરામાં મેળવ્યુ જાય છે.તેના સિવાય મરકરી(પારા) પણ ખતરનાક તત્વ છે,જે લિપસ્ટિકમાં હોય છે.શેમ્પૂમાં કોલતાર હોય છે.આ સિવાય પેરાબેનનો પ્રયોગ વધારે ભાગે સોંદર્ય ઉત્પાદોમાં હોય છે.

સિગારેટનો ધુમાડો :

જો તમે સિગારેટ પીવો છો,તો આપને કેન્સરનું જોખમ છે.પણ જો તમે સિગારેટ નથી પીતા,પણ સિગારેટનો ધુમાડો સહન કરો છો,તો પણ તમને કેન્સર થવાનું તેટલું જ જોખમ હોય છે,જેટલુ કે સિગારેટ પીવાવાળાને.સિગારેટમાં નિકોટીન સિવાય ૪૦૦૦ બિજા ખતરનાક કેમિકલ્સ હોય છે,તેનાથી લગભગ ૬૦ કાર્સિનોજેન્સ હોય છે.જો આપ ધુમ્રપાન ઘરની અંદર કરો છો તો કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

રેડીએશનનાં કારણે:

રેડીએ શન પણ ઘણી પ્રકારનાં કેન્સરનું કારણ બને છે.આજકાલ ઘણા એ વા રોગ છે,જેના ઈલાજ માટે રેડીએ શનનો પ્રયોગ કરવામાં આવે છે.જેમાં મેમોગ્રામ,એક્સ રે,સીટી સ્કેન વગેરા શામેલ છે.જોકર આ બધા પરિક્ષણ સુરક્ષીત માનવામાં આવે છે,પણ જો આપના શરીરમાં પહેલાથી કોઈ રોગ છે ,તો રેડીએ શનનાં કારણે તે વધી શકે છે.એ ટલા માટે જ્યારે પણ આપ ક્લીનિકલ તપાસ કરાવો,પોતાનાં બધા રોગ વિશે ડોક્ટરને જરૂર જણાવો.

પ્રોસેસ્ડ ફૂડ્સ :

ખૂબ વધારે પ્રોસેસ્ડ ફૂડ્સનું સેવન કરવાથી પણ કેન્સરનું જોખમ થઈ શકે છે. પેકેટબંધ આહાર,કોલ્ડડ્રિક્સ,વધારે ખાંડ-મીઠા વાળો આહાર,લાલ મિટ,વધારે ફેટવાળો આહાર અને કેમિકલયુક્ત આહારનાંસેવનથી પણ કેન્સરનું જોખમ થાય છે.હાલમાં થયેલી ઘણી શોધમાં જણાવાય છે કે ખૂબ વધારે પ્રોસેસ કરવામાં આવેલા આહારનું સેવન કેન્સરનાં જોખમને ૧૦ ટકા સુધી વધારી દે છે.

અમુક દવાઓ નાં સેવનથી પણ જોખમ :

અમુક કિમોથેરેપી દવાનાં કારણે બીજીવાર કેન્સર થવાનું જોખમ વધી જાય છે.દર્દીમાં ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવવા માટે આપવામાં આવતી દવાઓ કેન્સરનું જોખમ વધારી દે છે.આ દવાઓ થી લિમ્ફોમા થવાનુ જોખમ વધારે હોય છે.