કોરોનાને લડત આપવામાં વિશ્વ સ્તરે ભારત રહ્યું મોખરે, વાંચો બીજી ગર્વ થાય એવી વિગતો એક ક્લિકે

મોદીના ન્યુ-ઇન્ડિયાએ અટકાવી મહામારી – કોઈ પણ દેશમાં મહામારીને રોકવા માટે ભારત જેવી આવડત નથી, તે ભારતે સાબિત કરી આપ્યું, ભારતીય ગર્વ કરો – કોરોનાને લડત આપવામાં વિશ્વ સ્તરે ભારત રહ્યું છે મોખરે

આજે દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશમાં ભારત બીજા ક્રમે છે અને ચીન પ્રથમ ક્રમે છે. ભારતની વસ્તી ગીચતા પણ વિશ્વમાં સૌથી વધારે છે. માટે કોરોના જેવો જીવલેણ વાયરસ ફેલાવવો તે ભારતમાં ઘણો સહેલો છે પણ તેમ છતાં દુનિયાની પાંખી વસ્તી ધરાવતા દેશો જેવા કે ઇટાલી – ઇરાન- યુએસએ, યુ.કેમાં કોરોનાના દર્દીઓમાં જે રીતે ઝડપી વધારો થઈ રહ્યો છે તેની સરખામણીએ ભારતમાં તેટલી ઝડપે વધારો નથી થઈ રહ્યો. તેની પાછળ જો કોઈ કારણ જવાબદાર હોય તો તે છે ભારતનું સચોટ મેનેજમેન્ટ. જાણો ભારત સરકારે લોકોને કોરોનાના કહેરથી બચાવવા શું શું પગલા લીધા

image source

– આંકડાની દ્રષ્ટિએ જોવા જોઈએ તો ભારત અને ચીનની સરહદો એકબીજાથી અડેલી છે જ્યારે ઇટાલી, ઇરાન અને યુ.કે ચીનથી ક્યાંય દૂર છે. તેમ છતાં ત્યાં મહામારી ફેલાઈ છે અને તે પણ ભારતની સરખામણીએ અનેકગણી. ભારતમાં આજે કોરોનાના 101 કેસ છે અને ત્રણ મૃત્યુ થયા છે. તો બીજી બાજુ યુકેમાં આ આંકડો 1300ને વટી ગયો છે અને મૃત્યુ આંક પણ 35 સુધી પહોંચી ગયો છે.

– આમ જોવા જઈએ તો દક્ષિણ એશિયામાં ભારત કોરોના વાયરસની લડતની આગેવાની કરી રહ્યું છે. ભારત પાડોશી દેશોને દરેક પ્રકારની રાજકીય, માનવતાવાદી અને મેડિકલ સહાય આપવા તત્પર છે અને આપી રહ્યું છે.

image source

– ભારત એ એક એવો દેશ છે જેણે ચીનમાંથી પોતાના નાગરિકોને એક નહીં પણ છ-છ વાર બહાર કાઢ્યા છે. આ ઉપરાંત વિદેશી નાગરીકોને પણ ભારતે જ સૌથી વધારે મદદ કરી છે.

– આ આંકડો જોવા જઈ તો ભારતની એરફોર્સે કુલ 723 ભારતીયોને અને સાથે સાથે 37 વિદેશી નાગરીકોને કોરોનાવાયરસના એપિસેન્ટર ગણાતા વુહાનમાંથી એરલીફ્ટ કર્યા છે. આ ઉપરાંત જાપાનમાંથી 119 ભારતીયો તેમજ 5 વિદેશીઓને ભારતે જ બહાર કાઢ્યા છે. ઇરાને જ્યારે ભારતીય નાગરિકોને સહાયતા આપવાની ના પાડી ત્યારે ઇન્ડિયન એરફોર્સે જ 10મી માર્ચે 57 ભારતીયોને ત્યાંથી એરલીફ્ટ કર્યા હતા. આમ કુલ 900 જેટલા ભારતીયો તેમજ 48 વિદેશી નાગરીકોને ભારત સરકારે કોરોનાના કહેરથી બચાવ્યા છે.

image source

– રોગચાળો વધારે ફેલાય નહીં તે હેતુથી સમગ્ર દેશમાં 56 વાયરસ રિસર્ચ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી શરૂ કરવામાં આવી છે અને આ મહિનો પુરો થાય ત્યાં સુધીમાં બીજી 56 લેબોરેટરી સ્થાપવાનું લક્ષ છે.

– તમને એ જાણીને પણ ગર્વ થશે કે સમગ્ર વિશ્વમાં ભારત પાસે અત્યંત કાર્યક્ષમ વિશ્વસનીય પરીક્ષણ પ્રણાલી છે, અને તેના કારણે પરિક્ષણોમાં જે 13-14 કલાકોનો સમય લાગતો હતો તે ઘટીને માત્ર ચાર કલાક સુધીનો રહી ગયો છે. અને ભારતની આ ખાસિયત યુ.એસના અધિકારીઓ દ્વારા પણ માનવામાં આવી છે. કારણ કે તેમની સિસ્ટમ ભારત કરતા ધીમી છે અને પરિક્ષણો પણ ધીમા ચાલી રહ્યા છે.

image source

– અને ભારતની આ જ ખાસિયતના કારણે અફઘાનિસ્તાન તેમજ ઇરાન ઉપરાંત એશિયાના કેટલાક દેશોએ ભારત પાસે અહીં જેવી જ પરીક્ષણસુવિધા સ્થાપિત કરવા માટે મદદ માગી છે.

– તમને જણાવી દઈ કે ભારતે માલદીવ્સમાં પલ્મોનોલોજિસ્ટ, એનેસ્થેટીસ્ટ, ડોક્ટરો અને લેબ ટેક્નિશિયનોની 14 સભ્યોની તબીબી ટીમ રવાના કરી છે. આ ઉપરાંત અહીંના આરોગ્ય કર્મચારીઓને મદદ માટે COVID-19 માટે તબીબી સામગ્રીઓ પણ મોકલી છે.

image source

– એક ભારતીય તરીકે તમને ગર્વ થશે એ જાણીને કે જ્યારે ઇરાને ભારતીય નાગરિકોના પરિક્ષણ કરવાની ના પાડી દીધી ત્યારે ભારતે અહીંથી પોતાની મેક-શિફ્ડ લેબ ઇરાન મોકલી છે જ્યાં ત્યાં રહેતાં 6000 ભારતીયોનું પરિક્ષણ કરવામાં આવશે. અને સાથે સાથે દેશના 6 વૈજ્ઞાનિકોને પણ મોકલવામાં આવ્યા છે. અને જો જરૂર પડે તો પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવા ભારત પોતાના ત્રણ વિમાન પણ મોકલવા તૈયાર છે.

– આ આંકડો જાણીને તમને ગર્વ થશે કે ભારતે અત્યાર સુધીમાં 30 હવાઈ મથકો અને 77 જેટલા બંદરો પર કુલ 11 લાખ કરતાં પણ વધારે લોકોના સ્ક્રીનીંગ અત્યાર સુધીમા કર્યા છે.

image source

– ચીન કે જે સમગ્ર વિશ્વમાં પોતાના ઉત્પાદનો મોકલવા માટે પંકાયેલું છે ત્યાં ભારત માસ્ક, ગ્લવ્સ તેમજ અન્ય તબીબી સાધનો મોકલીને મદદ પુરું પાડી રહ્યું છે.

– તમને એ પણ જણાવી દઈએ કે ભારતની દવાઓ વિશ્વમાં સૌથી ઓછી કીંમત ધરાવે છે. ભારતની ગણતરી વિશ્વના સૌથી ઓછા ભાવોમાં દવા વેચતા દેશ તરીકે થાય છે. તેના માટે ભારતની હાલની ભાજપા સરકારે જન ઔષધી કેન્દ્રો પણ બનાવ્યા છે જ્યાં સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ છે.

image source

– ભારત વિશ્વની સૌથી મોટી રાજ્ય પ્રાયોજિત સ્વાસ્થ્ય આશ્વાસન યોજના ધરાવે છે જેમાં 500 મિલિયનથી પણ વધારે લોકોને આવરી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ આંકડો યુ.કેથી 8 ગણો વધારે છે.

– ચીનની લુચ્ચાઈ બાબતે આપણે બધા સારીરીતે માહિતગાર છે. COVID-19ને જ્યારે સૌપ્રથમ વુહાનમાં દેખાદીધી અને જે ડોક્ટરે આ વાયરસને શોધ્યો તે વખતે ચીનની સરકારને આ ડોક્ટરે ચેતવી હતી તેમ છતાં તેને ચૂપ રહેવા મજબૂર કરવામાં આવ્યો અને પાંચ અઠવાડિયા બાદ આ ડોક્ટરનું કોરના વાયરસથી મૃત્યુ થયું. અને પરિણામે આજે લગભઘ આખું વિશ્વ કોરોનાવાયરસના ભરડામાં આવી ગયું છે.

image source

બીજી બાજુ ભારતની વાત કરીએ તો 2018માં જ્યારે નિપા વાયરસે ભારતમાં દેખા દીધી હતી ત્યારે તેને ભારતના 3 ડોક્ટરોએ ઓળખી કાઢ્યો હતો અને તેની તરત જ WHO ને જાણ કરવામા આવી હતી. અને તેના કારણે નીપા વાયરસથી મોટાપાયે જાનહાની ટળી શકી હતી.

– રોગચાળો ન ફેલાય તે હેતુથી ભારત સરકારે તમામ વિઝા તેમજ ઓસીઆઈ કાર્ડ ધારકો માટે વિઝા ફ્રી ટ્રાવેલિંગ પર કેટલાક ચોક્કસ સમય સુધી પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત મ્યાનમાર સાથેની સીમા પણ સિલ કરી દેવામાં આવી છે. 15 ફેબ્રુઆરી બાદ COVID-19ની અસરથી પ્રભાવિત દેશોમાંથી આવતા ભારતીય નાગરિકોને 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇન્ડ રાખવામાં આવી રહ્યા છે.

– હવે સૌથી મહત્ત્વની અને ભારતીય નાગરીક તરીકે અત્યંત ગર્વની વાત- આપણિ સંસ્કૃતિમાં હાથ મિલાવીને નહીં પણ હાથ જોડીને અભિવાદન કરવાની પરંપરા છે. અને હાલ કોરોના વાયરસના ચેપે લોકોને આપણી સંસ્કૃતિ અપનાવવા મજબુર કર્યા છે અને મોટા મોટા નેતાઓ એકબીજા સાથે હાથ મિલાવીને નહીં હાથ જોડીને એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. અને તેની વિડિયોઝ પણ હાલ સોશિયલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

image source

આ ઉપરાંત ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં શાકાહારને મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને સેંકડો વર્ષો જુના આયુર્વેદને તો કોઈ જ નકારી શકે તેમ નથી. અને તેના કારણે જ ભારત અવારનવાર વિવિધ રોગચાળાથી બચતું આવ્યું છે. અને આ માટે તો તમને ચોક્કસ અભિમાન થવું જોઈએ. અને આપણા ન્યુ-ઇન્ડિયા પર પણ આપણને ગર્વ થવો જોઈએ કે સરકાર દ્વારા મહામારી ન ફેલાય તે હેતુથી અત્યંત મહત્ત્વના નિર્ણયો ખૂબ જ ઝડપથી લેવામાં આવ્યા અને આપણે આ મહામારીથી બચી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ