અનમોલ પ્રેમપત્ર – તમારા પતિએ પણ તમને આ પ્રેમપત્ર લખ્યો હશે કોમેન્ટમાં જણાવો…

“અનમોલ પ્રેમપત્ર”

ભાઈ, તમે આટલા નિખાલસ સ્વભાવના છો, તો ભાભીને તો ઘણાય પ્રેમ-પત્રો લખ્યા હશે.” રાજના પિતરાઈભાઈ અમિતે તેને પૂછ્યું. આ સાંભળીને રાજે મીરા તરફ અને મીરાએ ચહેરા પર હલ્કી મુસ્કુરાહટ સાથે રાજ તરફ જોયુ.


મીરા સામે જોઈને રાજ બોલી ઉઠ્યો, “ઘણા નહીં પણ બસ એક. પણ તે અનમોલ હતો.” તે સમયે તો મીરા થોડું આશ્ચર્ય પામી પણ હસી-ખુશી સમયમાં સમય ઉમેરી તેણે વાત જતી કરી. બધાના ગયા પછી રાત્રે રાજ અને મીરા તેમના બેડરૂમમાં સુવા માટે ભેગા થયા.


ત્યારે રાજને મીરાએ પૂછ્યું, “મારા હસબન્ડ, કેમ આજે ફેંકતા હતા? આખી ઝીંદગી નીકળી ગઈ. એક લેટર નથી મળ્યો અને કયો અનમોલ પત્ર આપી દીધો તમે. જણાવશો જરા?”

રાજે ડિનર ટેબલપરની તે વાત યાદ કરી અને તેનું કબાટ ખોલ્યું અને એક કાર્ડ મીરાને આપ્યું. મીરાએ જેવું કાર્ડ હાથમાં લીધું તે ખોલી ને તે બોલી, “અરે! આ તો આપણા લગ્નની કંકોત્રી છે, જે તમે મને આપવા…”


રાજે મીરાને અટકાવતાં કહ્યું, “જે સૌથી પહેલા તને બતાવવા અને આપવા હું સ્પેશ્યલ કલાકોનું લાબું એવું ટ્રાવેલ કરીને આવ્યો હતો. શબ્દો મારા નતા પણ ભાવ તો બસ મારો અને મારો જ હતો. હવે તું જ કહે કે, આનાથી અનમોલ કોઈ પત્ર હોઈ શકે?”


આ સાંભળતાજ મીરા મુસ્કુરાઈ અને માની ઉઠી, “ના ખરેખર, આનાથી અનમોલ કોઈ પત્ર નથી.” તે દિવસે મીરાને સમજાઈ ગયું કે પ્રેમને વ્યક્ત કરવા રાજ પાસે શબ્દો નતા પણ અખૂટ એટલી ભાવનાઓ હતી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

દરરોજ ધવલ બારોટની અલગ અલગ વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ