આજ પછી તમે ભૂલથી પણ ના કરતા ચાલુ બાઇકને સેનેટાઇઝ, વાંચી લો અમદાવાદનો આ આંખ ઉઘાડતો કિસ્સો

જો-જો ભૂલેચૂકે પણ ન કરતાં ચાલુ બાઈકને સેનીટાઇઝ – જીવ પણ ગુમાવવાનો આવી શકે છે વારો, અમદાવાદની જીવઅદ્ધર કરી દેતી ઘટના – ન કરતાં ચાલુ બાઈકને સેનેટાઇઝ કરવાનું સાહસ

કોરોના વાયરસની મહામારી ભારતમાં ઓર વધારે વકરી રહી છે. દીવસેને દીવસે સમગ્ર ભારતમાં હજારોની સંખ્યામાં સંક્રમીતો વધી રહ્યા છે. આ વાયરસથી બચવા માટે WHO દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન પ્રમાણે આપણે આપણા હાથને સ્વચ્છ રાખવા અત્યંત આવશ્યક છે. અને તેના માટે લોકો સેનેટાઇઝરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે.

image source

થોડા દિવસ પહેલાં એક કિસ્સો સામે આવ્યો હતો કે એક વ્યક્તિ સેનેટાઇઝરથી પોતાની ચાવીઓ સાફ કરી રહ્યો હતો અને તે વખતે તે ચાલુ ગેસની નજીક હતો અને તેના હાથે ચાલુ ગેસની ફ્લેમ પકડી લીધી હતી. અને તેના હાથ ઘણાઅંશે બળી ગયા હતા. એમ પણ સેનેટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આલ્કોહોલ એક ફ્લેમેબલ એટલે કે આગ પકડી શકે તેવું તત્ત્વ છે.

image source

અમદાવાદમાં જ તાજેતરમાં એવી જ એક જીવ અદ્ધર કરી દેતી ઘટના ઘટી છે. અને તે દ્વારા એટલું લોકોને સમજાવા લાગ્યું છે કે જો સેનેટાઇઝરની પ્રક્રિયામાં યોગ્ય ધ્યાન ન આપવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. અહીં એક ચાલુ બાઈકને સેનેટાઇઝ કરતી વખતે તેમાં આગ ભભૂકી ઉઠી હતી. અને બાઇક સવાર સદનસીબે બચી જવા પામ્યો હતો.

image source

આ ઘટના અમદાવાદની અરવિંદ મીલની બહારની છે. અહીં કોરોના વયારસ ન ફેલાય તે હેતુથી ગેટમાં પ્રવેશતાં પહેલાં દરેક વાહનો પર સેનેટાઇઝરનો છીડકાવ કરવામાં આવી રહ્યો હતો. પણ એક બાજુ સખત ગરમી હતી અને બીજી બાજુ બાઇક પણ ચાલુ હશે માટે બાઇકનું સાયલેન્સર પણ ગરમ હશે તેના કારણે બાઈકે આગ પકડી લીધી હતી.

image source

અરવિંદ મિલ અમદાવાદના નરોડા ખાતે આવેલી છે અને અહીં મીલમાં પ્રવેશતા પહેલાં સેનેટાઇઝીંગની પ્રક્રિયા કરવામાં આવતી. આ દરમિયાન એક બાઈક સવારે પોતાની બાઇક સેનેટાઝ કરાવી અને તે દરમિયાન તે બાઈક પર સવાર હતો અને અચાનક જ બાઇકે આગ પકડી લીધી હતી. અને બાઇક સવાર તરત જ બાઇકને ત્યાં જ પડતી મુકીને દૂર ભાગી ગયો હતો. જો તેણે ત્વરીત નિર્ણય ન લીધો હોત તો તેનો પણ આગે ભોગ લીધો હોત. જો કે સેનેટાઇઝર પાસે આગ ઓલવવાની વ્યવસ્થા હોવાથી આગ પર તરત જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

જુઓ કેવી રીતે લાગી હતી એક સેનેટાઇઝીંગ પ્રોસેસ દરમિયાન આગ. હાલ સમગ્ર સોશિયલ મિડિયામાં આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. અરવિન્દ મિલના સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ ઘટના અઠવાડિયા પહેલાની છે. આ વિડિયો જોઈને આપણા જેવી સામાન્ય જનતાને પણ ખ્યાલ આવી ગયો હશે કે સેનેટાઇઝિંગ પ્રોસેસ કેટલી હદે જોખમી સાબિત થઈ શકે છે. માટે હવેથી જ્યારે ક્યારેય પણ સેનેટાઇઝરનો ઉપયોગ કરો ત્યારે તમારે આગની આસપાસ પણ ફરકવું જોઈએ નહીં. થોડી સાવચેતી જાળવીને તમે એક મોટી દૂર્ઘટના ટાળી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ