બેકિંગ સોડાથી સ્કિન તેમજ વાળ થાય છે એકદમ મસ્ત, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

સારા વાળ અને ત્વચાની ઇચ્છાની બધાને હોય છે. પરંતુ તેના ઉપાયો સમજમાં નથી આવતા. અલગ અલગ પ્રકારના ઉપાયો અજમાવા છતાં પણ ધાર્યું પરિણામ નથી મળતું.

image source

જો અમે આપને એક એવી વસ્તુ વિષે જણાવીએ જે આપના વાળ અને ત્વચા બંને પર એક સમાન અસરકારક છે તો આપે પણ આ માનવાનું રહેશે. તે વસ્તુ દરેક ઘરમાં મળી રહે છે.

આપના કિચનમાં છે એવી વસ્તુ જેનાથી આપના વાળ અને ત્વચા અત્યંત સુંદર અને સ્વસ્થ થઈ જાય છે. અમે વાત કરી રહ્યા છીએ બેકિંગ સોડાની. ભારતીય કિચનમાં કેટલીક એવી ડિશ છે જેમાં સોડાનો ઉપયોગ જરૂરી હોય છે એટલા માટે આ દરેક ઘરમાં સરળતાથી મળી આવે છે. આ સિવાય બેકિંગ સોડાની અન્ય ખાસિયત એ છે કે આ ખૂબ સસ્તો હોય છે.

image source

બેકિંગ સોડા ખરેખરમાં સોડિયમ બાયકાર્બોનેટ હોય છે. આ કુદરતી હોય છે અને તેમાં સફેદ રંગનો પાવડર ભેળવવામાં આવે છે. બેકિંગ સોડાની ખાસ વાત એ છે કે બેકિંગ સોડામાં એંટીબેક્ટેરિયલ, એંટીફન્ગલ, એંટીસેપ્ટિક અને એંટીઇન્ફ્લેમેટરી ખૂબીઓ હોય છે. આ સિવાય બેકિંગ સોડા શરદી-ખાંસીથી લઈને, મોઢાની તકલીફો અને ત્વચા સંબંધી રોગથી બચાવ કરે છે.

image source

બેકિંગ સોડા અસરકારક થાય છે જ્યારે બેકિંગ સોડાને ઓછા સમય માટે ઉપયોગમાં લેવામાં આવે. પરંતુ ધ્યાન રાખવું કે લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી બેકિંગ સોડા ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય બેકિંગ સોડાનો ઉપયોગ કરતાં પહેલા આપે ક્યાંકની ત્વચા બેકિંગ સોડા પ્રત્યે સંવેદનશીલ તો નથી.

image source

૧. ચેહરા પર ખીલની સમસ્યા સહન કરી રહેલઆ લોકો માટે બેકિંગ સોડા ખૂબ અસરકારક છે. બેકિંગ સોડામાં એંટીસેપ્ટિક અને એંટીઈફલેમેટ્રી ગુણોના કારણે આ ચેહરા પર રહેલ ખીલના આકારમાં ઘટાડો કરે છે અને નવા ખીલ થવાથી રોકે છે. બેકિંગ સોડામાં ત્વચાના પીએચ લેવલને સંતુલિત રાખવાનો ગુણ હોય છે જેનાથી ત્વચામાં આવેલ ખરાબીથી બચાવી શકાય છે.

image source

બેકિંગ સોડાના ઉપયોગ માટે એક ચમચી બેકિંગ સોડા લઈને પાણીની સાથે પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચેહરા પર લગાવો. ત્યારબાદ આ પેસ્ટને ૧ થી ૨ મિનિટ માટે ચેહરા પર રેહવા દો. ત્યારપછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ આપ બે થી ત્રણ દિવસ સુધી સતત દિવસમાં એકવાર કરી શકો છો. ત્યારબાદ આ પેસ્ટને આપ અઠવાડિયામાં એક થી બે વાર ઉપયોગ કરી શકો છો.

image source

૨. સફેદ દાંતોની ઈચ્છા રાખવાવાળા લોકો માટે બેકિંગ સોડા ખૂબ કારગર ઉપાય છે. બેકિંગ સોડા દાંત પરથી પીળાશની પરત હટાવી દે છે. આની સાથે જ આ બેક્ટેરિયા દ્વારા બનતા એસિડને હટાવીને દાંતને પ્લાકથી બચાવે છે.

પોતાના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટની સાથે બેકિંગ સોડા પણ લઈ લેવો અને બે મિનિટ સુધી બ્રશ કરવું. દરરોજ દિવસમાં એકવાર કેટલાક દિવસ સુધી આ રીતે બ્રશ કરવાથી દાંતની પીળાશ દૂર થઈ જાય છે.

image source

આની સિવાય આપ ઘરે પણ ટીથ વાઈટનર બનાવી શકો છો. એના માટે બે ચમચી બેકિંગ સોડા લઈને તેમાં ૪ ચમચી હળદર પાવડર મેળવી દો. આ મિક્ષ્ચરમાં ૩ ચમચી એકસ્ટ્રા વર્જીન નારિયેળ તેલ મેળવી લો. આ પેસ્ટને બ્રશ પર લઈને દરરોજ એકવાર બ્રશ કરવું.

સાવધાની:

વધારે પ્રમાણમાં બેકિંગ સોડાના ઉપયોગથી બચવું. કોઈપણ ઉપાયને ઓછા દિવસ માટે જ અપનાવો. વધારે સમય સુધી ઉપયોગ કરવાથી બેકિંગ સોડા દાંત પરથી કુદરતી એનામલની પરત હટાવી દે છે.

image source

૩. બેકિંગ સોડા અલકેલાઇન પ્રકૃતિનું હોય છે અને એને તાપમાં દાઝી ગયેલી ત્વચા પર સારી અસર થાય છે. બેકિંગ સોડાના ઉપયોગથી બળતરા અને ખંજવાળ બંધ થઈ જાય છે. બેકિંગ સોડા એંટીસેપ્ટિક હોવાના કારણે સનબર્નમાં ખૂબ અસરકારક સાબિત થાય છે.

એક કે બે ચમચી બેકિંગ સોડાને એક કપ પાણીમાં ઘોળ બનાવીને એક ચોખ્ખા કપડાંને આ ઘોળમાં ડૂબાડો અને ત્યારપછી આ કપડાને તે જગ્યાએ રાખી દો જયાં તાપના કારણે ત્વચા દાઝી ગઈ હોય. આ કપડાને પાંચ થી દસ મિનિટ સુધી રહેવા દો અને એક દિવસમાં આ ઉપાય આપ બે થી ત્રણવાર ઉપયોગમાં લઈ શકો છો.

image source

આ સિવાય બાથટબમાં અડધો કપ બેકિંગ સોડા નાખી દેવો અને આ પાણીમ પાંચ થી પંદર મિનિટ સુધી સૂઈ રહેવું. ત્યારપછી એક ચોખ્ખા કપડાંથી આરામપૂર્વક પોતાના શરીરને કોરું કરી લેવું. દિવસમાં એકવાર આપ આ ઉપાય કેટલાક દિવસ સુધી કરી શકો છો.

image source

૪. શરીરમાં ત્વચાનો રંગનું એક જેવું ના હોવું પણ ઘણા લોકોને હેરાન કરે છે. જો અપ ચમકતી ત્વચાની ઈચ્છા રાખો છો તો બેકિંગ સોડા આપની મદદ કરી શકે છે. બેકિંગ સોડામાં ડેડ સ્કીનને હટાવવાનો ગુણ હોય છે. આ સિવાય બેકિંગ સોડા પીએચ લેવલને સંતુલિત રાખે છે. જેનાથી ત્વચાની ખૂબસૂરતી બની રહે છે.

image source

એક થી બે ચમચી બેકિંગ સોડામાં ગુલાબજળ ભેળવીને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચેહરા પર લગાવી લો. આ પેસ્ટને ચેહરા પર એક મિનિટ સુધી લાગેલી રહેવા દો અને પછી ધીરે ધીરે આંગળિયોની મદદથી સ્ક્રબ કરતાં કાઢી લેવું. છેલ્લે હુંફાળા પાણીથી ચેહરાને ધોઈ લો. આ ઉપાયને આપ એક થી બે અઠવાડિયા સુધી કરી શકો છો. બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા પછી ત્વચાને મોઈશ્ચરઝ કરવાનું ભૂલવું નહિ.

image source

આ સિવાય એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી લીંબુનો રસમાં એકસ્ટ્રા વર્જીન ઓલિવ ઓઇલના ચાર થી પાંચ ટીપાં ભેળવી લો. હવે આ પેસ્ટને ચેહરા પર લગાવો. આ પેસ્ટને પાંચ મિનિટ સુધી ચેહરા પર લાગેલ રહેવા દો અને પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લેવો. આ ઉપાય આપ એક અઠવાડિયામાં બે થી ત્રણવાર અજમાવી શકો છો.

image source

૫. નખના રંગને લઈને જો આપ ચિંતિત છો તો બેકિંગ સોડાથી વધારે સારો કોઈપણ ઉપાય હોઈ શકે નહિ. બેકિંગ સોડામાં બ્લીચિંગ અને એક્સફોલીએટિંગ ગુણ હોય છે જેનાથી નખના રંગમાં સુધારો આવે છે. અડધો કપ પાણી, ૧/૩ ચમચી હાઈડ્રોજન પેરોકસાઇડ અને એક ચમચી બેકિંગ સોડાને ભેળવીને એક સારો ઘોળ બનાવી લો. હવે આ ઘોળમાં પોતાના નખને બે થી ત્રણ મિનિટ સુધી ડૂબાડીને રાખો. આ ઉપાય આપ પંદર દિવસે એકવાર આ ઉપાયને અજમાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ