આ પહેલા તમે ક્યારે પણ નહિં જોઇ હોય અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટની આટલી રોમેન્ટિક તસ્વીરો

અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટની આ રોમેન્ટિક તસ્વીરો તમે ક્યારેય નહીં જોઈ હોય –

એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાની મહાકાય બિઝનેસ ડિલ્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તો તેમના પરિવારના સભ્યો તેમના સંબંધો, તેમના વસ્ત્રો તેમને ત્યાં થતી હાઈફાઈ પાર્ટીઓએના કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે આકાશ અને ઇશા અંબાણીના લગ્નની તસ્વીરો લોકોને ખૂબ ગમી હતી ખાસ કરીને જે ભવ્ય રીતે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેનાથી લોકોની આંખો અંજાઈ ગઈ હતી.

image source

આ લગ્નમાં કહેવાય છે કે મુકેશ અંબાણીએ 1000 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ખર્ચ્યા હતા. અને અમેરિકન પોપ સિંગર બેયોન્સેની પ્રાઇવેટ કોન્સર્ટે તો વિદેશીઓમાં પણ મુકેશ અંબાણીની જાહોજલાલીએ ચકચાર મચાવી મુકી હતી.

image source

આકાશ સાથે શ્લોકાના લગ્ન થયા બાદ તેણી જાણે એક લોકપ્રિય સેલેબ્રીટી જ બની ગઈ હતી. આજે સોશિયલ મિડિયા પર શ્લોકાના ઘણા બધા ફેન પેજ છે અને તેની એક એક તસ્વીરને હજારો લાઇક્સ પણ મળી રહી છે. પણ હવે ચર્ચામાં છે આકાશનો નાનો ભાઈ એટલે કે અનંત અંબાણી, ના આ વખતે અનંત અંબાણી તેના વજનને લઈને ચર્ચામાં નથી પણ તેના અને રાધિકા મર્ચન્ટના સંબંધને લઈને ચર્ચામાં છે.

image source

છેલ્લા કેટલાક સમયથી આપણા અવારનવાર સાંભળવામાં અને જોવામાં આવ્યું છે કે અનંત મુંબઈ સ્થિત બિઝનેસમેનની દીકરી રાધિકા મર્ચન્ટને ડેટ કરી રહ્યો છે. જો કે તેમના આ સંબંધોની અંબાણી કુટુંબ દ્વારા સત્તાવાર જાહેરાત તો નથી કરવામાં આવી પણ અંબાણી કુટુંબના નાનામાં નાના પ્રસંગમાં રાધિકાની ઘરના નજીકના સભ્ય તરીકેની હાજરી ઘણું કહી જાય છે.

image source

થોડા સમયથી રાધિકા અને અનંતના કેટલાક ફોટા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાંના કેટલાક તો રોમેન્ટિક કહી શકાય તેવા છે. અને છેલ્લા લગભગ એક વર્ષથી તેમની આ પ્રકારની તસ્વીરો અવારનવાર સોશિયલ મિડિયા પર વાયરલ થતી આવી છે. જેના કારણે તેઓ ભવિષ્યમાં પતિ-પત્ની બને તેવી પણ ધારણા દ્રઢ બની રહી છે.

હાલ રાધિકા અને અનંતની જે તસ્વીરો વાયરલ થઈ રહી છે તેમાં રાધિકા અને અનંત એકબીજાના હાથમા હાથ પરોવેલા જોવા મળી રહ્યા છે. અને એક તસ્વીરમાં તો તેઓ એકબીજાને ભેટી પણ રહ્યા છે. ઉપર જણાવ્યું તેમ રાધિકા અંબાણી કુટુંબના નાના મોટા દરેક પ્રસંગમાં કુટુંબના સાવજ નજીકના સભ્ય તરીકે ભાગ લેતી જોવા મળી છે.

image source

તેણીએ આકાશ અને શ્લોકા મેહતાના લગ્નમાં પદ્માવત ફિલ્મના ઘૂમર ગીત પર ડાન્સ પણ કર્યો હતો. ત્યાર બાદ તો ઘણી બધી વાર શ્લોકા અને અનંતને સાથે જોવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા થયેલી રિલાયન્સની એન્યુઅલ મિટિંગમાં પણ રાધિકા કુટુંબના અન્ય સભ્યોની સાથે જોવા મળી હતી.

image source

થોડા સમય પહેલા રાધિકા મર્ચન્ટની બહેનના લગ્ન થયા હતા ત્યારે પણ આખા અંબાણી કુટુંબે તેમાં હાજરી આપી હતી. જે જોતાં લાગી રહ્યું છે કે બન્ને કુટુંબને અનંત અને શ્લોકાના સંબંધો પર કોઈ જ વાંધો નથી. અને તેઓ પણ એક થવા તત્ત્પર હોય તેવુ લાગી રહ્યું છે. એવી પણ વાત સાંભળવા મળી રહી છે કે ટૂંક જ સમયમાં રાધિકા અને અનંતના લગ્ન કરાવી દેવામાં આવશે.

image source

જો કે તે બન્નેના સંબંધો પર મહોર મારતી કોઈ પણ જાહેરાત અંબાણી તેમજ મર્ચન્ટ પરિવાર તરફથી હજુ સુધી કરવામાં આવી નથી. પણ આ તસ્વીરો પરથી એટલું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેઓ એકબીજા સાથે ખુશ છે અને સંબંધમાં આગળ વધવા તૈયાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ