કર્ણાટકના બીજેપી મંત્રીની દીકરીના શાહી લગ્નમાં 500 કરોડનો ખર્ચ, અંબાણી પરિવારને આપશે ટક્કર

અંબાણીના લગ્નને પણ ઝાંકા પાડે તેવા કર્ણાટકના મંત્રીની દીકરાના લગ્ન

તાજેતરમાં દેશના સૌથી મોંઘા અને ભવ્ય લગ્ન દક્ષિણ ભારતમાં થયા છે. કર્ણાટક રાજ્યના હેલ્થ મિનિસ્ટર બી સ્રીરામુલુ પોતાની દીકરી રક્શિતાના લગ્નમાં ખર્ચના બધા જ રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. રક્શિતાના લગ્ન હૈદ્રાબાદ સ્થિત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ રવિ કુમાર સાથે ગત 5મી માર્ચના રોજ થયા છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્નની વિધિઓ સતત 9 દિવસ સુધી ચાલી હતી. 27 ફેબ્રુઆરી 2020ના રોજ લગ્નની વિવિધ સેરેમનીઓ શરૂ કરવામા આવી હતી. આ પહેલાં 2016માં જનાર્ધન રેડ્ડીની દીકરી બ્રહ્માણીના લગ્ન ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે આ લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અને આ લગ્નમાં તેના કરતાં પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો છે.

કર્ણાટકના હેલ્થ મિનિસ્ટર શ્રીરામુલુની દીકરીના લગ્ન બેંગલુરુ ખાતે યોજાયા હતા. આ લગ્નની ભવ્યતા તમારી કલ્પના બહારની છે. આ લગ્ન કર્ણાટકના જ નહીં પણ સમગ્ર દેશના સૌથી મોંઘા લગ્નમાંના એક છે. જેની ચર્ચા માત્ર બેગલુરુમાં જ નહીં પણ સમગ્ર દેશમાં થઈ રહી છે. અને તેના કારણે મિનિસ્ટર ઇન્કમટેક્ષની નજરમાં પણ આવી ગયા છે.

image source

આ લગ્નમાં ઓછામાં ઓછા 500 બ્રાહ્મણો હાજર રહ્યા હતા. તેમના રહેવા માટે પણ બેંગલુરુ ખાતે મંત્રી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે સ્રીરામુલુ કે તેમની દીકરીના લગ્ન સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ આ લગ્નમાં કૂલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે વિષે એક શબ્દ પણ ઉચ્ચારવા નથી માગતા. પણ એટલો અંદાજો તો મિડિયાને ચોક્કસ છે કે આ લગ્ન 2016માં બ્રહ્માણીના જે અત્યંત મોંઘા લગ્ન હતાં તેનો આંકડો ક્રોસ કરી ગયા હશે.

ચાલો નજર મારીએ આ ભવ્યાતિભવ્ય લગ્નની ખાસિયતો પર

image source

1 લાખ લોકોને આમંત્રણ પત્રિકાઓઃ આમંત્રણ પત્રિકાનું થીમ હતું સ્વાસ્થ્ય અને તેને ધ્યાનમાં રાખીને આ આમંત્રણ પત્રિકામાં, કેસર, ઇલાઈચી, સિંદુર, હળદરનો પાઉડર અને ચોખાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

લગ્નમાં હાજર રહેનાર ખાસ મહેમાનોઃ આ લગ્નમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, હોમ મિનિસ્ટર અમિત શાહ અને અન્ય દીગ્ગજ રાજકારણીઓ તેમજ કર્ણાટકના પણ અસંખ્ય રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

image source

લગ્ન માટે ભવ્ય સેટઃ આ ભવ્ય લગ્ન માટે કૂલ 40 એકર જગ્યા ફાળવવામાં આવી હતી. જે પેલેસ ગ્રાઉન્ડમાં આવેલી છે. તેમાંથી 27 એકર જમીન વિવિધ કાર્યક્રમો માટે ફાળવવામાં આવી હતી જ્યારે 15 એકર જમીન માત્ર પાર્કિંગ માટે ફાળવવામાં આવી હતી.

છેલ્લા ત્રણ મહિનાથી 300 કરતાં પણ વધારે કલાકારો લગ્ન માટે આ ભવ્ય સેટને સજાવવામાં વ્યસ્ત હતા. આ લગ્નનું પ્લાનિંગ કર્ણાટકના જાણીતા વેડિંગ પ્લાનર ધ્રુવા દ્વારા કરવામાં આવ્યું હતું. લગ્નના આ ભવ્ય સેટમાં વિવિધ મંદીરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં વીરુપક્ષ મંદીર અને હાંમ્પીનું મંદીર મુખ્ય હતા.

image source

લગ્નનો આ સેટ ચાર એકરમાં ફેલાયેલો હતો. લગ્નનું મુહુર્ત 5 માર્ચનું હતું. 200 જેટલા લોકો તો માત્ર ફ્લાવર ડેકોરેશનમાં રોકાયેલા હતા. બાલારી ખાતે રિસેપ્શન માટે બીજો સેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બોલીવૂડ આર્ટ ડીરેક્ટર્સ અ તેમની ટીમો તેને બનાવવામાં વ્યસ્ત હતી.

દીપીકા પદૂકોણેના મેકઅ આર્ટીસ્ટ અને અંબાણીનું કેમેરા ક્રૂઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રી દીપીકા પદુકોણને મેકઅપ આર્ટીસ્ટ અને અંબાણીના લગ્નોમાં જેણે કેમેરાવર્ક કર્યું હતું તેમને જ સ્રીરામુલુએ હાયર કર્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની દીકરી ઇશાના લગ્નમાં જયરામન પિલ્લઈ અને દીલીપ દ્વારા સમગ્ર ઇવેન્ટનું વિડિયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. તો સેન્ડલવૂડની સાનિયા સરદેરીયા જેવી સ્ટાર કોશ્ચ્યુમ ડીઝાઈનર દ્વારા રક્શીતાનો વેડિંગ આઉટફીટ ડીઝાઈન કરવામાં આવ્યો હતો.

image source

મહેમાનો તેમજ વરરાજાના કુટુંબ માટે ફાઈવ સ્ટાર હોટેલો જેવી કે તાજ વેસ્ટ એન્ડ હોટેલમાં ઓરડાનું બૂકીંગઃ મહેમાનો તેમજ વરરાજાના કુટુંબના સગા સંબંધીઓ માટે ફાઈ સ્ટાર હોટેલમાં રૂમ બૂક કરવામાં આવ્યા હતા આ ઉપરાં પાર્ટી વર્કર્સ તેમજ શુભેચ્છકો માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓછામાં ઓછા 1000 શેફે ઉત્તર કર્ણાટકી વ્યંજનો તેમજ બીજી કેટલીક પરંપરાગત ભારતીય વાનગીઓ બનાવી હતી.

image source

સતત નવ દિવસ લગ્નનું સેલિબ્રેશન ચાલું રહ્યું હતું.

– 27 ફેબ્રુઆરીના રોજ વરરાજાના કુટુંબે બલ્લારીની મુલાકાત લીધી હતી અને એકબીજાને આમંત્રણ પત્રિકાઓએ આપી હતી.

image source

– 28 ફેબ્રહુઆરીના રોજ સ્રીરામુલ્લુના ઘરે છપ્પરા શસ્ત્ર અ ગણપતિ હોમ કરવામાં આવ્યો હતો.

– 29 ફેબ્રુઆરીએ તેમના કૂળ મંદીરે પૂજા કરવામાં આવી હતી.

– 1લી માર્ચે હલ્દી અને બંગલનો પ્રોગ્રામ હતો

– બીજી માર્ચે રક્શીતા દ્વારા બલ્લારીના દુર્ગામાતાના મંદીરે પુજા કરાવવામાં આવી હતી.

image source

– ત્રીજી રક્શિતાના મિત્રો માટે હોટેલ તાજ વેસ્ટેન્ડ ખાતે મહેંદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

– ચોથી માર્ચે વર પુજા રાકવામાં આવી હતી.

image source

– પાંચમી માર્ચે પેલેસ ગ્રાઉડ ખાતે ભવ્ય લગ્ન થયા અ ત્યાર બાદ તે જ સાંજે બલ્લારી ખાતે ભવ્ય રિસેપ્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ