કુતરાએ મસ્ત કરી વિકેટ કિંપિગ, જોઇ લો આ મજેદાર વિડીયોમાં તમે પણ

ઘણીવાર એવું જોયું છે કે મનુષ્ય માટે કુતરાઓ ઘણી રીતે જોડાયેલા હોય છે.

image source

કુતરા માણસના સૌથી નજીક હોય છે અને ખૂબ સારા મિત્ર પણ હોય છે. કુતરા જલ્દી જ માણસના સુખ દુઃખ, હસવું, રડવું વગેરે રીતે જોડાઈ જાય છે. તાજેતરમાં જ એક કુતરાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

image source

આ વિડીઓમાં કૂતરાને બાળકો સાથે ક્રિકેટ રમતા જોઈ શકાય છે. આ ક્રિકેટ મેચમાં કૂતરાને વિકેટકીપીંગ કરતાં જોવા મળે છે. દેશની પ્રસિધ્ધ સેલિબ્રિટી સિમી ગ્રેવાલ દ્વારા આ વિડીયો તેમના ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

image source

આ વિડીયો ફક્ત ૪૪ સેકંડનો છે જેમાં આ કૂતરું બે બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યું છે અને આ મેચમાં કૂતરું વિકેટકીપીંગ કરી રહ્યું છે.

image source

ઉપરાંત કૂતરું વિકેટકીપીંગની સાથે ખૂબ જ સારી ફિલ્ડિંગ કરતાં પણ જવા મળી રહ્યું છે. બાળકો સાથે મેચ દરમિયાન બોલ જ્યાં પણ જાય ત્યાંથી આ કૂતરું એ બોલને પોતાના મોંમાં રાખીને પાછો લાવે છે.

સિમી ગ્રેવાલ આ વિડિયોને શેર કરતાં કેપ્શનમાં લખે છે કે ” આ કૂતરાને ‘બેસ્ટ ફિલ્ડર ઓફ ધ યર’નો એવોર્ડ મળવો જોઈએ.”

સોશિયલ મીડિયા પર આ કુતરાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને કેટલાક લોકો તો કૂતરાની ક્રિકેટ સ્કિલની ખૂબ જ પ્રંસશા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ