જ્યોતિરાદિત્ય સિન્ધીયાના રૂ. 4000 કરોડના જય વિલાસ પેલેસની ભવ્યતાની આ અજાણી વાતો જાણી લો તમે પણ

જ્યોતિરાદિત્ય સિન્ધીયાના રૂ. 4000 કરોડના જય વિલાસ પેલેસની ભવ્યતા વિષે તમે આ બાબતો ચોક્કસ નહીં જાણતા હોવ

રાજસ્થાનની જેમ મધ્ય પ્રદેશ પણ પોતાના ઐતિહાસિક વારસા માટે જાણીતુ રાજ્ય છે. મધ્ય પ્રદેશમાં આવેલા રજવાડી શહેર ગ્વાલિયરમાં અનેક ઐતિહાસિક મહેલો તેમજ મંદીરો આવેલા છે. અને તેમાં સૌથી મોટો મહેલ છે જય વિલાસ મહલ, જે દેશના સૌથી મોટા મહેલોમાંનો એક છે. અને આ મહેલની ભવ્યતા જોવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો આવે છે.

image source

તો ચાલો જાણીએ આ ભવ્યાતિભવ્ય આલિશાન મહેલ વિષેની અજાણી વાતો વીષે.

– આ મહેલને 1874માં મહારાજાધીરાજ શ્રીમન્ત જયાજીરાઓ સિન્ડિયા અલીજાહ બહાદૂર દ્વારા બાંધવામાં આવ્યો હતો. તે વખતે તેને બાંધવાની કીંમત 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી અને વર્તમાન સમય પ્રમાણે જોવા જઈએ તો આજે આ વિશાળ મહેલની કીંમત રૂપિયા 4000 કરોડની છે.

image source

– આ વિશાળ મહેલમાં એક વિશાળ દરબાર આવેલો છે. આ પેલેસની ડિઝાઈન સર માઇકલ ફિલોસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અને તેમણે આ પેલેસમાં ઇટાલીયન, ટસ્કન અને કોરીન્થિયન આર્કીટેક્ચરની પ્રેરાઈને ડીઝાઈન કરી હતી.

– આ ભવ્ય મહેલમાં 400 વિશાળ ઓરડાઓ છે, જેમાંનો એક ભાગ મ્યુઝિયમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ મહેલ કુલ 1,240,771 સ્ક્વેર ફીટમાં પથરાયેલો છે, આ મહેલનો મોટો ભાગ જે રીતે બંધાયો હતો તે જ હાલતમાં સાંચવી રાખવામાં આવ્યો છે. આ મહેલનું સૌથી મોટું આકર્ષણ અહીંનું 3500 કી,ગ્રામનું શેન્ડીલીયર એટલે કે ઝુંમર છે.

image source

– મહેલની છતો સોનાથી શણગારવામાં આવી છે અને એક વાયકા પ્રમાણે મહેલની છત પર 8 હાથીઓને ચડાવવામાં આવ્યા હતા જેથી કરીને ચેક કરી શકાય કે છત આ વજનદાર ઝુમ્મરને ખમી શકે તેમ છે કે નહીં.

– આ મહેલના દરેક રૂમને વિવિધ રાચરચીલાથી સજાવવામાં આવ્યા છે. જેમ કે કટ ગ્લાસ ફર્નિચર, શિકાર કરેલા વાઘનું ચામડું, તેમજ માત્ર સ્ત્રીઓ માટેનો જ અલાયદો સ્વિમિંગ પુલ અને તે પણ બોટ સાથે.

image source

– આ પેલેસનો ભવ્ય ડાઈનીંગ હોલ પણ અત્યંત સુંદર છે. અહીં વ્યંજનો પીરસવા માટે ચાંદીની ટ્રેન પણ છે. પહેલાની પરંપરા પ્રમાણે જમ્યા બાદ આ ટ્રેનમાં બ્રાન્ડી, સિગાર વિગેરે પિરસવામાં આવતા હતા.

– તમને જણાવી દઈએ કે આ ભવ્ય પેલેસને પ્રિન્સ ઓફ વેલ્સ એટલે કે કીંગ એડવર્ડ છઠ્ઠાના સ્વાગત માટે બનાવવામાં આવ્યો હતો. અને આ મહેલમાં આજે પણ સિન્ધિયા રજવાડાના વારસો રહે છે. આ મહેલને 1964થી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

image source

– તમને એ પણ જણાવી દઈ કે ગ્વાલિયરના પૂર્વ શાશક મહાદજી સિન્ધિયા એક પેશવા મરાઠા શાશનના પેશવા હતા અને તેમણે પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઉત્તર ભારતમાં મરાઠા શાસન પાછું મેળવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. છત્રપતિ શિવાજી અને પેશવા બાજીરાઓ બાદ તેઓ પણ મરાઠા ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

image source

– આજની તારીખમાં આ મહેલની વાત કરીએ તો હાલમાં જ જેઓ કોંગ્રેસથી છેડો ફાડીને બીજેપીમાં જોડાયા તેવા જ્યોતીરાદિત્ય સિંધિયા મહેલના માલિક છે. જો તમે મધ્ય પ્રદેશની મુલાકાત લેવાના હોવ તો તેના આ ઐતિહાસિક શહેરની મુલાકાત તમારે ચોક્કસ લેવી જોઈએ અને ગ્વાલિયર જાઓ અને જય વિલાસ પેલેસ ન જુઓ તો તો તમારી આ સફર અધુરી જ રહી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ