રડતા બાળકને થોડી જ સેકન્ડમાં ચૂપ કરવું છે? તો દબાવો પગમાં આ પોઇન્ટ્સ…

કોઇ સ્ત્રી જ્યારે પ્રેગનન્ટ હોય ત્યારે તેના મનમાં પહેલા મહિનાથી લઇને નવમાં મહિના સુધી અનેક ઘણા સવાલો ઉભા થતા હોય છે. જો કે આ સવાલોનો જ્યારે અંત આવે ત્યારે તે માતા બને છે અને પાછા બીજા નવા વિચારો તેમના મનમાં આવવા લાગે છે. આ વાત દરેક સ્ત્રી માટે કોમન હોય છે. આમ, જ્યારે કોઇ સ્ત્રી પ્રેગનન્ટ હોય તેના કરતા વધારે તે માતા બને પછી તેના પર અનેક પ્રકારની જવાબદારીઓ આવવા લાગે છે.

image source

માતા બન્યા પછી જો તેમનું બાળક દિવસ રાત રડે છે તો તેને અનેક પ્રકારની ચિંતાઓ થવા લાગે છે. એક અહેવાલ અનુસાર જ્યારે બાળક ગર્ભમાંથી બહાર આવે ત્યારે તે થોડા દિવસ રોજ રાત્રે અથવા તો અઠવાડિયામાં બે-ત્રણ વાર રડે છે. જો કે બાળકના રાત્રે રડવા પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હોય છે. જ્યારે બાળક રાત્રે રડવા લાગે તો તેની સૌથી વધારે ચિંતા માં અને પરિવારજનોંને થતી હોય છે.

image source

આ સાથે જ માતા પોતાના બાળકને છાનુ રાખવા માટે અનેક ઘણા પ્રયત્નો પણ કરતી હોય છે તેમ છતા બાળક ચુપ થતુ નથી. જો કે ઘણા બાળકો રાત્રે ખૂબ જ રડતા હોય છે જેને છાનુ રાખવા માટે પેરેન્ટ્સ તેમજ પરિવારજનોં અનેક ઘણી મહેનત કરતા હોય છે અને પછી બીજા દિવસે તેઓ થાકીને લોથપોથ થઇ જતા હોય છે.

Baby Cries: What Your Baby Is Trying to Tell You | Mama Natural
image source

આમ, જો તમારું બાળક પણ રાત્રે હવે રડે તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી કારણકે આજે અમે તમને એક પદ્ધતિ જણાવીશું જેની મદદથી તમે તમારા રડતા બાળકને થોડીક જ મિનિટોમાં ચૂપ કરી શકશો.

image source

તમને જણાવી દઇએ કે, તમારા બાળકનાં પગ પર કેટલાક એવા પોઇન્સ્થ હોય છે જેને દબાવીને તમે તમારા બાળકનું રડવાનું બંધ કરાવી શકો છો. જો કે આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આ વાત સાચી છે ખરી? જી હાં આ વાત બિલકુલ સાચી છે. રડતા બાળકને ચૂપ કરાવવા માટે તેના પગમાં જો તમે અમુક પોઇન્ટસ દબાવો છો તે તરત જ ચુપ થઇ જાય છે. આ પદ્ધતિને રિફ્લેક્સોલોજી કહેવામાં આવે છે. જે હીલિંગની એક પ્રાચીન પદ્ધતિ છે જેનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. તેનો પ્રારંભ ચાઇનીઝ લોકોએ કર્યો હતો.

image source

રિફ્લેક્સોલોજીમાં શરીરનાં કેટલાક પોઇન્ટ્સ પર પ્રેશર આપવામાં આવે છે જેનાથી શરીરમાં થતી નાની-મોટી બીમારીઓ દૂર કરી શકાય છે. જ્યારે કેટલાક પોઇન્ટ્સને નિયમિત રીતે દબાવવામાં આવે છે ત્યારે શરીરમાં હકારાત્મક પરિવર્તનો પણ થાય છે. આમ, જો તમે તમારા બાળકને રડતા બંધ કરાવવા ઇચ્છો છો તો તેના પગ પર બે પોઇન્ટ્સ દબાવો.

image source

જો તમારું બાળક સતત અથવા એક કલાકથી રડી રહ્યું છે તો શક્ય છે કે ગેસ્ટ્રિટિસની કોઇ તકલીફને કારણે તેના પેટમાં દુઃખાવો થતો હોય અથવા શરદી કે સાઇનસનાં કારણે માથામાં દુઃખાવો થતો હોય. જો તમે તમારા બાળકનાં પગની આંગળીઓને ધીમે-ધીમે દબાવો (દરેક આંગળીને લગભગ 3 મિનિટ સુધી) છો તેનાથી માથાનો દુઃખાવો ઓછો કરી શકો છો. તેવી જ રીતે બાળકનાં પગનાં મધ્ય ભાગની બરાબર નીચે દબાવવાથી બાળકને ગેસનાં કારણે થતા દુઃખાવામાંથી આરામ મળે છે. જ્યારે દુઃખાવો ઓછો થઈ જાય છે તો બાળકને આરામ મળે છે અને તેનું રડવાનું બંધ થઈ જાય છે. જો આ પદ્ધતિને ફોલો કર્યા પછી પણ તમારું બાળક ચૂપ નથી રહેતુ તો તરત જ ડોક્ટરની સલાહ લો અને આગળની પ્રોસેસ શરૂ કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ