કેન્સરના દર્દીઓએ કોરોનાની રસી લેવી જોઈએ કે નહિં, જાણો શું કહે છે એક્સપર્ટ

કોરોના નામની બીમારીનું ગ્રહણ છેલ્લા એક વર્ષથી દુનિયા પર છવાયું હતું. જેના કારણે અનેક લોકોએ અનેક મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો. દેશમાં કોરોનાનું વેક્સીનેશન 16 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. આ વેક્સીન સંપૂર્ણ રીતે પ્રભાવી અને સુરક્ષિત રહે છે. આ સાથે ખાસ વાત એ છે કે તેને કેન્સર પેશન્ટે સાવધાની સાથે લેવી જરૂરી છે. ડોક્ટર્સનું કહેવું છે કે કીમોથેરાપી લઈ રહેલા કેન્સર પેશન્ટે કીમો થેરાપી પૂરી થાય તેની રાહ જોવી જોઈએ. ત્યારપછી ડોક્ટરની સલાહ અનુસાર વેક્સીન લેવી જોઈએ.

image soucre

મહામારીના સમયમાં સંક્રમણનો ડર રહેતો ત્યારે અનેક બીમારીથી પીડિત લોકો પણ ઘરમાં જ રહેતા. તેમને હોસ્પિટલ જવાથી કોરોનાનો ડર રહેતો હતો. આ સમયે અનેક કેન્સર પેશન્ટે પણ કીમોના બદલે દવાની મદદ લીધી હતી. આ પછી હવે સ્થિતિમાં ફરક આવતાં તેઓએ પોતાના ડોક્ટરની સલાહ અનુસાર ટ્રીટમેન્ટ કરવી જોઈએ.

ડોક્ટરની સલાહ અનુસાર વેક્સીન લગાવવી જરૂરી

image soucre

એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોનાના સંક્રમણનું જોખમ બાદ સામાન્ય વ્યક્તિ અને કેન્સર પીડિત વ્યક્તિમાં એકસમાન હોય છે પણ જો તે સંક્રમણમાં આવી જાય છે તો વધારે જોખમ કેન્સરના દર્દીને રહે છે. આ સમયે તેઓએ વધારે સાવધાની રાખવાની જરૂર રહે છે. કોરોના વેક્સીન લગાવતી સમયે કેન્સરના દર્દીઓએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. તેઓએ તેમની કીમો થેરાપી પૂરી થવાની રાહ જોવી પડશે. આ પછી ડોક્ટરની પરમિશનથી જ તેઓ વેક્સીન લગાવડાવી શકશે

કેન્સરના દર્દીઓને ખાસ સાવધાનીની જરૂર

image source

કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલ ન જવું અને સારવાર ન લેવી એ કોરોના પેશન્ટ માટે સારી વાત નથી. તેનાથી તેમની સારવારમાં ગેપ પડે છે અને મુશ્કેલી સાથે ગંભીરતા પણ વધે છે. કોરોના સંક્રમિત થઈ ચૂકેલા કેન્સરના દર્દીઓને યોગ્ય સમયે સારવાર મળે તો તેના સકારાત્મક પરિણામોની શક્યતા વધારે રહે છે.

કેન્સરના દર્દીને સંક્રમણનો ખતરો વધારે

image source

એક્સપર્ટના અનુસાર કેન્સરના દર્દીની ઈમ્યુનિટી અન્યની તુલનામાં ઓછી હોય છે. તેમનામાં કોવિડની સાથે અન્ય કોઈ સંક્રમણના ગંભીર થવાનું જોખમ પણ વઘારે રહે છે. આ કારણે સંક્રમણના કારણે વચ્ચેથી સારવાર છોડી દેવી મૂર્ખામી કહેવાશે. તે તેમના જીવન માટે જોખમ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ