આ ખોરાકનુ કરો નિયમિત સેવન, કોલેસ્ટ્રોલ લેવલ રહેશે નીચુ

કોલેસ્ટેરોલને નીચું લાવવા આ ખોરાકનું નિયમિત સેવન કરો

image source

આજે વિશ્વના લાખો-કરોડો લોકો ઉંચા કોલેસ્ટેરોલથી પીડાઈ રહ્યા છે. અને આ લોકોમાંના ત્રીજા ભાગના લોકો સતત હાર્ટ એટેક કે પછી હૃદયને લગતી બીમારીના જોખમ નીચે રહે છે. જો તમારે હૃદયના રોગોના જોખમથી દૂર રહેવું હોય તો તમને જણાવી દઈ કે તમારે તેના માટે તમારા કોલેસ્ટેરોલ સ્તર પર એકાગ્ર થવાની જરૂર પડે છે, તેને તમારે નીચું લાવવાનું છે, આમ કરીને તમે હૃદયની બીમારીઓથી દૂર રહી શકશો.

image source

તો આજે અમે તમને એવા કેટલાક ખોરાક વિષે જણાવીશું જે તમારા બેડ કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવવામાં તમારી મદદ કરશે.

સોયાબીન

image source

જ્યારે તમે તમારા એલડીએલ કોલેસ્ટેરોલના સ્તરને નીચુ લાવવા માગતા હોવ તો તેમાં તમારી મદદ સોયાબીન ચોક્કસ કરે છે. જો તમને સોયાબીનનું શાક વિગેરે ન ભાવતું હોય તો તમે સોયાબીનનું દૂધ કે પછી તેનું પનીર પણ ખાઈ શકો છો. તેના માટે તમારે દીવસનું માત્ર 25 ગ્રામ સોયા પનીર અથવા તો સોયા મિલ્ક લેવાની જરૂર પડે છે. આમ કરવાથી તમારું એલડીએલ કોલેસ્ટેરોલ છ ટકા સુધી નીચે આવી જાય છે.

ઓટમીલ

image source

જો તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ વળવા માગતા હોવ તો તમારે તમારા દીવસની શરૂઆત ઓટમીલથી કરવી જોઈએ. સવારના નાશ્તામાં ઓટમીલ અને થોડા ફ્રૂટ લો. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે સવારનો નાશ્તો દીવસનો સૌથી વધારે મહત્ત્વનો નાશ્તો હોય છે. ઓટમીલ તમારી સવારની ભૂખ તો સંતોષે છે જ પણ સાથે સાથે તેના અન્ય લાભો પણ છે, તેમાં તમને સોલ્યુબલ ફાઇબર સમાયેલા છે જે તમારા કોલેસ્ટેરોલ સ્તરમાં નાટ્યાત્મક ઘટાડો કરે છે.

આખા અનાજ

image source

તમારે તમારી થાળીમાં બને તેટલું રીફાઈન્ડ અનાજ વાપરવું જોઈએ. આખા અનાજ તમારા કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવે છે અને સાથે સાથે તમને હૃદય રોગથી પણ દૂર રાખે છે. આ એક એવો વિકલ્પ છે જે તમને પોષણ તો ભરપૂર પુરુ પાડે છે પણ તે તમારા ખીસ્સાને પણ ભારે નથી પડતા. તમે આખા અનાજમાંથી બનેલા ઓટ્સને તમારા નાશ્તામાં સમાવી શકો છો.

રીંગણ

image source

આપણે ભારતમાં તો રીંગણા ખાવાનો રીવાજ છે જ, એટલે રીંગણા મોટા ભાગના ભારતીયોને ભાવતા જ હોય છે. જો તમે તમારા કોલેસ્ટેરોલ સ્તરને નીચું લાવવા માગતા હોવ તો તમારે રીંગણા નિયમિત રીતે ખાવા જોઈએ અને તમારા ડાયેટમાં તેનો સમાવેશ કરવો જોઈએ. રીંગણની આપણે વિવિધ વાનગીઓ બનાવતા હોઈએ છે, પણ જો તમને તેનું શાક ન ગમતુ હોય તો તમે તેની ચીપ્સ પણ ખાઈ શકો છો.

વનસ્પતિક તેલ (વેજીટેબલ ઓઇલ્સ)

image source

જો તમે તમારો ખોરાક માખણ, ઘીમાં રાંધતા હોવ તો તમારે તે છોડી દેવું જોઈએ અને તમારા ખોરાકને તમારે વેજીટેબલ ઓઇલમાં જ રાંધવો જોઈએ. જેમાં તમે સનફ્લાવરનુ તેલ, ઓલીવ ઓઈલ તેમજ કેનોલા તેલ, કપાસિયા તેલ તેમજ મગફળીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જો કે તેમ છતાં તમારે તેના ઉપયોગને મર્યાદીત રાખવો જોઈએ.

ડાર્ક ચોકલેટ

image source

જે લોકો પોતાના વધતા વજન તેમજ પોતાના સ્વાસ્થ્ય માટે સતત જાગૃત રહેતા હોય છે તેઓને ચોકલેટ ખાધા બાદ એક દોષભાવ રહ્યા કરે છે પણ હવે તેવું નહીં રહે પણ જો તે સાદી નહીં પણ ડાર્ક ચોકલેટ હશે તો ! ચોકલેટની સાથે સાથે ઢગલાબંધ ખાંડ પણ આવતી હોય છે જે તમારા સ્વાસ્થ્યને ચોક્કસ નુકસાન કરે છે. માટે તેવી ચોકલેટ પસંદ કરવી જેમાં 75થી 85 ટકા ડાર્ક ચોકલેટ હોય. કારણ કે તે જ તમારા કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવી શકશે.

ચા

image source

ચા તમારા કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરે છે પણ અહીં ચાનો મતલબ દૂધ અને ખાંડથી બનાવવામાં આવતી ટ્રેડીશનલ ભારતીય ચા નથી પણ માત્ર પાણીવાળી ચાના ઉકાળાની વાત થઈ રહી છે.ગ્રીન કે બ્લેક ટી તમારા કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવે છે. તે તમારા બ્લડ પ્રેશરને પણ અંકુશીત રાખે છે.

એવોકાડો

image source

આજકાલ ટોસ્ટ પર મેશ એવોકાડો ખાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પણ તમને કહી દઈએ કે આ બીજા બધા ટ્રેન્ડની જેમ તમને નુકસાન નહીં કરે પણ લાભ પહોંચાડશે. તમારે પણ આ આદત કેળવવી જોઈએ. એવોકાડોથી ઘણા બધા અંશે તમારું એલડીએલ સ્તર નીચું આવે છે. લગભગ 22 ટકા નીચું આવે છે. આ ઉપરાંત એવોકાડોમાં કેળા કરતા વધારે પોટેશિયમ સમાયેલું હોય છે જે તમારા હૃદયને મજબુત બનાવે છે અને તમને મોનોસેચ્યુરેટેડ ફેટ્સના લાભો પણ પહોંચાડે છે.

સુકો મેવો (નટ્સ)

image source

કોઈ પણ વ્યક્તિના સ્વસ્થ ડાયેટ માટે સુકો મેવો એટલે કે નટ્સ મહત્ત્વના છે. જ્યારે તમને એવું લાગે કે તમારે તમારા સ્વાસ્થ્યને સુધારવાની જરૂર છે ત્યારે તમારે તમારા ડાયેટમાં, મગફળી, અખરોટ, બદામ વિગેરેનો ઉમેરો ચોક્કસ કરવો જોઈએ. નટ્સ તમારા કોલેસ્ટેરોલ લેવલને નીચું લાવવામાં મદદ કરે છે અને સાથે સાથે એલડીએલ પણ નીચુ આવે છે અને તે પણ પાંચ ટકા સુધી. જો કે તમારે ચોકલેટથી કવર કરેલા સુકામેવાથી તો દૂર જ રહેવું જોઈએ કારણ કે તે ફાયદો નહીં પણ નુકસાન કરે છે.

ફળો

image source

વ્યક્તિએ પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખવું હોય તો તેણે દીવસ દરમિયાન ઓછામાં ઓછા 400 ગ્રામ ફળો તો ખાવા જ જોઈએ જેથી કરીને તેમાંથી તમારા શરીર માટે જરૂરી વિટામીન્સ તેમજ પોષક તત્ત્વો તમને મળી રહે. જો તમે ખાટા ફળો ખાશો તે પછી સહેજ ખટાશ ધરાવતું સફરજન પણ કેમ ન હોય, તમને તેમાંથી એક અત્યંત મહત્ત્વનું તત્ત્વ પેક્ટીન મળશે પેક્ટીન એક સોલ્યુબલ ફાઇબર છે જે તમારા કોલેસ્ટેરોલના સ્તરને નીચું લાવે છે.

કઠોળ

image source

મોટા ભાગના ખોરાકમાં સમસ્યા એ હોય છે કે તેને ખાધા પછી થોડા જ સમયમાં પાછી ભૂખ લાગી જાય છે અને માટે તમે થોડા થોડા સમયના અંતરે વધારેને વધારે ખાતા રહો છો જેની અસર તમારા વજન પર થાય છે. પણ જો તમે ઓછું જમીને તમારા પેટને વધારે સમય માટે ભરેલું રાખવા માગતા હોવ તો તમારે કઠોળને તમારા ડાયેટમાં શામેલ કરવા જોઈએ.

બધા જ પ્રકારના કઠોળ, વિવિધ દાળો તમારા કોલેસ્ટેરોલના સ્તરને ઘટાડવામાં મદદ કરશે અને તમને મેદસ્વી થતા પણ અટકાવશે તેમાં પુષ્કળ પ્રમાણમાં સોલ્યુબલ ફાઇબર્સ સમાયેલા છે. પણ આજે વિશ્વના મોટા ભાગના લોકો તેને લેવાનું ટાળતા હોય છે.

image source

જો તમે ઉપર જણાવેલા ખોરાકને તમારા ડાયેટમાં શામેલ કરશો તો તમારું એલડીએલ સ્તર તો નીચું આવશે જ પણ તમારું ઓવરઓલ સ્વાસ્થ્ય પણ સુધરશે અને તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ