અમદાવાદ મેટ્રો રેલ ને લગતી તમામ વિગતો હવે તમારા પોકેટ માં, ખુબ ઉપયોગી માહિતી…

પી.એમ નરેંદ્ર મોદીએ જ્યારથી અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી આપી છે, ત્યારથી અમદાવાદ મેટ્રો વિષે વધુ જાણવાની અને તેમાં મુસાફરી કરવાની લોકોમાં ઉત્સુકતા વધારે જોવા મળી છે. અત્યાર સુધીમા આશરે 75000 લોકોએ મેટ્રો રેલની ફ્રીમાં મુસાફરી કરી તેનો આનંદ માણ્યો છે. અને આગળ જતાં એક ખૂબ જ ઉપયોગી રોજીંદુ વાહનનું માધ્યમ પણ સાબિત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે અમે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે તમને ખૂબ જ સરળતાથી અમદાવાદ મેટ્રોમા મુસાફરી કરી શકાય છે એ પણ ફક્ત એક મોબાઈલ એપના માધ્યમથી. એના માટે તમારે આ એપને તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરવાની રહેશે. કેવી રીતે કરશો અમદાવાદ મેટ્રો રેલ એપ ડાઉનલોડ?

 

 

એન્ડ્રોઈડ ફોન અને ટેબલેટ માં ડાઉનલોડ કરવા માટેનો પાથ : https://play.google.com/store/apps/details?id=com.inextrix.megametro

આઈ ફોન અને આઈ પેડ માં ડાઉનલોડ કરવા માટેનો પાથ : https://itunes.apple.com/us/app/ahmedabad-gandhinagar-metro/id1366164320

પ્રાપ્ત માહિતી અનુસાર આ એપ આપણાં અમદાવાદની એક પ્રખ્યાત આઈ.ટી કંપની : iNextrix Technologies Pvt. Ltd.એ બનાવી છે.

આશરે 1 વર્ષ પહેલા આ કંપનીના ડાયરેક્ટર અર્પિત મોદી અને સમીર દોશી એક કોન્ફરસમાં બિઝનેસના ઉદેશ્યથી દિલ્હી ગયા હતા. અને ત્યાં તમને ઝડપી મુસાફરી માટે મેટ્રોનો મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો અને આ મુસાફરી સરળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો એક મોબાઈલ એપ એ.

બસ ત્યારથી જ બંનેએ નક્કી કર્યું હતું કે આપડી અમદાવાદ મેટ્રો રેલ માટે એક એપ હોવી જ જોઈએ. જે વાપરવામાં પણ ખૂબ જ સરળ હોય. જે બધી જ ભાષાઓ જેમકે અંગ્રેજી, હિંદી, અને ગુજરાતીમાં ઉપલબ્ધ હોય અને આપડાં અમદાવાદીઓને મેટ્રો રેલને લગતી તમામ માહિતી એક જ જગ્યાએથી મળી રહે.

ત્યારબાદ બનેએ એમની ટીમ સાથે મળીને અમદાવાદ મેટ્રો પ્રોજેકટની તમામ માહિતી ભેગી કરી અને બનાવી એક સુંદર મજાની લોકોને ખૂબ જ ઉપયોગી થાય એવી મોબાઈલ એપ્લીકેશન.

એપ્રિલ, 2018 માં એપનું ફર્સ્ટ વર્જન રીલીઝ થયું ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરમાં અને ત્યાર પછી નવા ફીચર સાથે નવા વર્જન રીલીઝ થતાં રહ્યા. આજે આ એપના એન્ડ્રોઈડ અને એપલ એમ બંનેમાં 1000થી વધારે ડાઉનલોડ છે.

આ એપ્લીકેશનમાં મહત્વના તમામ ફીચરને કવર કરવામાં આવ્યા છે, જેમકે:

  • મેટ્રોના રૂટ
  • બે સ્ટેશન વચ્ચેનું અંતર
  • નજીકમાં આવતું મેટ્રો સ્ટેશન
  • સ્ટેશન વિષેની સંપૂર્ણ માહિતી
  • અમદાવાદનાં આકર્ષણો
  • મેટ્રો રેલ પ્રોજેકટની પ્રગતિ
  • મેટ્રો રેલના સમાચાર

આગળ જતાં આ એપમાં બીજા અનેક નવા નવા ફીચર્સ ને આવરી લેવામાં આવશે. જેમાં મેટ્રોનું બધુ જ સમય પત્રક અને બીજી અગત્યની ઘણી માહિતી હશે.

સૌથી મહત્વની વાત એ છે કે આ એપમાં અમદાવાદ મેટ્રોને લગતી બધી જ માહિતી ઉપલબ્ધ છે અને આ એપ પણ તમે કોઈપણ ચાર્જ વગર જ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. જેના કારણે એનો લાભ સૌ લોકોને વધારે ને વધારે મળી શકશે. તો હવે રાહ શેની જુઓ છો ? તો આજે જ ડાઉનલોડ કરો અને તમારા મેટ્રો રેલનો અનુભવ શેર કરો બિન્દાસ આ એપ સાથે.