ટામેટાંની મદદથી દુર કરી શકશો પરસેવાની ગંદી સ્મેલ, વાંચો ફક્ત એક ક્લિક પર…

ગરમીની સિઝન શરૂ થતાની સાથે જ અનેક લોકોને જાતજાતના સ્કિન પ્રોબલેમ્સ થવાના શરૂ થઇ જાય છે. જો કે દિવસેને દિવસે ગરમીનુ પ્રમાણ ખૂબ જ વધી રહ્યુ છે. આમ, જો શરૂઆતના જ સમયમાં ગરમી આટલી બધી છે તો દિવસો જશે તેમ તેનો પારો વધારો ઊંચો ચઢતો જોવા મળશે. આ ગરમીમાં ખાસ કરીને લોકો પરસેવાને કારણે અન્ડરઆર્મ્સમાંથી આવતી ગંદી વાસને કારણે ખૂબ જ કંટાળી જતા હોય છે.

image source

જો કે આ વાસથી અનેક લોકો શરમ પણ અનુભવતા હોય છે કે, કોઇ તેમની પાસે વાતો કરવા ના આવે. જો તમારા અન્ડરઆર્મ્સમાંથી પણ આવી વાસ આવતી હોય તો કોઇપણ વ્યક્તિ તમારી પાસે ઉભા રહેવાનુ તેમજ વાતો કરવાનુ ટાળે છે. જો તમારી પાસે કોઇ વ્યક્તિ આવીને બેસે છે અને તે નાક પર રૂમાલ બાંધી લે તો તમે કેવુ અનુભવો. આ માટે બેટર છે કે, તમે આ ઘરેલુ ઉપાયો અજમાવીને અન્ડરઆર્મ્સમાંથી આવતી વાસને દૂર કરો.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડા અન્ડઆર્મ્સમાંથી આવતી ગંદી વાસને દૂર કરવા માટે એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ માટે એક લીંબૂના રસમાં એક ચમચી બેકિંગ સોડાને સરખી રીતે મિક્સ કરી લો. ધ્યાન રહે કે, મિક્સ કરતી વખતે તેમાં ગઠ્ઠા ના પડી જાય. આ મિશ્રણ બનાવતી વખતે તેને બરાબર હલાવો. ત્યારબાદ આ મિશ્રણને તમારી બગલમાં લગાવો અને તેને 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લો. આ મિશ્રણ તમારા બગલમાં થતા અતિરેક પરસેવાને રોકવાનુ કામ કરે છે. જો તમે આ મિશ્રણનો રેગ્યુલર ઉનાળામાં ઉપયોગ કરશો તો શરીરમાંથી પરસેવાની વાસ આવતી બંધ થઇ જશે.

ગુલાબજળ

image source

પરસેવાની વાસને દૂર કરવા માટે ગુલાબજળ એક બેસ્ટ ઓપ્શન છે. ગુલાબજળનો સ્પ્રે જો તમે બગલમાં છાંટો છો તો તેનાથી પરસેવો નથી થતો અને વાસ પણ આવતી બંધ થઇ જાય છે. આ સાથે ગુલાબની થોડી-થોડી સ્મેલ આવે છે. આમ, જો તમે નાહતી વખતે પાણીની ડોલમાં થોડા ગુલાબજળના ટીપાં નાખીને શરીર પર આ પાણી રેડશો તો તેનાથી પરેસવાની વાસ દૂર થઇ જશે અને તરત જ તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકશો.

લીંબૂ

image source

લીંબૂમાં એસિડિક ગુણો હોય છે જે પરસેવાની વાસમાંથી છૂટકારો અપાવે છે. આ પ્રયોગ કરવા માટે અડધા લીંબૂને કટ કરીને તેનાથી અન્ડરઆર્મ્સ પર 10 મિનિટ સુધી મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો. આ પ્રયોગ કરવાથી તમે આખો દિવસ ફ્રેશ રહેશો અને પરસેવો પણ દૂર થઇ જશે.

ટામેટા

image source

આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બે ટામેટા લઇને તેનો રસ કાઢી લો. ત્યારબાદ આ રસને અન્ડરઆર્મ્સ પર 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી પાણીથી ધોઇ લો. આ પ્રયોગ સતત તમારે 20 દિવસ સુધી કરવાનો રહેશે. જો તમે આ પ્રયોગ રેગ્યુલરલી કરશો તો ઉનાળામાં તમને તેનાથી અનેક ઘણી રાહત થશે. ટામેટામાં વિટામીન સીનુ પ્રમાણમાં ભરપૂર હોય છે. આ સાથે જ ટામેટામાં અનેક તત્વો એવા હોય છે જે ઘણા બધા સ્કિન પ્રોબ્લેમ્સમાં કામમાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ