પરિણિત મહિલાને ફેસબુક પર ચાવાળા સાથે લફરું કરવું પડ્યું ભારે, પૂરી ઘટના વાંચીને ચોંકી જશો તમે પણ

પરિણિત મહિલાને ફેસબુક પર ચાવાળા સાથે લફરું કરવું પડ્યું ભારે – જીવ ગુમાવવાનો આવ્યો વારો

image source

થોડા સમય પહેલાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે એક્સ્ટ્રામેરિટલ અફેર્સ એટલે કે લગ્નબહારના લફરા પુરુષો કરતા સ્ત્રીઓ વધારે કરે છે. હવે આ સર્વે કેટલો સાચો કેટલો ખોટો છે તેની તો ચકાસણી થઈ શકે તેમ નથી. પણ છેલ્લા ઘણા સમયથી એક્સ્ટ્રામેરિટલ અફેર્સના કિસ્સાઓ આપણી આસપાસ વધવા લાગ્યા છે.

સુરતના વેવાઈ વેવાણનો કિસ્સો તો ઘણો ગાજ્યો અને હજી પણ તેના પડઘા પડી જ રહ્યા છે પણ તાજેતરમાં પૂણેમાં પણ લગ્નેત્તર સંબંધનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં 42 વર્ષિય પરિણિતાનું ચાવાળા સાથે લફરુ થઈ ગયું છે.

image source

આ કિસ્સો પૂણેના મુંડવા વિસ્તારનો છે. ગયા વર્ષની 22મી જૂને આ મહિલા અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. અને છેવટે તેણીની ક્યાંય ભાળ નહીં મળતાં તેના 18 વર્ષના દીકરાએ તેના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ દ્વારા જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી તો તેણીના ફોન કોલ્સ તેમજ તેના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વાર તેમને જાણ થઈ કે તે સ્ત્રી 31 વર્ષિય આનંદ નિકમ નામના યુવકના સતત સંપર્કમાં હતી. આ આનંદ નિકમ પૂણેના ભોંસલે નગરમાં ચા વેચતો હતો.

image source

પોલીસે જ્યારે આનંદ નિકમની તપાસ કરી અને તેની ભાળ શોધી તેના ઘરે ગઈ ત્યારે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો, ત્રણ દિવસ બાદ તેની સતત શોધખોળ બાદ છેવટે આનંદને પોલીસે ઝડપી લીધો હતો. તેની પુછપરછ દ્વાર પોલીસને જાણવા મળ્યુ હતું કે છ મહિના પહેલાં આરોપી આનંદ નિકમની આ ગુમ થયેલ મહિલા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી અને ત્યાર બાદ તેણી સાથે આનંદે પ્રેમનો ડોળ કર્યો હતો. અને તેમ કરીને આનંદે તે મહિલાને ફસાવી લીધી હતી અને તેણી પાસે તે પોતાની મનમાની કરાવતો હતો.

image source

મિત્રતા બંધાયા બાદ તેઓ એકબીજાને અવારનવાર મળતા પણ રહેતા હતા. એક દિવસ આનંદે તે મહિલાને ફોટોશૂટ માટે ઘરેણા સાથે તૈયાર થઈને આવવા કહ્યું અને પ્રેમમાં અંધ થયેલી તે મહિલા તે રીતે તૈયાર થઈને પૂણેથી 80 કી.મી દૂર કોઈ જગ્યાએ આરોપી સાથે પહોંચી ગઈ. જ્યાં તેણીની આંખે પાટા બાંધીને તેણે મહિલાની હત્યા કરી નાખી.

હત્યા કર્યા બાદ તે મહિલાના ઘરેણા તેમજ તેનું ટુ વ્હિલર લઈને ત્યાંથી ભાગી ગયો હતો અને જાણે કશું જ બન્યું ન હોય તેમ પૂણેના પોતાના ઘરે આવી ગયો હતો. પોલીસે તપાસ કરતાં આનંદના ઘરેથી તે મહિલાના ઘરેણા તેમજ ટુવ્હીલર પણ મળ્યા હતા. હાલ આ કેસ પર વધારાની તપાસ ચાલુ છે.

image source

પણ આટલા પરથી એટલું તો ચેતવા જેવું ચોક્કસ છે કે ફેસબુક કે સોશિયેલ મિડિયાના કોઈપણ માધ્યમ પર બંધાયેલી મિત્રતા પર તમારે આંખો બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ.આ મહિલાની જેમ તમારે ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ