ગુંદાની કાચરી – આ કાચરી રોજ ના જમવામાં પણ સાથે ખુબ સરસ લાગે છે, અને રોટલો અને શાક, ખીચડીમાં, ભાખરી શાક સાથે સરસ લાગે છે.

કેમ છો ફ્રેંડસ ….

આજે હું શીખવાડીશ લીલા અને કાચા ગુંદા ની કાચરી. ગુંદા ફક્ત ઉનાળાની ઋતુમાં મા જ ઉપલબ્ધ હોય છે, તો અત્યારે જ બનાવી ને બારેમાસ તેના સ્વાદ નો આનંદ લઈ શકાય છે. આ કાચરી રોજ ના જમવામાં પણ સાથે ખુબ સરસ લાગે છે, અને રોટલો અને શાક, ખીચડીમાં, ભાખરી શાક સાથે સરસ લાગે છે. ગવાર ,ભીંડી ,મરચા બધાયની સુકવણી કરીને તમે આખું વર્ષ મજા માણી શકો છો ..

તો ચાલો કાચા ગુંદા ની કાચરી ની રેસિપિ જોઈ લઈએ….

“ગુંદાની કાચરી “

  • 1 kg – ગુંદા
  • 500 gm – ખાટી છાશ
  • તેલ – તળવા માટે
  • મીઠું – સ્વાદપ્રમાને
  • 1 ચમચી – સંચર
  • 1 ચમચી – લાલ મરચું

રીત:

સૌ પ્રથમ એક કાચ ના બાઉલ માં છાશ લેવી તેમાં મીઠું નાખવું.

પછી તેમાં ગુંદાને હાથ વડે દબાવી મોઢું ખોલી નાખવું, પછી ઠળિયા કાઢી લેવા. પછી ગુંદા ના બે ભાગ કરવા.

પછી તે ગુંદાને મીઠા વાળી છાશ માં મુકતા જવા.

આખી રાત ગુંદા ને છાશ માં પલાડી રાખવા.

હવે સવારે ચારની માં ગુંદા ને નિતારી લેવા.

હવે ગુંદા ને થાળી માં રાખી સૂકવવા દેવા.

પછી લગભગ ૪-૫ દિવસ રોજ તડકે રાખવા, અથવા કડક સુકાય જાય ત્યાં સુધી.

પછી એક વાસણમાં તેલ લઇ તેમાં ગુંદા ઉમેરવા.

ચીમળાઈ ગયેલ ગુંદા સરસ તળાયને જેવા સુકવ્યા હતા તેવા શેપમાં આવી જશે.

ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે હલાવવા.

બહાર ટીસ્યુ પેપર પર કાઢી ડિશમાં લેવા.

ઉપર સંચર અને લાલ મરચું ઉમેરી જમવામાં સર્વ કરવું.

તો તૈયાર છે ગુંદાની કાચરી.

તેલમાં ઉમેર્યા પછી ધ્યાન રાખવું કે તેલ તમને ઉડે નહી.

આખા વરસની આવી કાચરી બને.

સુકાય જાય પછી એર ટાઈટ બરણીમાં ભરી દેવા, જયારે ખાવા હોય ત્યારે શાક વઘારતી પેલા તળી લેવા.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.