Rose day: બગડેલા સંબંધો સુધારે છે ગુલાબ, લાલ કલરનું નહિં પણ વ્હાઇટ કલરનું આપજો ગુલાબ, જાણો કેમ

7 ફેબ્રુઆરી આવી અને સાથે જ આજથી રવિવારથી વેલેન્ટાઈન વીકની પણ શરૂઆત થઈ. આખા વીકમાં અનેક દિવસોની ખાસ રીતે થતી ઉજવણી પણ લોકોને આનંદ આપે છે. સેલિબ્રેશનની આ ખાસ દિવસોની પરંપરાથી ખાસ કરીને યુવાનોને આનંદ મળે છે. તેઓ આખા વીકમાં અનેક પ્રકારના દિવસોની ઉજવણી કરે છે.

image source

રોઝ ડેથી તેની શરૂઆત થઈ રહી છે. તો જાણો કયા કયા રંગના ગુલાબ આ દિવસે યુવાનો એકબીજાને આપે છે અને સાથે કયા ગુલાબનો શું અર્થ હોય છે. યુવાનો માટે આ દિવસે ગુલાબનું અને તેના કલરનું ખાસ મહત્વ હોય છે. તેનાથી તે સામેની વ્યક્તિને તેના માટેનો ભાવ પ્રગટ કરે છે. તો તમે પણ જાણો ગુલાબના કલર અનુસાર તેની ખાસિયત.

યલો રોઝ- મિત્રતાનું સૂચન કરે છે

image source

પીળું ગુલાબ એ મિત્રતાનો સંબંધ સૂચવે છે. આ ગુલાબને ફક્ત મિત્રોની વચ્ચે જ નહીં પણ તમે જેને પણ તમારા સારા ફ્રેન્ડ માનો છે તેમને પણ આપી શકો છો. જેમ કે તમે આ ગુલાબ પતિ પત્નીને પણ તેમની મિત્રતા માટે આપી શકો છો. આ સિવાય તમે તેનો ઉપયોગ તમારી ગર્લફ્રેન્ડને માટે પણ કરી શકો છો. પીળું ગુલાબ તમે કોઈને આપો છો ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તમે એકમેકના સારા મિત્રો છો.

ઓરેન્જ રોઝ- તમે તમારા સંબંધને ગ્રીન સિગ્નલ આપો છો

image source

જો તમે કોઈની સાથે રિલેશનશીપમાં છો અને તમે કોઈના માટે સ્ટ્રોન્ગ ફીલિંગ અનુભવો છો તો તમે આ દિવસે સામેની વ્યક્તિને ઓરેન્જ ગુલાબ આપી શકો છો. આ ગુલાબ આપવાનો અર્થ એ છે કે તમે આ સંબંધમાં કોઈ ઊણપ અનુભવતા નથી અને તમે આ સંબંધને આગળ વધારવા માટે તૈયાર છો. એટલે કે આ ગ્રીન સિગ્નલ માટે તમે આ ઓરેન્જ ગુલાબની મદદ લઈ શકો છો. તો આજે તમે પણ આ પ્રકારની રિલેશનશીપમાં આ ખાસ ગુલાબ આપજો.

બ્લૂ રોઝ- તમે ખૂબ ખાસ છો

image source

આ ગુલાબ તમને ભાગ્યે જ માર્કેટમાં મળે છે ્ને તેની કિંમત પણ વધારે હોય છે. કારણે ક તે જલ્દી મળતા નથી. આ જ રીતે ખાસ લોકો પણ જલ્દી મળવા ખૂબ મુશ્કેલ હોય છે. જ્યારે તમારા માટે કોઈ વ્યક્તિ ખાસ છે તો તમે તેને આ ખાસ રીતે મળતું બ્લૂ ગુલાબ આપીને તમારી તેને માટેની લાગણીને વ્યક્ત કરી શકો છો. આ ખાસ રોઝ તમે તમારી પત્નીને પણ આપી શકો છો. આ સિવાય તમે પેરન્ટ્સ માટે પણ તેને યૂઝ કરી શકો છો.

પીળું અને લાલ રોઝ- પ્રેમની અભિવ્યક્તિ માટે

image source

જો તમે કોઈને પસંદ કરો છો અને તમે તમારા સંબંધને ગ્રીન સિગ્નલ સાથે આગળ વધારવા ઈચ્છો છો તો તમે તેને પીળું અને લાલ એમ 2 રંગના ગુલાબ એક સાથે આપો, સામેની વ્યક્તિ કંઈ પણ કહ્યા વિના જ તમારી લાગણીને સમજી જશે અને તમારા સંબંધમાં વધુ એક સુવાસ ફેલાશે. આ સુંદર અને તાજા રોઝની જેમ તમારો સંબંધ પણ હંમેશા ખીલેલો રહેશે.

પિંક રોઝ-તમારી પસંદને આપશે મહત્વ

image source

ગુલાબી ગુલાબ તમારો પ્રેમ દર્શાવે છે. જો તમે કોઈને તમારા પ્રેમની વાત કહેવા ઈચ્છો છો કે પ્રપોઝલ આપવા ઈચ્છો છો તો તમે તેમને આજના રોઝ ડેના અવસરે આ પિંક રોઝ આપી શકો છો. તે પણ તમારા પ્રેમમાં છે તો તેઓ તમારાથી ખુશ થશે અને તેમને તમારો આ અંદાજ ખૂબ જ પસંદ પણ આવશે. આ ગુલાબ જ તમારી લાગણીઓ રજૂ કરવા માટે પૂરતું છે.

સફેદ રોઝ- મિત્રને મનાવવા

image source

જો તમારો કોઈ ખાસ મિત્ર તમારાથી નારાજ છે તો તમે તેની સાથેની દોસ્તીને કાયમ રાખવા માટે તેને વ્હાઈટ રોઝ આપી શકો છો. આ ગુલાબ આપતાં જ તેની માફી પણ માંગો. જેથી તે તમને માફ કરી દે. આજે કોઈ પણ નારાજ મિત્રને તમે આ રીતે મનાવી શકો છો.

સફેદ અને લાલ રોઝ- સર્વસ્વ અને સમર્પણનો ભાવ

image source

જેને તમે તમારું સર્વસ્વ સમર્પણ કરી ચૂક્યા છો તેને તમે આ બંને ગુલાબ આ ખાસ દિવસે આપો છો. જો કે જે વ્યક્તિ તમારા માટે સર્વેસર્વા છે તેને આ ગુલાબ કે આ રોઝ ડેની જરૂર નથી. તે એ સિવાય પણ તેમને સારી રીતે સમજે છે. તો પણ તમે તેમને કોઈ ખાસ રીતે ખુશ કરવા ઇચ્છો છો તો તમે આ લાલ અને સફેદ ગુલાબ તેમને એક સાથે આપી શકો છો.

image source

તો હવે આ વેલેન્ટાઈન વીકમાં ખઆસ કરીને રોઝ ડે પર કન્ફ્યુઝ ન થશો અને તમારા ખાસને ખાસ પ્રકારનું ગુલાબ આપીને તમારો તેમને માટેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરો અને આનંદ માણો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ